________________
ગીતામાં પરમેશ્વરના અવતારની વાત છે. અવતારવાદ માણસ જાતને ન આધ્યાત્મિક સંદેશ આપે છે. અવતારો તે લડાયક દે છે, ને તેઓ પાપ અને દુરાચાર, મૃત્યુ અને વિનાશની સામે ઝુંબેશ ચલાવે છે. આધ્યાત્મિક જગતને જે નિયમ છે તે ગીતામાં છટાદાર ભાષામાં વર્ણવેલ છે. ઈશ્વરનો આવિર્ભાવ તે જગતમાં સદાકાળ થયા જ કરે છે, માત્ર જ્યારે mતની વ્યવસ્થામાં પાપનું પલ્લું નમી જાય છે ને અધર્મને સુમાર રહેતો નથી ત્યારે તે આવિર્ભાવ ઉગ્ર રૂપમાં થવા પામે છે. પરમાત્માને અવતાર એ કે અમુક જ મનુષ્યમાં પ્રગટ થાય છે, એવું માની લેવાની જરૂર નથી, એ તે જગતમાં સર્વત્ર પ્રગટ થાય છે, એ અવતાર પિતાના જીવનમાં પ્રગટ કરવાની શકિત દરેક વ્યક્તિમાં પડેલી છે. ૩૧ અવતાર એ માણસનું રૂપ ધારણ કરીને ઉતરી આવેલ ઈશ્વર છે, ઊર્ધ્વગતિ કરીને ઈશ્વર પદે પહોંચેલે માણસ નથી. (શ્રી અરવિંદ ઘોષને આથી ભિન્ન મત છે તે અહીં ધ્યાન દોરવું રહ્યું) ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કમને સમન્વય છે એમ રાધાકૃષ્ણન માને છે. તેઓ બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાય સાથે ગીતાનું સામ્ય દર્શાવે છે. મહાયાન સંપ્રદાયના વિચારે દાર્શનિક અતવાદ અને ભક્તિભરી શ્રદ્ધાને સંયોગ કર્યો છે. તેમાં તે ભ. ગીતાને મળતો આવે છે. સાથે સાથે ગીતાએ બૌદ્ધધર્મના મહાયાન સંપ્રદાય પર પણ અસર કરી છે એમ જણાય છે. ભગવદગીતા આપણી આગળ જે ઉંચ્ચતમ ધ્યેય રજૂ કરે છે તેમાં કર્મને કૌશલની સાથે ચિંતનની અવિચળ. શાન્તિને સંગ થયેલ છે. ઉદા. ત. ગીતાને છેલ્લે લૅક લઈએ: અર્થાત્ કૃષ્ણની ધ્યાનશક્તિ-એકલી કશા કામની નથી. તેની સાથે અજુનની ધનુર્વિદ્યા પણ જોઈએ, કેવળ ચિતનપરાયણ ભેગી નહીં, પણ વહેવારમાં રોપો માણસ–રાજા પણ જોઈએ. યોગી અને ધ્યાની કર્મરૂપી તપમાં ધ્યાનની શક્તિ રેડે છે, બેન સંયોગ સાધે છે, ધ્યાન અને કર્મને પરિણય કરાવે છે...આ ધ્યેય ગીતાએ આપણી સામે રજૂ કરેલું છે.
છે. રાધાકૃષ્ણન દ્વારા વેદાન્તનું અને ખાસ કરીને અદ્વૈત વેદાન્તનું અને તેમાં પણ શાંકર વેદાન્તની શાખાનું જે અર્થઘટન કરવામાં આવ્યું છે અને તે દ્વારા તેમણે જે કશીક પુનઃરચના સૂચવી છે, તેમાં મુખ્ય લાક્ષણિક મુદ્દાઓ આપણે જોઈએ.૩૨ અસરકારક અર્થઘટનમાં આલોચના અને મૂલ્યાંકનનો સમાવેશ થઈ જાય છે. જે શબ્દ નિર્લેપ અને નિષ્પક્ષ અલેચના કરીએ તે જ તેનું સ્થાન દર્શનમાં નિશ્ચિતપણે સ્થાપી શકાય. ૩૩ વળી દર્શનના ઈતિહાસને અભ્યાસ કરવામાં માત્ર સહાનુભૂતિપૂર્ણ પૂર્વકલ્પનાઓની જ નહિ પણ સર્જનાત્મક અને ગહન આંતઝની પણ આવશ્યકતા છે, આજના ધમધયુક્ત સંશયવાદી યુગમાં તે તે વધારે જરૂરી બને છે, ઠે. રાધાકૃષ્ણન એમ માને છે કે
જ્યારે ધાર્મિક કે દાર્શનિક પુનર્ધટન કરવાને કઈ મહાન પ્રયત્ન થાય છે, ત્યારે પહેલાં સંશયવાદનું પ્રચંડ મોજુ' આવે છે, રૂઢિઓ તૂટી જાય છે, પરિણામે નવી શ્રદ્ધાના ઉત્થાન માટે ભૂમિકા તૈયાર થતી જાય છે. આથી આધુનિક જ્ઞાન અને વિવેચના સાથે બંધ બેસે એ રીતે આપણે સાર્વત્રિક સત્યનાં નવેસર વિધાન કરવાની જરૂર છે. એક બાજુએ રૂઢિના જુલમ ઉપર વિજય મેળવવાનું અને બીજી બાજુએ વિચ્છેદક વ્યક્તિવાદને લીધે નીપજતી અરાજકતાને ટાળવાનું બેવડું કામ આપણે કરવાનું છે. ગંભીર પ્રશ્નો ઉપર સતત ચિંતન કરવાના ચાલુ પ્રયત્ન દ્વારા જ આપણું ભૂતકાળની ભૂલોને