Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ લેખકનું વક્તવ્ય વૃક્ષની ફળફૂલ આદિ સંપત્તિનું ખરું કારણ જાણવા તેના મૂળ સુધી નજર દોડાવવી પડે છે; તેવી જ રીતે આ પુસ્તકમાં બતાવેલી ઉચ્ચારણશુદ્ધિની કળાનું મૂળ શોધવા માટે પણ મારે મારા ભૂતકાળ તરફ નજર દોડાવવી પડે તેમ છે. ભૂતકાળ તરફ ડોકિયું કરતાં સ્વ.પ.પૂ. પંન્યાસપ્રવરશ્રી કાન્તિવિજયજી ગણિવરનો ઉપકાર યાદ આવ્યા વિના રહેતો નથી. મારા પરમ પુણ્યોદયે દીક્ષા લીધા પછી તરત જ મને તેઓશ્રીની પાવન નિશ્રામાં ત્રણેક વર્ષ જેટલો સમય રહેવાની તક મળી હતી. તેઓશ્રી ઉચ્ચારણશુદ્ધિના ખાસ આગ્રહી હતા, તેથી નવદીક્ષિત સાધુને સૌપ્રથમ સૂત્રો શુદ્ધ કરી લેવાની પ્રેરણા અવશ્ય કરતા, તે અંગેનું માર્ગદર્શન આપતા અને એમાં સહાય પણ કરતા. ( પ્રતિક્રમણ ભણાવતી વખતે સૂત્રોમાં મારી કેટલીક ભૂલો અને અશુદ્ધિઓ જોઈને તેઓશ્રીએ તે તરફ મારું ધ્યાન દોરી ભૂલો સુધારી લેવાની અને ઉચ્ચારણશુદ્ધિ કરી લેવાની મને પ્રેરણા કરી હતી, પરંતુ ત્યાં સુધી તો હું એમ જ માનતો હતો કે સૂત્રોમાં મારી કોઈ ભૂલ નથી અને મારાં ઉચ્ચારણ પણ શુદ્ધ જ છે, કારણ કે સંસારીપણામાં સાથે પ્રતિક્રમણ કરનારા શ્રાવકો પણ એમ જ કહેતા કે તમારાં સૂત્રો બહુ શુદ્ધ છે, ઉચ્ચારણ પણ સ્પષ્ટ છે, પણ મારાં સૂત્રો ક્યાંક ક્યાંક ભૂલવાળાં છે અને ઉચ્ચારણ પણ અશુદ્ધ છે, એવું તો તે વખતે મને પ્રથમ વાર જ જાણવા મળ્યું. મેં ખુશ થઈને તરત જ તેઓશ્રીની પ્રેરણા ઝીલી લીધી અને તેઓશ્રીની પાસે ભૂલો સુધારવાની તેમ જ શુદ્ધ ઉચ્ચારણકળા શીખવાની શરૂઆત કરી દીધી. તેઓશ્રીએ મને શુદ્ધ ઉચ્ચારણપૂર્વક નવકારમગ્ન સંભળાવ્યો. તેઓશ્રીના પવિત્ર મુખેથી શુદ્ધ ઉચ્ચારણપૂર્વક નવકારમંત્રનું શ્રવણ કરવાથી મારાં જ્ઞાનાવરણીય કર્મનાં ગાઢ આવરણ કાંઈક આછાં થયાં, ક્ષયોપશમ ખીલ્યો અને તેઓશ્રીની કૃપાથી મને જોડાક્ષરોનાં શુદ્ધ ઉચ્ચારણ કરવાની કળા પ્રાપ્ત થઈ. પછી મેં સ્વયં બધાં સૂત્રોની મારી ભૂલોનું અને ઉચ્ચારણની અશુદ્ધિઓનું નિવારણ કરી, એક પણ ભૂલ વગર ખૂબ જ શુદ્ધિપૂર્વક બધાં સૂત્રો તેઓશ્રીને સંભળાવી દીધાં. એટલું જ નહિ, શુદ્ધ કરેલાં એ સૂત્રોને પ્રયત્નપૂર્વક હૃદયમાં સારી રીતે ધારણ પણ કરી રાખ્યાં, તેથી તેઓશ્રીનું ચિત્ત અત્યન્ત પ્રસન્ન થયું. એક પણ ભૂલ વિના શુદ્ધ ઉચ્ચારણપૂર્વક પ્રતિક્રમણ ભણાવવાથી મારા ઉપર તેઓશ્રીની કૃપા દિન-પ્રતિદિન વધતી જ રહી. એના ફળ તરીકે મારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76