________________
વૈયાવચ્ચની રુચિ તો ૨૪ કલાક હોય જ. તો જ સંયમના અધ્યવસાય ટકે-વધે-બળવાન બને. તપ-ત્યાગ વગેરેના જેમ અભિગ્રહ થાય છે તેમ વૈયાવચ્ચના પણ નિયમો સંયમી અવશ્ય લે. વૈયાવચ્ચી નંદીષેણમુનિનો વૈયાવચ્ચ સંબંધી ઉગ્ર અભિગ્રહ કેવો હતો ? દેવપરીક્ષામાં પણ તેઓએ કેવો First Class મેળવ્યો !
આ બધી વાત ગુરુગમથી વિસ્તારથી સમજી સંયમજીવનમાં વૈયાવચ્ચની રુચિ કેળવવા માટે પ્રયત્નશીલ રહી પરમપદને નિકટ બનાવો એ જ મંગલ કામના.
(લખી રાખો ડાયરીમાં... જે અપવાદ સર્વત્ર પ્રચલિત થયેલ હોય તે બાબતમાં ઉત્સર્ગની સાથે અપવાદ પણ બતાવવા. જેથી કોઈને વ્યામોહ ન થાય. દા.ત. ઉત્સર્ગ એકાસણા, અપવાદ બેસણા-નવકારશી વગેરે. જેની આંખમાંથી શરમના જળ કે પાપનો ભય જાય તેને તીર્થકર પણ આરાધક બનાવી ન શકે.
- ૨૧ -