________________
આ જીવનમાં મળેલ છે ખરી ? આ ભવમાં તે અવશ્ય મળેલ છે જ આવો આત્મવિશ્વાસપૂર્વકનો રણકાર શું આપણા હૃદયમાં ધબકે છે ? જેની પ્રાપ્તિમાં સંયમજીવનની સફળતા છે તે શું આપણે આ ભવમાં નહિ મેળવીએ ? તો પછી સંસારત્યાગ અને સંયમસાધનાનો મતલબ શું ? ગંગા નદી પાસે રહેવા છતાં તરસ્યા રહીએ તેના જેવી અજ્ઞતા બીજી શું હોઈ શકે ? મધુરતા-ગળપણ વિનાના મિષ્ટાન્નની મજા શું આવે ?
ખૂબ મનોમંથન કર્યા પછી જણાય છે કે ચાર અંતરંગ ચીજ એવી છે કે અનંતકાળમાં આપણને ક્યારેય મળેલ નથી. એ ચાર ચીજ ન મળવાના લીધે જ માનવભવ વગેરે ચાર દુર્લભ ચીજ પણ નિષ્ફળ ગઈ. છેલ્લુ સંઘયણ હોવા છતાં આપણે તે ચારેય ચીજને આ ભવમાં પામવી હોય તો પામી શકીએ તેમ છીએ. છતાં હકીકત એ છે કે અનાદિકાળમાં આપણે એ ચાર ચીજને ક્યારેય મેળવેલ નથી. એ ચાર ચીજ મળે એટલે નિશ્ચયથી સમ્યગ્દર્શન + ભાવચારિત્ર અવશ્ય મળી જ જાય.
સૌપ્રથમ આપણે મનોમન નક્કી કરી દેવું જોઈએ કે એ ચાર અપૂર્વ-અલબ્ધ ચીજના ભોગે કશું પણ કરવું નથી. જે ચાર ચીજને તાત્ત્વિક રીતે ન પામવાના લીધે નિરતિચાર અનંતા સંયમજીવન નિષ્ફળ ગયા એ ચાર ચીજને કોઈ પણ હિસાબે આત્મસાત્ કરવી જ છે. એના ખાતર જે બલિદાન આપવું પડે તે આપવા ભગીરથ પુરુષાર્થ કરવો જ રહ્યો. બીજા બધા વગર ચાલશે પણ એ ચાર ચીજ વિના તો કદાપિ નહિ જ ચાલે. જેના વિના વિનય, વૈયાવચ્ચ, વૈરાગ્ય વગેરે બધા ય યોગો મોક્ષ ન આપવાથી નિષ્ફળ બને તે ચાર ચીજ મેળવવા માટે જ આ સંયમજીવન લીધું છે. હવેથી બધા શ્વાસ એ ચાર ચીજને આત્મસાત્ કરવા માટેના લક્ષ્યથી વણાઈ જવા જોઈએ. ખુદ તીર્થંકર પરમાત્માના હાથે દીક્ષા મળી જાય, પ્રથમ સંઘયણ વગેરે મળી જાય છતાં જો એ ચાર ચીજ
૨૪