________________
R
circumstances. But how he should beliave, what attitude should be adopt, what self-control should he exercise over himselfall these things are not given by social sciences. "Thus they do not educate the liuman mind regarding the norms, the goals, the purposes.
If we want to use our knowledge-physicial and social, for the regeneration of humanity, social sciences by themselves are not enough. They supply us with instruments, but those instruments may be used or abused by man." "Man is a moral agent, who can determine his behaviour. In this respect, our social sciences need to be supplemented with social philosophy. *
સમસ્યા ૬ શિક્ષણ ક્ષેત્રે વધતી જતી ગેરશિસ્ત અને આતંકવાદી વૃત્તિ : નિરૂપણ : આજના વિદ્યાર્થી જગતમાં અસહિષ્ણુતા, ગેરશિસ્ત, હિંસા અને આતંકવાદી
વૃત્તિ પ્રવર્તતી જોવા મળે છે. વિદ્યાર્થીઓમાં પ્રવર્તતી ગેરશિસ્ત અંગે તેઓ જણાવે છે કે આપણી પાસે પૂરતી સંખ્યામાં લાયક શિક્ષકો છે કે કેમ, તેની પરવા કર્યા વિના જ આપણે કોલેજોની સંખ્યા વધારી દીધી છે. આમાંની કેટલીક તે એવી વેપારીવૃત્તિથી ચાલે છે, કે કારખાનાંની જેમ વિદ્યાથીઓને બેથી ત્રણ પાળીમાં શિક્ષણ આપવામાં આવે છે. સ્વાભાવિક છે કે, આ બધાનું વિપરીત પરિણામ આપણું શિક્ષણ જગતમાં આવે, તે તેને માટે આપણે સિવાય બીજા કોઈને ય જવાબદાર કેવી રીતે લખી શકાય ?
વધુમાં આવી પરિસ્થિતિ સર્જાતાં પિતાના મનનો અસંતોષ વ્યક્ત કરવા માટે વિદ્યાર્થીઓ જાહેર દેખાવનું આયોજન કરે છે, પરિણામે ગેરશિસ્ત અને વ્યવસ્થા ફેલાય છે તે વખતે જાહેર મિલ્કતને ભાંગફોડથી નુકસાન થતું અટકાવવા અને અરાજકતાભરી પરિસ્થિતિ નિવારવા પિલીસ બોલાવવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ પૂછે છે શા માટે પિલીસ વચ્ચે પડે છે ? આવી પરિસ્થિતિ ભારતના અનેક વિશ્વવિદ્યાલયોમાં પ્રવર્તે છે.
આ ઉપરાંત, કમભાગે આખાય દેશમાં બળજબરીથી કામ લેવાની વૃત્તિ પ્રવર્તે છે. અર્થાત્ પિતાનું ધાર્યું જ ન થાય, તે બળજબરી કે ગુંડાગીરીથી બીજાને પોતાના ધાર્યા મુજબ વર્તવાની ફરજ પાડવાની વૃત્તિ જોવા મળે છે. જે બધા જ આવું વલણ અપનાવે તે આખુંયે જાહેર જીવન ખોરંભે પડી જાય. આવી આતંકવાદી વૃત્તિથી થયેલા કૃત્યોએ દુનિયાની નજરે આપણા દેશની નબળી છાપ ઉપસાવી છે. આપણા દેશની પ્રતિષ્ઠા,
*Social ethics etc". 2X