________________
મતલબ કે જિનેશ્વર ભગવંતોએ કોઈ પણ કાર્યની અનુજ્ઞા કે નિષેધ કરેલ નથી. તેઓ તો એમ જ ફરમાવે છે કે કોઈ પણ કામમાં તમે સાચા બનો, ખોટા નહિ, માયાવી નહિ. સર્વત્ર સચ્ચાઈ રાખવાની તરણતારણહાર જિનાજ્ઞા સમજ્યા પછી વક્રતા-માયા-આડંબર-કપટનો આશ્રય કઈ રીતે કરી શકાય ?
તુચ્છ, ક્ષુદ્ર વસ્તુ ખાતર માયા કરવાથી બધી સાધના Fail થતી હોય અને વિરાધક થવાતું હોય તો શા માટે દંભ-માયાનું સેવન કરવું ? જે દિવસે દીક્ષા અને તે જ દિવસે જેને કેવળજ્ઞાન મળ્યું તે મલ્લીનાથ ભગવાનના કર્મ કેટલા ઓછા હશે ! છતાં આરાધના ખાતર પણ કરેલી નાનકડી માયા-મૃષાવાદ-છેતરપિંડીના લીધે તીર્થંકર પદવીમાં કલંક સ્વરૂપ સ્ત્રી અવતાર મળ્યો. આવી તે માયા કેટલી ગોઝારી હશે ? તેની કલ્પના પણ ધ્રુજારી પેદા કરાવી દે તેવી છે. કપડું ઉજળું કરવા માટે જેમ કાદવ ન ચોપડાય તેમ આરાધના કરવા માટે પણ માયાનો આશ્રય ન લેવાય. આરાધના ખાતર કરેલી માયાનું જો આવું ગોઝારું પરિણામ હોય તો વિરાધના ખાતર (અભિમાન-આબમહત્ત્વાકાંક્ષા-તુચ્છ સ્વાર્થ વિગેરે મલિન ભાવો ખાતર) માયા કરે તેનું Result શું આવે? પોતાના વ્યાખ્યાનમાં માંડ ૪૦૦ માણસ આવ્યા હોય અને ‘હજાર કરતાં વધુ માણસથી હોલ પ્રવચન પૂર્વે જ અકડેઠાઠ ભરાઈ ગયો હતો !” આવું સંયમી કઈ રીતે બોલી શકે ? આવી તુચ્છ માયા-મૃષાભાષા અને સરળતા વચ્ચે કરોડો યોજનો કરતાં વધુ છેટું રહે છે, સમકિતથી તો અનંત યોજન અને કદાચ અનંતકાળનું આંતરું.
આંધળી દળે ને કૂતરો ચાટે તેમ આપણે આરાધના કરીએ અને માયા તેને ખલાસ કરે. Result માં ઝીરો અથવા - દેવાળું જ નીકળે ને સાધકનું ! નાનકડી માયા અને પરિણામ કેવું ભયંકર જોવા મળે ? રૂક્તિ સાધ્વી, લક્ષ્મણા સાધ્વી, દ્રૌપદી (પૂર્વભવ)
ન ૨૮ }