Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 66
________________ ૪૮ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર - પાર્યા વિના બીજું અને ત્રીજું સામાયિક લેવાની વિધિમાં છેલ્લે “સઝાય કરું ?' એ આદેશને બદલે “સક્ઝાયમાં છું' કહેવું અને ત્રણને બદલે એક જ નવકાર ગણવો. આમ બબ્બે ઘડીના અંતરે અલગ-અલગ ત્રણ વાર સામાયિકદંડક ઉચ્ચરીને પૂર્વનાં બે સામાયિક પાર્યા વગર સળંગ ત્રણ સામાયિક કરી શકાય છે. પછી ઉપરા-ઉપરી ચોથું સામાયિક પણ કરવાની ભાવના હોય ત્યારે ઠલ્લા-માત્રાની જરાય શંકા ન હોય તોપણ ત્રીજું સામાયિક પારવાની વિધિ અવશ્ય કરવી જોઈએ. - ત્રીજું સામાયિક પારીને જ ચોથું સામાયિક લઈ શકાય એવી મર્યાદા છે. સામાયિક-ધર્મનું પાલન નિરંતરાયપણે થઈ શકે તે માટેની આ મર્યાદા છે. આપણે આ કલ્યાણકારી મર્યાદાનું પાલન અવશ્ય કરવું જોઈએ. ૩૯. ઠલ્લા-માત્રાની શંકા ટાળીને સામાયિક લેવા છતાં વૃદ્ધાવસ્થા અને નાદુરસ્ત તબિયતને કારણે અચાનક તબિયત બગડવાથી ઠલ્લા-માત્રાની અણધારી-આકસ્મિક શંકા થઈ જાય અને એને રોકવાની શક્તિ ન હોય ત્યારે જયણાપૂર્વક શંકા ટાળી ગીતાર્થ ગુરુભગવંત પાસે તે દોષનું પ્રાયશ્ચિત્ત લઈને વાળી આપવું જોઈએ. નાદુરસ્ત તબિયતવાળાએ આ વિષયમાં વિશેષ ગુરુગમથી જાણી લેવું જોઈએ. ૪૦. સામાયિક લેવા-પારવાની ક્રિયા કરતી વખતે જ આપણી અને સ્થાપનાજી વચ્ચેથી કોઈ પંચેન્દ્રિય જીવ ચાલીને નીકળી જાય તો જ આડ પડી ગણાય, પણ સામાયિક લેવા-પારવાની ક્રિયા થઈ ગયા પછી આડ પડી ગણાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76