________________
સર્વવ્યાપી એ પરમાત્મા મનુષ્યના આત્માને સગુણ તથા નિર્ગુણ એમ ઉભયરૂપે ભાસે છે. પરબ્રહ્મ એક જ હાઈ ક્યારેક તાત્વિક પર્યેષણ એટલે જ્ઞાનનો વિષય ભાસે છે, ને કારક ઉપાસના એટલે કે ભક્તિનો. બૌદ્ધિક તર્ક અને યૌગિક ધ્યાન હંમેશા પરબ્રહ્મની કલ્પના પસંદ કરે છે, જ્યારે નીતિમૂલક ભક્તિને ઈશ્વરની કલ્પના ગમે છે. હિન્દુ તત્ત્વજ્ઞાન પરથના પેરૂષય અંગને યથાયોગ્ય સ્થાન આપે છે ખરું, છતાં એ પરમ સતનું અપીરૂપેય રૂ૫ ૫ણ તે આપણને ભૂલવા દેતું નથી. ઈશ્વર જગતમાં છે પણ જગરૂપે નથી. પરબ્રહ્મ અને તેની માયા આપણી સ્થળ-કાળથી બદ્ધ સુષ્ટિમાં આત્મા અને પદાર્થ સ્વરૂપે દષ્ટિગોચર થાય છે.૧૮ પરમાત્મા જે સૃષ્ટિના સંદર્ભમાં ઈશ્વર નામે સંબોધાય છે તે આ રીતે અભિન્ન દૈતરૂપે, ચેતન અને પદાર્થરૂપે, આત્મા અને અનાત્મારૂપે છૂટા પાડે છે. આ બે વચ્ચેનું કન્જ આ જગત પર આપણે જોઈએ છીએ તે જીવામાં ભિને ભિન્ન કક્ષાએ છે; આપણે જ્યારે સ્વતંત્ર રીતે સતનું રૂ૫ નિહાળીએ ત્યારે પરબ્રહ્માને જોઈએ છીએ, એ સતના આપણી સાથેના સંબંધ પર ભાર મૂકીએ ત્યારે ભગવાન– પરમાત્માને જોઈએ છીએ. ૧૯ મનુષ્ય પરમ સત્યને નજરોનજર જુએ છે એટલે કે તેને સાક્ષાત્કાર કરે છે ત્યારે નિર્ગુણ અને સગુણની આ બે કલ્પનાઓ વચ્ચે ભેદ શમી જાય છે, પણ વિચારના ક્ષેત્રમાં એ ભેદ શમાવવાનું કામ સહેલું નથી. પરમાત્માની હસ્તી તની દલીલ વડે સિદ્ધ કરી શકાતી નથી, એનું દર્શન અથવા તેને સાક્ષાત્કાર તે શ્રદ્ધા અને ધ્યાન વડે જ કરી શકાય છે. આત્મા જયારે ઈશ્વરમાં લીન થઈ જાય છે ત્યારે તે ઈશ્વરનું દર્શન કરે છે.
દરેક આત્મા અણવિકસેલી વ્યક્તિ છે. એ પાશવી વૃત્તિઓથી પૂર્ણપણે મુક્ત નથી, છતાં ઉચ્ચતર વૃત્તિઓમાં તેનું રૂપાન્તર કરવાને એ શક્તિમાન છે. આત્માને જરૂરિયાતોને પ્રથમ સ્થાન આપવું જોઈએ, એ વસ્તુ જે આપણે આનંદપૂર્વક સ્વીકારી લઈએ અને તેના નિયમો અનુસાર આપણી પ્રકૃતિને નિગ્રહ કરીએ તે આપણે વિકાસ સાધી શકીએ. મનુષ્યને આત્મા અને વિશ્વને આત્મા પારમાર્થિક દૃષ્ટિએ એક જ છે. પરમાત્માને વાસ માણસના હૃદયમાં છે. અમર અંતરાત્મા અને મહાન વિશ્વાત્મા એક અને અભિન્ન છે. બ્રહ્મ એ જ આત્મા છે અને આત્મા એ જ બ્રહ્મ છે.૨૦
આધ્યાત્મિક અનુભૂતિ વિના આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન હોઈ શકે નહિ. અલબત્ત દિવ્ય ચેતનાની વ્યક્તિગત અનુભૂતિ માત્ર પૂર્વને ઈજા નથી. સોક્રેટિસ, ઑટે, પ્લેટિનસ ઓગસ્ટાઈન, દાન્ત વ. એ પણ ઈશ્વરની અનુભૂતિની પ્રમાણભૂતતા આપેલી છે. આધ્યાત્મિક અનુભવને બહારના બીજા કોઈ પ્રમાણની કે પુરાવાની જરૂર રહેતી નથી. તે સ્વત: સિદ્ધ હોય છે પણ સત્યદષ્ટાને પિતાની ઊંડામાં ઊંડી શ્રદ્ધા અને પ્રતીતિ એવી વાણીમાં પ્રગટ કરવી પડે છે ખરી, જે તે યુગના વિચારકે સમજી શકે તે સમજીને તૃપ્તિ પામે. આધ્યાત્મિક અનુભવમાં ખરેખર સત્યને જ સાક્ષાત્કાર થયો છે એમ કહી શકાય એટલા માટે તથા આધ્યાત્મિક અનુભવની નિશ્ચિતતાને તાર્કિક નિશ્ચિતતા તરીકે સિદ્ધ કરી બતાવાય એટલા માટે, આપણે એ આધ્યાત્મિક અનુભવનું બુદ્ધિગમ્ય એવું વર્ણન