________________
૨૯
તેનું ગૌરવ તથા સ્વદેશાભિમાન સાચવવું એ આપણા હાથમાં છે. દરેક જણ જે એમ વિચારે કે હું તે મને ફાવશે તેમ જ વર્તીશ. જે મને તેમ કરવાની તક નહી મળે, અને તે હું સંસ્થાનો ખુરદો બોલાવી દઈશ.
આ પ્રકારની મનોવૃત્તિ કેઈ પણ સમાજના વિકાસને માટે વિઘાતક છે, પિષક નહીં, રાધાકૃષ્ણન લખે છે : "Democracy and violence do not go together. Of you are the democract, you may have your differences but you will try to adjust them, you will try to overcome them by mutual settlement.”૧૫ - રાધાકૃષ્ણન એ પ્રામાણિકપણે સ્વીકારે છે, કે સૈદ્ધાંતિક રીતે આપણે લેકશાહી સ્વીકારી હોવા છતાં એક રાષ્ટ્ર તરીકે રોજિંદા જીવનમાં લેકશાહીનાં મૂલ્યોને લઈને જીવતાં હજુ આપણને જોઈએ તેવું આવડવું નથી. “The real problem of our country today is that we are not the practitioners of democracy in the true sense of the term. We admit it theoratically, but practically in our daily life we overlook it....we must make democracy 'faith and realize it in works and try to see that in our actual works we practice that spiritual democracy."?
કમભાગે વર્તમાન ભારતમાં પણ આજે પારસ્પરિક સંબંધોમાં દષ્ટિની સંકુચિતતા, ખેલદિલીનો અભાવ અને અસહિષ્ણુતા વરતાય છે. જેમાં વ્યક્તિની મહત્ત્વાકાંક્ષા હોય છે તેમ જૂથની પણ મહત્ત્વાકાંક્ષા હોય છે. ક્યારેક તે ફળે, ને ક્યારેક ના પણ ફળે, પણ તેથી કંઈ કાયદો હાથમાં લેવાય નહીં. બકે નિષ્ફળતાને ખેલદિલીથી સ્વીકારીને તેમાંથી વધુ મહેનત કરીને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મેળવવી જોઈએ. રસ્તા પર વાહનચાલક ટ્રાફિકના નિયમો અનુસરવાને બદલે જે પિતાની મનમરજી મુજબ સ્વેચ્છાથી વાહન હંકારે, તો રસ્તા પર સંઘર્ષો, અસ્માત જરૂર, સર્જાય. આવું જ પરિણામ સ્વછંદી જીવન અપનાવવાથી દેશને જાહેર જીવનમાં પણ આવવાનું જ..
પ્રતિભાવ : વિદ્યાથીઓમાં પ્રવર્તતી ગેરશિસ્ત તથા આતંકવાદી વૃત્તિના મનોવૈજ્ઞાનિક
કારણનું વિશ્લેષણ કરતાં રાધાકૃષ્ણન કહે છે, કે જીવનની બદલાતી જતી પરિસ્થિતિની માંગ મુજબ આપણે વિદ્યાથીને પ્રતિકૂળતાઓ સામે ટકી રહેવાની હિંમત, સંયમ અને સમતાપૂર્વક પોતાના જીવનની સમસ્યાઓને પહોંચી વળતાં શીખવ્યું જ નથી. પરિણામે ઉચ્ચ કારણ કે ધ્યેય માટેના સંયત ઉત્સાહને અભાવે યુવકનું અસ્તિત્વ પિતાની જાત માટે તેમજ આખા સમાજ માટે ખતરનાક બોજારૂપ પૂરવાર થાય છે. આ સંદર્ભમાં રાધાકૃષ્ણનું કેટલાક વિધાયક ઉપાયનું સૂચન નીચે મુજબ કરે છે :