________________
નાનકડું ઝરણું આગળ વધતાં મહાકાય ગંગાનદી બને છે. ટીપે ટીપે સરોવર ભરાય છે. Begining is always small. દરેક શરૂઆત હંમેશા નાનકડી હોય છે. માટે બીજાને ખૂબ આગળ વધેલાં જોઈને હતાશ કે નિરાશ ન થતાં તેમના આલંબને ધીમે ધીમે પણ દૃઢ આત્મવિશ્વાસથી મક્કમ પગલે આગળ વધવું.
જેટલો સમય વધુ સ્વાધ્યાય થાય તેટલી વધુ નિર્જરા છે. ૧ કલાકમાં ૩૦ ગાથા કરીને આખો દિવસ ગપ્પા મારવા, તેના કરતાં આખો દિવસ ગોખવાનો પુરુષાર્થ કરીને ૫ ગાથા પણ મોઢે કરે તેને વધુ નિર્જરા છે. માટે ગુરુભક્તિ અને સહવર્તીને સહાય કરવાની જ્યારે તક મળે ત્યારે તે યોગને આરાધી બાકીના સમયમાં સતત નિષ્ઠાપૂર્વક સ્વાધ્યાયમાં લીન રહેવું. આ રીતે જ પ્રબળ જ્ઞાનાવરણક્ષયોપશમ થશે. “પૂજ્યોની મીઠી કૃપાનું મજબૂત પીઠબળ સતત મારી સાથે જ છે.” એવા વિશ્વાસથી દરેક યોગમાં ઉજમાળ બનશો.
-
જાહેરમાં દીક્ષા મળી એટલે બધી જ રીતે પૂજ્ય આચાર્યશ્રીના વચનના પ્રભાવે સુંદર કામ થયું. હવે કામ છે તમારી અંતરંગ આવડત, સૂક્ષ્મ વિવેકદૃષ્ટિ અને પ્રામાણિક પુરુષાર્થનું. કારણ કે સ્વયં આરાધના કરવાની અને અનેકને આરાધના કરાવવાની આ બન્ને પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ચીવટવાળા બનવું પડે છે. માટે ભણવાની સાથે એવી તાલીમ પૂ. ગુરુદેવશ્રી પાસેથી લેવી કે જેથી ‘બધાની બાહ્ય-અત્યંતર આરાધનામાં કેવી રીતે સહાયક બનાય ?' તે જાણીને એ મુજબ જીવન ઘડી શકાય.
જીવનમાં કોઈ પણ ક્ષેત્રે વિષયના આવેગ, કષાયના આવેશ અને અવિવેકને પ્રવેશ ન કરવા દેવો. જ્ઞાનાભ્યાસ પણ ઊંડાણથી માર્મિક અને તલસ્પર્શી રીતે કરવા મહેનત કરજો.
પરમાત્મભક્તિ અને ગુરુકૃપાનું બળ જોરદાર હોય તો આ જગતમાં કશું પણ અશક્ય નથી. એના પ્રભાવથી તમામ વિશુદ્ધ ભાવના
૭