________________
ભારતીય દર્શનના મર્મજ્ઞ–ડૉ. રાધાકૃષ્ણન
સી. વી. રાવલ
આ મહાન તત્ત્વજ્ઞાનીની જન્મ શતાબ્દિ જ્યારે રાષ્ટ્ર ઉજવી રહ્યું છે ત્યારે આ લેખ દ્વારા એમને ઉષ્માભરી શ્રદ્ધાંજલિ આપવાને આ એક નમ્ર પ્રયાસ છે. તેમાં મને કેટલે અંશે સફળતા મળી છે તે તે વિદ્વાનોએ જ નક્કી કરવાનું રહે છે.
તત્વજ્ઞાનની મહાન પ્રણાલિકાનો તેમને જન્મથી જ વારસો મળેલો છે. તેમનું જન્ય એવું છે કે તેઓ પોતાના બાળપણની વાત કે જીવન-વૃત્તાંતની વાતમાં રસ ધરાવતા નથી. તેમના મા-બાપનું તેઓ બીજા નંબરનું સંતાન હતા તેટલા પૂરત જ તેઓ ઉલ્લેખ કરે છે. તત્વજ્ઞાનનો વિષય અભ્યાસ માટે પસંદ કરવા તેમને ખાસ કેઈ નિર્ણય ન હતો. તેમના એક નજીકના સગા દ્વારા ત્રણેક પુસ્તકો તેમને ભેટ મળ્યાં, જેમાં જી. એફ. રાઉટનું માનસશાસ્ત્ર પરનું પુસ્તક, જે. વેટનના તર્કશાસ્ત્ર પરના બે ગ્રંથ તથા જે. મેકેન્ઝીનું નીતિશાસ્ત્ર પરનું પુસ્તક હતું. તેમના ભાવિ રસનું નિર્માણ આ પુસ્તક દ્રારા થયું તેમ તેઓ લખે છે, ખ્રિસ્તી મિશનરી શાળામાં અભ્યાસ કર્યો હોઈ તથા ઉચ્ચ કેળવણી લેવામાં પણ ખ્રિસ્તી શિક્ષકોનું પ્રદાન હાઈ તેઓ તેમને ઋણ સ્વીકાર કરે છે. ખાસ કરીને પ્રો. હાગને. છતાં તેમના ગુરુઓ સત્યના અન્વેષકે ન હતા એમ પણ તેઓ માને છે, ભારતીય સંસ્કૃતિ તથા આદર્શોની તેઓ જે ટીકા કરતા તેનાથી તેમની ઊડી શ્રદ્ધાને ઠેસ પહોંચતી અને જે ભવ્ય પ્રણાલિ વિષે તેમને માન હતું તે ઓછું થઈ જશે એવો ડર પેસી જતો.
સમય જતાં જેમ જેમ તેઓએ ભારતીય દાર્શનિક વાહ-મયને અભ્યાસ કર્યો તેમ તેમ તેમને એ પ્રતીતિ થઈ કે આ ભવ્ય સાંસ્કૃતિક વારસો વિશ્વમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવે તે કક્ષાનો છે, પ્રાચીન હિન્દુ તત્વજ્ઞાનીઓ જેમણે અવારનવાર ધર્મને પ્રાણને સાંપ્રદાયિક વિચાર અને આચારના ગેરમાર્ગેથી ઉગાર્યો છે, તેમને તેઓ સાચા અનુગામી બન્યાતફાવત માત્ર એટલે કે પ્રાચીન તત્ત્વજ્ઞાનીઓએ, કે જેને તેઓ દર્શનશાસ્ત્ર કહે છે, તેને પાતાના આધાર તરીકે લીધું હતું, જ્યારે આ અર્વાચીન તત્વજ્ઞાનીએ પિતાનો આધાર દુનિયાભરના વિવિધ પંથના સંતે, યોગીઓ અને સાધુઓના આધ્યાત્મિક અનુભમાંથી લીધો. તેમણે કેઈને ગુરુ કર્યા નથી કે ન તે કોઈના તત્ત્વજ્ઞાનનું શરણ સ્વીકાર્યું છે. ૩ છતાં આપણે તેમનાં લખાણમાં આદિ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, રવીન્દ્રનાથ ટાગોર તથા પશ્ચિમના મહાન ફિલસૂકો જેવા કે હેગલ, બગસી, બ્રેડલે વ.ની ઊંડી અસર જોઈએ છીએ: જીવનની સર્વગ્રાહી ફિલસૂફીના તેમના આકલનમાં તેઓ તેમના પૂરગામીએાને પગલે ચાલવું પસંદ કરે છે, છતાં તેમનું અંધ અનુકરણ કરવાના તેઓ વિરોધી