________________
(૫) “ગુરુદેવે પરાણે સંયમ આપ્યું તે સારું નહિ” એવી ગુરૂઆશાતનાથી ગર્ભિત વિચારધારાએ મેતારજમુનિને દુર્લભબોધિ
બનાવ્યા.
(૬) દીક્ષાનિષેધક દેવવાણીની આશાતનાથી ગર્ભિત અહંકારનો નંદીષેણ મુનિના પતનમાં નોંધપાત્ર ફાળો છે.
(૭) રસલોલુપતાથી ગુરુને છોડવાની ભૂલ કરનાર કંડરિક મુનિવર નરકગામી થયા.
જે કોઈનું સંયમજીવનમાંથી પતન થયું હોય તેના જીવનને આશાતનાનું ઝેર Direct કે Indirect અવશ્ય ચડેલું જ હશે. અનંત સંસાર વધારવાની જેની તાકાત હોય તે સંયમભ્રષ્ટ કેમ ન કરે ?
ઉત્સૂત્રભાષણથી નિયમા અનંત સંસાર વધે-એવો નિયમ નથી. એવું ધર્મપરીક્ષા ગ્રન્થમાં ઉપાધ્યાયજી મહારાજે વિસ્તારથી બતાવેલ છે. જ્યારે આશાતના ઉગ્ર ભાવે થાય તો નિયમા અનંત સંસાર વધે છે. અનંત સંસાર વધારનાર દેવદ્રવ્યભક્ષણમાં દેવાધિદેવની આશાતનાનું ઝેર પડેલ જ છે. સાધ્વીનું શીલખંડન કરનારનો અનંત સંસાર વધે છે એમ શાસ્ત્રમાં જે જણાવેલ છે તેમાં પણ સંયમીની આશાતનાનું પાપ ૨હેલ જ છે. આશાતના અતિભયનાક હોવાથી જ ગોશાળો કેવળજ્ઞાન પામીને પ્રથમ દેશનામાં ગુરુઆશાતનાના ત્યાગનો વિસ્તારથી ઉપદેશ આપશે.
-
જેમ ડાયાબીટીસ નાબુદ ન થાય ત્યાં સુધી કોઈ પણ રોગ ઉપર કોઈ પણ દવા અસરકારક ચિરસ્થાયી પરિણામ આપતી નથી. તેમ આશાતનાનું પાપ જ્યાં સુધી નાબુદ ના થાય ત્યાં સુધી નિર્મળ સંયમચર્યા, ઉગ્ર તપશ્ચર્યા, દીર્ઘકાલીન સ્વાધ્યાય વગેરે તારક યોગો પણ વીતરાગદશાને લાવવામાં સફળ બનતા નથી. આશાતનાનું પાપ બીજી સાધનાના અંતરંગ ઉમંગને પણ ખલાસ કરી નાંખે છે. વિષય-કષાયના ચીકણાં પાપ કરનાર સ્થૂલભદ્ર (વિષય), અભિમાની ઈન્દ્રભૂતિ ગૌતમ (માન કષાય) વગેરે ગુરુસમર્પણ દ્વારા
૧૩