Book Title: Samyaktva Kaumudi
Author(s): Jinharsh Gani
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 11
________________ ની અંદર સુબેધક અને મનોરંજક એવા વર્ણને તથા સુભાષિતે આપેલા છે કે, જે મનન પૂર્વક વાંચવાથી ધર્મ આચાર અને વ્યવહારના વ ને ઉપર સારી છાપ પડી શકે છે અને આસ્તિક હૃદયવાળા અધિકારીઓ પિતાના હૃદય પટ ઉપર સદ્વર્તન અને સદાચારના સારા ચિત્રો પાડી શકે છે. અમે આશા રાખીએ છીએ કે, જૈન સમાજમાં વાંચનરૂપે અથવા શ્રવણ રૂપે આ ઊપયોગી લેખની વિશેષ પ્રવૃત્તિ થશે તો અમારી સંસ્થા સાધર્મ બંધુઓની આવી આવી સેવા કરવાને વિશેષ ઉત્સાહી થયા વગર રહેશે નહીં. છેવટે અમે પરમાત્મા પાસે એટલું જ માગીએ છીએ કે, તન, મન અને ધનથી યથાશકિત સાધર્મિ સમાજની સદા સેવા થાય અને અમારે પરમ ગુરૂવર્ગ અને વિદ્વર્ગ અમારા તે ઉત્સાહને સદા જાગૃતિ આપે. સદરહુ મૂળ ગ્રંથ અમારા તરફથી પ્રસિદ્ધ થયેલ હતો, જે ખરેખર રસીક અને ઉપયોગી હોવાથી, તેમજ તેને સર્વ લાભ લે તેવા હેતુથી તેનું ગુજરાતી ભાષાંતર સરલ અને શુદ્ધ કરાવી સાદ્યત વાંચી જવા ન્યાયાંનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી મહારાજ)ના શિષ્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ વીરવિજયજી મહારાજના પ્રશિષ્ય મુનિરાજશ્રી પ્રેમવિજયજી મહારાજને આ સભા તરફથી વિનંતિ કરવામાં આવતાં ઘણી જ તસ્દી લઈ પરિપૂર્ણ તપાસી આપેલ છે જે માટે આ સ્થળે તે મહાત્માનો અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે. આ શ્રાવકાપાગી ગ્રંથ પ્રસિદ્ધ કરવા માટે મીયાગામ નિવાસી શ્રાવકવર્થ શેઠ નેમચંદભાઇ પીતાંબરદાસ કે જેઓ એક ધર્મચુસ્ત નરરત્ન છે અને દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધાવાન હેવાસાથે જ્ઞાનને બહોળો ફેલાવો કરવા માટે ખાસ ખંતીલા, પ્રયત્નશીલ અને પ્રેમી છે; તેઓ મારફત પાછીયાપુરવાળા સ્વર્ગવાસી શેઠ રણછોડદાસ ભાઇચંદના સ્મરણાર્થે આર્થિક સહાય મળેલ છે. ઉક્ત શેઠ રણછોડદાસ ભાઈ ત્યાંના આગેવાન ગૃહસ્થ હોવા સાથે ધર્મચુસ્ત હતા. તે સ્વર્ગવાસી બંધુ પાસે માત્ર પંદર હજાર રૂપિયાની આશરે મીત હતી. તેઓશ્રીને પિતાની સાઠ વર્ષની ઉમરે જણાયું કે કાળને ભરૂસે નથી માટે મારે મારી પિતાની મીલ્કતની વ્યવસ્થા કરવી ! દરમ્યાન તેઓશ્રીને મંદવાડ - વાથી તેઓના ભત્રીજા મનસુખલાલ મગનલાલ તથા ઉકત ધર્મરત્ન શેઠ નેમચંદભાઈ પીતાંબરદાસને ટ્રસ્ટી નીમી તમામ મીલ્કતની શુભ માગે વ્યવસ્થા કરી આવતા ભવ માટે (શુભ ગતિ માટે) ભાતું બાંધી, ઉકત રણછોડદાસ ભાઈએ પરલેકગમન કર્યું. ત્યારબાદ વડોદરાવાળા તેના ભાણેજ ખુબચંદભાઈ (એ ઉક્ત સ્વર્ગવાસી રણછોડભાઈ કે જે પોતાની પાછળ એક પુત્રી નામે બેન રૂક્ષમણીને મૂકી ગયા છે, તેમની સંભાળ રાખવા સાથે તે)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 246