________________
સપ્તર્ષિના સાત તારા
સમકિતી દેવો પણ જેની સતત ઝંખના કરે છે તે દુર્લભ અણમોલ સંયમજીવન તમને પૂજ્યપાદ ભદ્રંકર સૂરીશ્વરજી મ., સાધ્વીજી શ્રી રવિપ્રભાશ્રીજી મ. વગેરેની અસીમ કૃપાથી મળેલ છે. તે તમારું લોકોત્તમ સૌભાગ્ય અને પરમ સદ્ભાગ્ય છે. સ્વચ્છ કોરો ઉજ્જવળ અને પવિત્ર કાગળ તમારા હાથમાં છે. તેમાં અનુપમ આધ્યાત્મિક કલાકૃતિ અને ગુણમય રોચક રંગોળીનું સર્જન કરવાની અંગત મહત્ત્વપૂર્ણ જવાબદારી હવે તમારી છે. બિનશરતી ગુરુશરણાગતિના અને ભાવનાના કિંમતી, અદ્ભુત રંગોથી રંગોળીને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ભવ્ય બનાવજો.
પ્રશમરતિમાં વાચકશિરોમણિશ્રી ઉમાસ્વાતિજી મહારાજ ‘ધન્યસ્પેરિ નિતતિ...' ઇત્યાદિ કહેવા દ્વારા જણાવે છે કે શિષ્યની ભૂલ કે સંક્લેશ સ્વરૂપ ગરમીને શાંત કરનાર પરિબળ માત્ર એક જ છે. અને તે છે ગુરુભગવંતના મુખસ્વરૂપ મલયગિરિમાંથી નીકળતો હિતશિક્ષા - ઠપકારૂપી ચંદનનો શીતળ સ્પર્શ. ગુરુદેવ જે શિષ્યને નિઃસંકોચ રીતે ઠપકો આપી શકે તે શિષ્ય પરમ ધન્ય છે, અત્યંત ભાગ્યશાળી છે- એમ શ્રીઉમાસ્વાતિજી મહારાજ કહે છે. માટે ગુરુદેવ કે વડીલ સંયમી આપણી નાની પણ ભૂલ બતાવે, કડક ઠપકો આપે, અત્યન્ત કટુ શબ્દોમાં ઠપકો આપે તેને આક્રોશપરિષહ માનવાની ભૂલ ન કરશો. પણ ‘ગુરુદેવની અને વડીલોની તે નિગ્રહકૃપા છે' એમ અંતરથી સમજશો અને સ્વીકારશો.
આપણો એક્સીડંટ થતો હોય અને કોઈ ઝાટકો મારીને ખેંચે તો આપણે તેને એમ નથી કહેવાના કે “જરા શાંતિથી મને ખેંચવાને બદલે ઝાટકો કેમ માર્યો ?” તેમ કોઈ કડવા-તીખા-આકરા-ગરમ શબ્દોમાં ભૂલ બતાવે તો મનને એમ ન થવું જોઈએ કે ‘મને પ્રેમથી ભૂલ બતાવો, કડવા શબ્દમાં નહિ. હળવા શબ્દમાં ઠપકો
૩