Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ સામાયિકમાં વર્જવાના ૩૨ દોષ - વિસ્તારથી મનના ૧૦ દોષ (૧) અવિવેક દોષ : સામાયિકના સમય દરમિયાન આત્મહિત સિવાય બીજા વિચાર કરવા. (૨) યશકીર્તિ દોષ : લોકમાં પોતાની વાહ વાહ થાય એવી ઇચ્છાથી સામાયિક કરવું. (૩) લાભવાંછા દોષ : સામાયિક કરવા દ્વારા કોઈ પણ જાતના ધનની ઈચ્છા રાખવી. (૪) ગર્વ દોષ : બધા કરતાં મારું સામાયિક સારું છે, હું બધાથી ચડિયાતો છું વગેરે ગર્વભર્યા વિચાર કરવા. (૫) ભય દોષ : હું સામાયિક નહિ કરું તો લોકો મારું ઘસાતું બોલશે એવા ભયથી સામાયિક કરવું. (૬) નિદાન દોષ : સામાયિકના ફળ રૂપે કોઈ પણ જાતના સાંસારિક સુખની ઇચ્છા રાખવી. (૭) સંશય દોષ : મને સામાયિકનું ફળ મળશે કે નહિ એવી શંકા રાખીને સામાયિક કરવું. (૮) રોષ દોષ : કોઈ પણ કારણથી ઉત્પન્ન થયેલા રોષમાં ને રોષમાં સામાયિક કરવું. (૯) અવિનય દોષ : જ્ઞાન, દર્શન, ચારિત્ર અને એના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનય વગર સામાયિક કરવું. (૧૦) અબહુમાન દોષ : ભક્તિભાવ, બહુમાનભાવ અને ઉમંગ રહિતપણે સામાયિક કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76