________________
ડો. રાધાકૃષ્ણન કહે છે કે ભૂતકાળનાં પિથાં આજના પ્રશ્નોને ઉકેલ આણવામાં ઝાઝી મદદ કરી શકે એમ નથી. જો કેઈ પ્રાચીન શાસ્ત્રોમાંથી આજની જરૂરિયાતને અનુકૂળ અર્થ કાઢવાનો પ્રયત્ન કરે છે તે તેમાં પૂર્વજો માટેનો આદર ભલે વ્યક્ત થત હોય, પણ તેમાં બુદ્ધિની પ્રામાણિકતા છે, એમ ન કહેવાય.૧૨ ડો. રાધાકૃષ્ણનમાં રૂઢિ પ્રત્યેની અંધ ભક્તિ નથી; તેઓ દઢપણે એમ માને છે કે પરંપરાગત વિચાર, આચાર અને માન્યતાઓ પડી ભાંગે એ પણ આધ્યાત્મિક એક Fellowship of the Spiritની સ્થાપના માટે આવશ્યક છે. બધાય લોકોના મનમાં આ ભાવના કાર્ય કરી રહી છે, બીજા માણસો ગમે એટલા વાવૃદ્ધ કે જ્ઞાનવૃદ્ધ હોય તે પણ તેમના હાથમાં માટીને પીડે બંનવા નારાજ એવા આજના યુવક વર્ગમાં તો આ ભાવના વિશેષ પ્રબળ બની રહી છે, કારણ કે લોકોમાં જાગૃતિ આવી છે. ૩ ધર્મ અને ફિલસૂફી વિષેના પેટા ખ્યાલે ખંખેરી નાખવાને યુગ આવી પહોંચ્યો છે, “અંતિમ સત્ય વિષેના વિચારને જીવનમાં પ્રયોગ કરવો એનું નામ ધર્મ” અને કોઈ ફિલસૂફી જો ધર્મને વિશે ખુલાસો ન કરી બતાવતી હોય તે તેને ફિલસુફી કહી જ ન શકાય. ધર્મને લગતી માન્યતાઓ જે તર્કની મદદથી બાંધેલા વિચારો સાથે મેળ ખાતી હોય તે વધારે સારું. ફિલસૂફીને ધર્મથી રંગવાને બદલે આપણે જે બની શકે તે ધર્મને ફિલસૂફીની કસોટીએ ચડાવ જોઈએ. તત્વચિન્તન જે આપણી માન્યતાઓનું સમર્થન કરવામાં આપણને મદદ ન કરે છે, એ પરથી એમ ફલિત થતું નથી કે આપણે તત્વચિંતન સિવાયની બીજી વસ્તુઓમાંથી અર્થાત્ લાગણી, સંકલ્પ અથવા અપરોક્ષ અનુભવ યા સાક્ષાત્કારમાંથી એને માટે આધાર ખોળી કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે ધર્મસિદ્ધાન્તના મૂળમાં બુદ્ધિગમ્ય ફિલસૂફી ન હોય તે નિષ્ફળ નીવડ્યા વિના ન જ રહે.૧૪ સત્યને આપણી નજર આગળથી સંતાડી રાખનાર વસ્તુ તે કેવળ બુદ્ધિને દોષ નથી, સ્વાર્થની વાસના પણ છે. અજ્ઞાન એટલે બુદ્ધિને ભ્રમ નહિ, પણ આત્માને અંધાપે છે. તે દૂર કરવા માટે આપણે આત્મા પર વળગેલા દેહ અને ઈદ્રિયોના મેલને ધોઈ કાઢવા જોઈએ, અને આત્મચક્ષની તને જગવવી જોઈએ.
ડૉ. રાધાકૃષ્ણન જે આદર્શવાદના પુરસ્કત છે તે પૂર્ણ આદર્શવાદ કે અધ્યાત્મવાદ છે. તે ભૌતિક આદર્શવાદ નથી. તેમના મતે પૂર્ણ આત્મપરાયણતા, કેઈ પણ આધ્યાત્મિક વિચારધારાનું મૂલ્ય માપવાને કટી પત્થર છે. આદર્શનિષ્ઠ દષ્ટિ સમજે છે કે બ્રહાડને અર્થ છે, મૂલ્ય છે, આદર્શ મૂલ્ય ગતિ આપનારાં પરિબળો છે, બ્રહ્માંડની ચાલકશક્તિ છે. તેઓ જીવનને હેતુપૂર્ણ અને અર્થપૂર્ણ ગણે છે અને તેઓ માનવને એક એવી ભૂમિકા સાથે જોડે છે કે જે સેન્દ્રિય જગતની મર્યાદાથી મુક્ત ન હોય, જીવનના આદર્શ વાદી અભિગમનું વિવરણ શક્ય તેટલી સ્પષ્ટ ભાષામાં તેમણે આપ્યું છે. પૂર્વ અને પશ્ચિમ બન્નેની આધ્યાત્મિક વિચારણાથી સુપરિચિત હોઈ તેઓ અર્વાચીન જગતનો પડકાર ઝીલી લઈ પ્રકૃતિવાદ, જડવાદ, ઉપયોગિતાવાદ. માનવતાવાદ વગેરે બધા વાદોના ધર્મના પર્યાય રૂપ થવાના દાવાની ચકાસણી કરે છે, સાથે સાથે તેઓ ભૌતિકશાસ્ત્ર,
તિષશાસ્ત્ર, અને જીવશાસ્ત્ર જેવાં વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી સિદ્ધિઓની મૂલવણી કરે છે, અને તેમની ધર્મની સર્વગ્રાહી ફિલસૂફી આપે છે.