________________
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૨૪૩ ચરવળાની દાંડી ભાંગ્યા-તૂટ્યા વિનાની અખંડ અને દશી સારી રીતે પૂંજી શકાય તેટલા પૂરતા પ્રમાણમાં તેમ જ સ્વચ્છ હોવી જોઈએ.
આપણો આત્મા ૨૪ દંડકથી દંડાયેલો છે અને ૮ કર્મથી બંધાયેલો છે. ૨૪ દંડકથી મુક્ત થવા દાંડીનું પ્રમાણ ૨૪ આંગળનું ને ૮ કર્મથી મુક્ત થવા દશીનું પ્રમાણ ૮ આંગળનું છે એવો ભાવ તારવી શકાય.
લાકડું(કાષ્ઠ), પ્લાસ્ટિક વગેરે દરેક વસ્તુના ગુણધર્મ જુદાજુદા હોય છે. કાઠમાં (પ્લાસ્ટિક, સ્ટીલ વગેરેથી જુદો) વિશિષ્ટ પ્રકારનો એક ઉત્તમ ગુણધર્મ રહેલો છે, માટે ચરવળાની દાંડી કાષ્ઠની હોય તે ઉત્તમ છે, તેમાં પણ ચંદનના કાષ્ઠની હોય તે વધારે ઉત્તમ ગણાય.
આજ્ઞા પ્રમાણે પુરુષોએ ગોળ દાંડીનો અને સ્ત્રીઓએ ચોરસ દાંડીનો જ ચરવળો રાખવો જોઈએ. પુરુષોએ ચોરસ દાંડીનો અને સ્ત્રીઓએ ગોળ દાંડીનો ચરવળો વપરાય નહીં.
૧૯ સામાયિક ઊભાં-ઊભાં લેવાય. સામાયિક લેવાની ક્રિયામાં ખમાસમણ દેતી વખતે ૧૭ સંડાસા ( (શરીરના સાંધાના ભાગો) પૂંજવા માટે ચરવળો અવશ્ય જોઈએ.
૨૦. સામાયિક લેતાં પહેલાં ગુરુવંદન કરવું જોઈએ. સામાયિક લીધા પછી ગાથા આપવા-લેવા માટે પણ ગુરુવંદન કરવું જોઈએ. ગુરુવંદન કર્યા પછી ગાથા આપતાં લેતાં પહેલાં ગુરુમહારાજનો વિનય કરવા માટે ‘વાયણા સંદિસાહું ?’ ‘વાયણા લેશું ?' ‘ઇચ્છકારી ભગવન્ પસાય કરી વાયણા પસાય કરશોજી' એ ત્રણ આદેશ માગવા જોઈએ.
-
૨૧. સામાયિક કરવા માટે કટાસણું પાથરતાં પહેલાં જમીન શુદ્ધ ને જીવજંતુરહિત છે કે નહિ, તે સારી રીતે જોઈ લેવું જોઈએ. ત્યાર પછી બેસવાની જમીન ચરવળાથી ત્રણ વાર સારી રીતે પૂંજીને જીવજંતુરહિત પવિત્ર જમીન ઉપર જ કટાસણું પાથરવું જોઈએ. કટાસણું ઝાટકીને પથરાય નહિ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org