________________
૩૧
પ્રતિભાવ : શિક્ષકના વ્યવસાયનું ગૌરવ તથા પ્રતિષ્ઠાને પારખી સમાજે તેને સન્માન
અને આદરથી જોઈએ. આ સંદર્ભમાં રાધાકૃષ્ણન જણાવે છે કે, દુર્ભાગ્યે આ બાબતને સ્વીકાર આપણે માત્ર સૈદ્ધાંતિક સ્તર પર જ કર્યો હોય તેમ જણાય છે. આપણી આ બૌદ્ધિક સમજણ હજુ આચરણમાં રૂપાંતરિત થઈ શકી હોય તેમ લાગતું નથી. “Unfortunately, in recent times, though we pay lip-service to the importance of the teaching profession, it stops at mere intellectual recognition and does not go beyond that:”૧૮
જો કે આ સંદર્ભમાં અત્રે ઉલ્લેખનીય છે કે પિતાની આર્થિક ચિંતાઓના માનસિક બોજથી મુક્ત રહીને શિક્ષક શિક્ષણ અને સંશોધનના
વ્યવસાયમાં સમર્પિત રહીને નિષ્ઠાપૂર્વક અને નિશ્ચિંતતાથી પિતાને સ્વધર્મ બજાવી શકે એ હેતુથી પ્રેરાઈને સરકારે શિક્ષકોને આર્થિક દરજજે હવે નોંધપાત્ર રીતે સુધાર્યો છે.
કઈ પણ વ્યવસાયની પ્રતિષ્ઠા કે સન્માનને લાગેવળગે છે ત્યાં સુધી વ્યાવસાયિક પ્રતિષ્ઠા કે સન્માન માગણી કરીને મેળવવાના હોતા નથી. બલકે તેને અનુરૂપ અધિકારની યોગ્યતા વ્યક્તિએ સ્વઆચરણથી જ સિદ્ધ કરવી પડે છે, Respect and honour can't be demanded. They are to be commanded instead.
આથી શિક્ષકેની આ પરિસ્થિતિ માટે અંશતઃ તેઓ પિતે જ નૈતિક રીતે જવાબહાર જણાય છે.
અધ્યાપન કાર્યના શિક્ષકના કર્તવ્ય અંગે અત્રે એ પ્રશ્ન સંભવિત રીતે ઉપસ્થિત થઈ શકે, કે શિક્ષકે વિદ્યાથીનું મન શું પિતાની ઈચ્છા મુજબ ઢાળવું જોઈએ, કે વિદ્યાથીની ઈચ્છા મુજબ? આ મહત્ત્વપૂર્ણ પ્રશ્નને પ્રાચીન ભારતની શાસ્ત્રીય પરંપરાને અનુસરીને સચોટ ઉત્તર આપતાં રાધાકૃષ્ણન કહે છે, કે સ્વ-આચરણ દ્વારા ઉત્તમ આદર્શનું નિદર્શન કરીને શિક્ષકે વિદ્યાથીને સ્વ-નિર્ણયની મુક્ત પસંદગી કરવા દેવી MSN: "Teachers by their achāra or conduct should be an example to the students.... placing before the pupil the best that has been taught and said on any particular subject and then leave it to him to reflect and decide.”૧૯
કારણ કે સારા વિદ્યાર્થી પુસ્તકમાંથી શીખે તે કરતાં વધારે શિક્ષકે પાસેથી તે શીખે છે. આથી જ આપણે શિક્ષકે માત્ર વિદ્વાન જ નહીં, વિવેકદૃષ્ટિયુક્ત તથા વિદ્યાથી પ્રેમી પણ હોવા જોઈએ. આ સંદર્ભમાં રાધાકૃષ્ણન કહે છે, કે જેણે સારું વાંચન કર્યું હોય એ જ માત્ર સારે વિદ્યાર્થી નથી, બલકે જેને સારું શિક્ષણ આપવામાં આવ્યું હોય તે સારે વિદ્યાથીં ગણાય. “A good student is not merely one who has read much out one who has been taught well."20