________________
...તો બીજી દુર્લભ ચીજ સુલભ બને
આ પૂર્વે ૪ દુર્લભ ચીજમાંથી ૧ દુર્લભ ચીજ જણાવી. તે આવે તો બીજી દુર્લભ ચીજ સુલભ બને. પ્રથમ દુર્લભ ચીજને આત્મસાત્ કરવાનો ભગીરથ પુરુષાર્થ ચાલુ કરેલ હશે. બીજા નંબરનો દુર્લભ ગુણ છે નમ્રતા. કદાચ નમ્રતા સહેલી હશે, પાપના ઉદય વખતે અને વેદના-વ્યથાની વચ્ચે. પરંતુ (૧) પુણ્યના ઉદયમાં, (૨) આપણા પુરુષાર્થથી મળેલી સફળતામાં, (૩) શક્તિ હોવા છતાં કોઈનું સાંભળી લેવામાં, (૪) આપણી પ્રશંસા સાંભળવામાં, (૫) આપણી અપેક્ષિત કદર ન થાય ત્યારે, (૬) કોઈએ ન કરેલું કામ આપણે કરીએ ત્યારે, (૭) તપ-સ્વાધ્યાયવૈયાવચ્ચ વગેરે યોગોમાં બીજાથી આગળ વધીએ ત્યારે, (૮) આપણી ઈચ્છા, વચન પૂર્ણ થાય ત્યારે, (૯) ગુરુ મહારાજ, વડીલ વગેરે આપણી ભૂલ ન હોવા છતાં આપણને કડક ઠપકો આપે ત્યારે, (૧૦) આપણને ગોચરી, વસ્ત્ર, જગ્યા, ટેબલ, પેન વગેરે મળે એ વખતે, (૧૧) બીજા મુશ્કેલીથી કરી શકે એવા કાર્ય સહજ રીતે આપણે કરીએ તે અવસરે નમ્રતાને સાચવવી એ ખરેખર ખૂબ જ મુશ્કેલ છે. ઉપરના અગ્યાર પ્રસંગમાં જો અભિમાન ન નડે, નમ્રતા-લઘુતા આવે તો સમજવું કે ખરા અર્થમાં આપણે મોક્ષમાર્ગે આગળ વધી રહ્યા છીએ.
દર વર્ષે ૧૦/૧૧ માસ આંબેલ કરવા સરળ છે. કલાકમાં ૩૦ ગાથા ગોખવી સરળ છે, વર્ષમાં ૩૦ ગ્રંથો વાંચવા સરળ છે. રોજ ૩/૪ કલાક સંયમીની વૈયાવચ્ચ કે પરમાત્માની ભક્તિ કરવી સહેલી છે. ૪ મહિના સુધી કપડાનો કાપ કાઢ્યા વિના તેને પહેરવામાં પણ કદાચ કોઈ મુશ્કેલી ન નડે. તથા ફ્રુટ, ડ્રાયફ્રુટ, મીઠાઈ કે ફરસાણનો ત્યાગ પણ સુકર છે. બીજાને રોજ ૫/૭ કલાક ભણાવવાનું પણ સુસાધ્ય છે. પરંતુ આ બધા કાર્યો કર્યા
૩૩