________________
૧
છે અને તેથી જેમને આત્મદર્શન થયું હોય છે તેઓ જ્યાં સુધી અન્યાયનું નિવારણ કરવાનું હોય ત્યાં સુધી જગતમાં કામ કરે છે. '
એક ટીકા એવી કરવામાં આવે છે કે શંકરના અદ્વૈતવાદ તથા રામાનુજના વૈયક્તિક સેશ્વરવાદ વચ્ચે ડો. રાધાકૃષ્ણનનું તત્વજ્ઞાન ઘડિયાળના લોલકની માફક ઝોલાં ખાય છે.૩૪ આ ટીકા સામે ડો. રાધાકૃષ્ણનને જેવાથ એ છે કે ટીકાકાર અહીં પ્રથમથી જ એવી પૂર્વધારણા સાથે ચાલે છે કે સર્વોચ્ચ તત્ત્વ કાં તે નિરપેક્ષ, નિર્ગુણ નિરાકાર હોવું જોઈએ અથવા તે સાપેક્ષ, સગુણને સાકર; જેને તેઓ સ્વીકાર કરતા નથી, તે કઈ વળી એવી દલીલ પણ કરે છે કે ડો. રાણાકૃષ્ણન શંકરને હેગલની દષ્ટિથી જુએ છે. અન્ત: અનુભૂતિને સંબંધમાં આ ટીકા છે. એક બાજુથી અન્ત:અનુભૂતિને પ્રામાણ્ય નિરપેક્ષ માનવી કે સ્વતસિદ્ધ તરીકે સ્થાપવી અને બીજી બાજુથી તેની ચકાસણીમાં બુદ્ધિના તત્ત્વને દાખલ કરવું એ પિતાને મૂળ પક્ષ છોડી દેવા જેવું છે. એક બાજુથી શંકર અને બીજી બાજુથી રામાનુજ એમ બન્નેના તત્ત્વજ્ઞાનને આંશિક સ્વીકાર કે આંશિક અસ્વીકાર કરી શું કઈ મધ્યમમાર્ગ કાઢી શકાય તેમ છે ? ડો. રાધાકૃષ્ણનના મતે બને આચાર્યો વેદાન્ત તત્વજ્ઞાનની મહાન વિભૂતિઓ છે; પરંતુ તકલીફ એ છે કે એકમાં રહેલ સર્વોચ્ચ ગુણ તે બીજની ખામી બની જાય છે અને આથી ઉલટું પણ સાચું ઠરે છે. ૩૫ પરંતુ યથાર્થ તત્ત્વજ્ઞાન માટે બને પરસ્પર પૂરક નીવડે છે. શંકરના નિર્ગુણ બ્રહ્મને તથા રામાનુજન સગુણ બ્રહ્મને તેઓ છોડવા માગતા નથી. શંકર તાર્કિક સેશ્વરવાદ નિરૂપે છે એમ તેઓ માને છે. જો કે અન્ત: અનુભૂતિ દ્વારા પ્રસ્થાપિત નિરપેક્ષવાદ તથા તર્ક-યુક્તિ દ્વારા સ્થાપિત વ્યાવહારિક સેશ્વરવાદ વચ્ચે શું સંબંધ છે તે શંકર જણાવતાં નથી. ઠે. રાધાકૃષ્ણનને આશય શંકરના અતવાદમાંથી નિષેધનું તત્ત્વ દૂર કરવાનો જણાય છે, પરંતુ તેઓ તેમાં સફળ થયા છે ? શંકર અને બ્રેડલે માને છે તેમ ઈશ્વર એ નિરપેક્ષ, નિર્ગુણ બ્રહ્મને આભાસ કે વિવર્ત માત્ર નથી, પરંતુ તે અમુક દષ્ટિબિંદુથી જણાતે નિર્ગુણ બ્રહ્મ જ છે, હવે જે નિર્ગુણ બ્રહ્મ જ માત્ર પરમ સત્ હોય તે જગતના અસ્તિત્વને કેમ સમજાવવું . રાધાકૃષ્ણના મતે જગત એ ઈશ્વરની આત્માભિવ્યક્તિ છે. સૃષ્ટિકર્તા અને સર્જન બને એકરૂપ બની જાય છે ત્યારે ઈશ્વર નિર્ગુણમાં સરી પડે છે, જે માટે ડો. રાધાકૃષ્ણને શંકરની ટીકા કરી છે કે તે ઈશ્વરને નિરપેક્ષ નિર્ગુણ બ્રહ્મ જેડે સાંકળી શક્યા નથી. તેને ડો. રાધાકૃષ્ણન વિધાયક રીતે કઈ રીતે સાંકળે છે? એને એક શક્ય જવાબ એ છે કે તેઓ પોતાને અંત: અનુભૂતિના સિદ્ધાંત દ્વારા આ કાર્ય સાધે છે. આપણું બુદ્ધિ માટે ઈશ્વર એ સત્ય છે, આપણું પ્રજ્ઞા માટે નિર્ગુણ બ્રહ્મ સત્ય છે. અહીં પ્રજ્ઞા અર્થ તેઓ Integral Experience એવો કરે છે, ચેકસતા અને છતાં અ-વક્તવ્યપણું કે જે અંગેના વિચારનું આદાન પ્રદાન થઈ શકતું નથી તે અહીં અંત:અનુભૂતિની કસટી બને છે, છતાં બુદ્ધિ અને અ–પરોક્ષ અનુભવ અલગ કે અસતત નથી; અત:પ્રજ્ઞા અ– બૌદ્ધિક નથી, પરંતુ જેની બુદ્ધિ દ્વારા વિભાવના યોજી શકાતી નથી તેવી સ્થિતિ છે. વ્યવહિતતા અને અ-- વ્યવહિતતા બન્નેનું, જેમાં પૂર્ણ આકલન થાય તે બૌદ્ધિક અત: અનુભૂતિ છે. આજ