Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004949/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર પૂ. મુનિરાજશ્રી હિતવિજયજી મહારાજ Jain Eddation International hele Fessely Page #2 -------------------------------------------------------------------------- ________________ Think ધર્મલાભ મન્થઐણ વંદામિ P यसंधवाणी પૂ. ગુરુમહારાજ માર્ગમાં મળે ત્યારે વાહન ઉપરથી ઊતરી, પગરખાં ઉતારી, બે હાથ જોડી, મસ્તક નમાવી મત્થએણ વંદામિ' કહેવું જોઈએ. Page #3 -------------------------------------------------------------------------- ________________ માતા-પિતાના ઉપકારોની I પુણ્ય-સ્મૃતિ લોકમાં કહેવાય છે કે “સુપુત્રો પોતાના શરીરની ચામડીનાં પગરખાં બનાવીને માબાપને પહેરાવે તોપણ એઓ એમના અગણિત ઉપકારનો બદલો વાળી શકતા નથી.” ધર્મશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે “જેઓ પોતાનાં માબાપનો ઉપકાર ઓળવે છે કે ભૂલી જાય છે તેઓ ધર્મ કરવા માટે લાયક બની શકતા નથી.” કૃતજ્ઞભાવે અને પુણ્યપ્રતાપે અમારાં માતાપિતાના ઉપકારો અમારાથી વીસર્યા વસરાતા નથી. અમારા પરમ પુણ્યોદયે એમના અગણિત ઉપકારોને વધાવવાનો પવિત્ર અવસર આજે અમને પ્રાપ્ત થયો છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર – મુનિજીવનના આ પાર આચારોમાં પ્રથમ નંબરે જ્ઞાનાચાર (ભણવું-ભણાવવું) બતાવાયો છે. આઠ પ્રકારના શાસનપ્રભાવક મુનિઓમાં પ્રથમ નંબરના શાસનપ્રભાવક તરીકે જ્ઞાની મુનિને જ બતાવાયા છે. “પઢમં નાઇr તો ર” (પ્રથમ જ્ઞાન પછી દયા) આ સૂત્ર પણ જ્ઞાનનો જ મહિમા બતાવનારું છે. પૂ. પિતાશ્રી જશવંતલાલ જેઠાલાલ શાહ તથા પૂ. માતુશ્રી નયનાબહેનના અમારા ઉપરના અગણિત ઉપકારોની પુણ્યસ્મૃતિને અમારા હૃદયમાં ચિરંજીવ રાખવા માટે તથા જિનાજ્ઞા મુજબનાં અમારાં પુણ્યકાર્યોની અનુમોદના નિમિત્તે અનેક પ્રકારનાં દાનોમાં શાનદાનની ઉત્તમતા ઉપકારકતા જાણીને પૂ. મુનિશ્રી હિતવિજયજી લિખિત અત્યંત ઉપયોગી આત્મહિતકર આ અમૂલ્ય પુસ્તકને પૂ. સાધર્મિક બંધુઓના કરકમલમાં મૂકીને અમે ધન્યતા અનુભવીએ છીએ. સરનામુ વિજય સેલ્સ દવે કૉપ્લેક્સ ઢીકવા ચોકી ઢાળ, ગાંધી માર્ગ, અમદાવાદ-૧ ફોન ૨૨૧૩૬ ૮૩૦ (O). લિ ભવદીય સમીર જશતલાલ શાહ વિશાલ જશવંતલાલ શાહના સાદર-સસ્નેહ પ્રણામ Page #4 -------------------------------------------------------------------------- ________________ આશાતનાથી બચો ઘરમાં દેવ-ગુરુની પ્રતિમા અને ફોટા જયાં ખાવાપીવા આદિની પ્રવૃત્તિ ન થતી હોય ત્યાં જ રાખવા જોઈએ. તેવી જગ્યાના અભાવે પ્રતિમા અને ફોટા રાખવા હોય તો તેની આડે સુયોગ્ય રીતે સુંદર પડદા આદિની વ્યવસ્થા કરવી જોઈએ. જયાં ધૂમ્રપાન તથા કામાદિની અશિષ્ટ ચેષ્ટાઓ વગેરે થતું હોય ત્યાં દેવ-ગુરુની પ્રતિમા અને ફોટા તથા માબાપના ફોટા પણ ઉઘાડા તો ન જ રખાય. આડો પડદો રાખવાથી દેવગુરુની આશાતનાથી બચી જવાય છે. તેમના પ્રત્યેનો તેમ જ માબાપ આદિ ઘરના વડીલો પ્રત્યેનો આદરભાવ અને મર્યાદા જળવાય છે એથી ઘણો લાભ થાય છે. મહાવીર જયંતી' એમ લખાય પણ નહિ અને બોલાય પણ નહિ. ચૈત્ર સુદ ૧૩ના દિવસને “મહાવીર જન્મકલ્યાણકદિન' કહેવાય. પર્યુષણના પાંચમા દિવસને “મહાવીરજન્મવાચનદિન' કહેવાય. આ બંને દિવસને “મહાવીર જયંતી” કહેવાય જ નહિ. સામાન્ય માણસ માટે વપરાતો “જયંતી” શબ્દ તીર્થંકર પરમાત્મા જેવા લોકોત્તર મહાપુરુષ માટે વપરાય જ નહિ. મહાવીર જયંતી' એમ લખવાથી અને બોલવાથી શ્રી મહાવીર પ્રભુની આશાતના થાય છે. આપણે આશાતનાથી બચવું જોઈએ. શિક્ષણ કોને કહેવાય ? - હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ મોટાં પાપ છે. આપણા આત્માએ અનાદિકાળથી અનંત જન્મોમાં આ મહાપાપોનું વારંવાર સેવન કરેલું છે. તેથી આપણા આત્મામાં આ પાંચેય મહાપાપોના અતિ ગાઢ સંસ્કાર પડેલા છે. નિમિત્ત પામી-પામીને એ પાપસંસ્કારો પ્રગટ થયા કરે છે. આપણા આત્મામાં પડેલા આ પાપસંસ્કારોનો ઉત્તરોત્તર ઘટાડો કરે અને સુસંસ્કારોનું બીજારોપણ કરે એવા શિક્ષણને જ સાચું શિક્ષણ કહેવાય. પણ જે શિક્ષણ એ પાપસંસ્કારોનો નારો કરવાને બદલે એનું પોષણ કરનારું હોય, એવા શિક્ષણને શિક્ષણ કહેવાય નહિ. કહેવું હોય તો એને કુશિક્ષણ કે પાપશિક્ષણ કહેવાય. Page #5 -------------------------------------------------------------------------- ________________ અહં નમઃ આત્મ-કમલ-વીર-દાન-પ્રેમ-રામચન્દ્ર-રવિચન્દ્રસૂરિસગુરુભ્યો નમઃ | જૈન જયતિ શાસનમ્ | સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર (ચૈત્યવંદન વિધિ સહિત) (ધાર્મિક સૂત્રોમાંના જોડાક્ષરોવાળા કઠણ શબ્દોના સરળતાથી શુદ્ધ ઉચ્ચાર કરવા અંગેનું માર્ગદર્શન કરાવતું અજોડ પ્રકાશન) : લેખક : પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ ગચ્છાધિપતિ સ્વ.૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક સમાધિનિષ્ઠ નીડરવક્તા સ્વ.પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રવિચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી હિતવિજયજી મહારાજ : પ્રકાશક : જયપાલ મણિલાલ સંઘવી clo, અલકા ટ્રેડર્સ ૧૫૫૪, કાળુપુર રોડ, મનસુખભાઈની પોળના નાકે, અમદાવાદ-૩૮૦ ૦૦૧ મૂલ્ય : રૂ. ૨૫=૦૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ નવી આવૃત્તિ નકલ : ૧૦00 : પ્રાપ્તિસ્થાન : અલકા ટ્રેડર્સ ૧૫૫૪, કાળુપુર રોડ, જ્ઞાનમંદિર પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૨૧૩૧૬૧૩ (૦), ૨૬૬૦૨૯૫૬ (R), ૯૩૭૬૧૦૫૬૬૦ (M) ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૨૧૪૪૬૬૩, ૨૨૧૪૯૬૬૦ રૂપ્સ એન્ટરપ્રાઈઝ શાંતિનાથ ઍસ્ટેટ, પહેલો માળ, શેખનો પાડો, ઝવેરીવાડ સામે, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, ફોન : ૨૨૧૩૦૩૪૪, (O) : લેસર કંપોઝ : મનીષ ગજ્જર ૨૦૧, ઘનશ્યામ ઍવન્યૂ, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : ૯૮૨૫૭૨૩૫૨૦ • મુદ્રક ઃ ભગવતી ઑફસેટ સી/૧૬, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૪ २ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પૂ. મુનિશ્રી હિતવિજયજી મહારાજ દ્વારા લખાયેલું ‘સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર' નામનું આ અગત્યનું અને અજોડ પુસ્તક શ્રી સંઘ સમક્ષ રજૂ કરતાં અમે અનહદ આનંદ અનુભવીએ છીએ. આ પુસ્તકનું લખાણ તૈયાર કરવા પાછળ પૂજ્યશ્રીએ ઉઠાવેલો પરિશ્રમ, લીધેલી કાળજી વગેરેનો ખ્યાલ, સૂક્ષ્મ અવલોકન કરનારને તેમજ વિહંગાવલોકન કરનારને પણ આવશે. ઘણા ટૂંકા ગાળામાં જ આ પુસ્તકની નવી આવૃત્તિ પ્રગટ થાય છે. આ આવૃત્તિમાં આઠ પાનાંનો ચૈત્યવંદન વિધિનો નવો વિભાગ ઉમેરાયો છે. આ રીતે આ પુસ્તકની ઉપયોગિતા વધે છે. આ પુસ્તકનો ઝીણવટભર્યો અભ્યાસ કરવા-કરાવવા દ્વારા ધાર્મિક શિક્ષકો, પાઠશાળાનાં બાલક – બાલિકાઓ અને શ્રાવક-શ્રાવિકાઓ ધાર્મિક સૂત્રો શુદ્ધ ઉચ્ચારપૂર્વક શીખવા – શીખવવા વડે તેમજ અતિચારમાં જણાવ્યા મુજબ સૂત્રની, અર્થની અને સૂત્રાર્થ ઉભયની અશુદ્ધિ ટાળવાનો પ્રયત્ન કરીને પોતાના જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા કરવા સાથે, સૂત્રોના અશુદ્ધ ઉચ્ચાર કરવાથી થતાં સ્વ-પરના જ્ઞાનાવરણીય કર્મના બંધને અટકાવી શીઘ્ર આત્મશ્રેય સાધે એ જ શુભાભિલાષા. અશુદ્ધિ ટાળીને શુદ્ધિનો આગ્રહ રાખવારૂપ જ્ઞાનાચારના આરાધન માટે આ પુસ્તકને અત્યુપયોગી જ નહિ, અનિવાર્ય ગણવું જોઈએ એવો અનુરોધ કરીએ છીએ. અસભ્યતા ટાળીએ, જ્ઞાનનો આદર કરીએ અને જ્ઞાનની આશાતનાથી બચવાનો પ્રયત્ન કરીએ. પુસ્તકનાં પાનાં ફેરવવા માટે આંગળીને થૂંકવાળી કરાય નહિ. પવિત્ર જ્ઞાનને (પુસ્તકને ) અપવિત્ર એવું થૂંક લગાડાય નહિ. આંગળીને થૂંકવાળી કરીને પુસ્તકનાં પાનાં ફેરવવાં એ અસભ્ય અને ગંદી-ગોબરી ટેવ છે. આ ગંદી ટેવ દેખાદેખીથી પડે છે. થૂંકવાળી આંગળી કરીને પુસ્તકનાં પાનાં ફેરવવાથી પૂજનીય જ્ઞાનની આશાતના થાય છે. આપણે આત્મહિતકર જ્ઞાનનો આદર કરીએ, આશાતના ટાળીએ, જ્ઞાનાવરણીય કર્મના બંધથી બચીએ અને આત્મહિત સાધીએ ! ३ પ્રકાશક Page #8 -------------------------------------------------------------------------- ________________ લેખકનું વક્તવ્ય વૃક્ષની ફળફૂલ આદિ સંપત્તિનું ખરું કારણ જાણવા તેના મૂળ સુધી નજર દોડાવવી પડે છે; તેવી જ રીતે આ પુસ્તકમાં બતાવેલી ઉચ્ચારણશુદ્ધિની કળાનું મૂળ શોધવા માટે પણ મારે મારા ભૂતકાળ તરફ નજર દોડાવવી પડે તેમ છે. ભૂતકાળ તરફ ડોકિયું કરતાં સ્વ.પ.પૂ. પંન્યાસપ્રવરશ્રી કાન્તિવિજયજી ગણિવરનો ઉપકાર યાદ આવ્યા વિના રહેતો નથી. મારા પરમ પુણ્યોદયે દીક્ષા લીધા પછી તરત જ મને તેઓશ્રીની પાવન નિશ્રામાં ત્રણેક વર્ષ જેટલો સમય રહેવાની તક મળી હતી. તેઓશ્રી ઉચ્ચારણશુદ્ધિના ખાસ આગ્રહી હતા, તેથી નવદીક્ષિત સાધુને સૌપ્રથમ સૂત્રો શુદ્ધ કરી લેવાની પ્રેરણા અવશ્ય કરતા, તે અંગેનું માર્ગદર્શન આપતા અને એમાં સહાય પણ કરતા. ( પ્રતિક્રમણ ભણાવતી વખતે સૂત્રોમાં મારી કેટલીક ભૂલો અને અશુદ્ધિઓ જોઈને તેઓશ્રીએ તે તરફ મારું ધ્યાન દોરી ભૂલો સુધારી લેવાની અને ઉચ્ચારણશુદ્ધિ કરી લેવાની મને પ્રેરણા કરી હતી, પરંતુ ત્યાં સુધી તો હું એમ જ માનતો હતો કે સૂત્રોમાં મારી કોઈ ભૂલ નથી અને મારાં ઉચ્ચારણ પણ શુદ્ધ જ છે, કારણ કે સંસારીપણામાં સાથે પ્રતિક્રમણ કરનારા શ્રાવકો પણ એમ જ કહેતા કે તમારાં સૂત્રો બહુ શુદ્ધ છે, ઉચ્ચારણ પણ સ્પષ્ટ છે, પણ મારાં સૂત્રો ક્યાંક ક્યાંક ભૂલવાળાં છે અને ઉચ્ચારણ પણ અશુદ્ધ છે, એવું તો તે વખતે મને પ્રથમ વાર જ જાણવા મળ્યું. મેં ખુશ થઈને તરત જ તેઓશ્રીની પ્રેરણા ઝીલી લીધી અને તેઓશ્રીની પાસે ભૂલો સુધારવાની તેમ જ શુદ્ધ ઉચ્ચારણકળા શીખવાની શરૂઆત કરી દીધી. તેઓશ્રીએ મને શુદ્ધ ઉચ્ચારણપૂર્વક નવકારમગ્ન સંભળાવ્યો. તેઓશ્રીના પવિત્ર મુખેથી શુદ્ધ ઉચ્ચારણપૂર્વક નવકારમંત્રનું શ્રવણ કરવાથી મારાં જ્ઞાનાવરણીય કર્મનાં ગાઢ આવરણ કાંઈક આછાં થયાં, ક્ષયોપશમ ખીલ્યો અને તેઓશ્રીની કૃપાથી મને જોડાક્ષરોનાં શુદ્ધ ઉચ્ચારણ કરવાની કળા પ્રાપ્ત થઈ. પછી મેં સ્વયં બધાં સૂત્રોની મારી ભૂલોનું અને ઉચ્ચારણની અશુદ્ધિઓનું નિવારણ કરી, એક પણ ભૂલ વગર ખૂબ જ શુદ્ધિપૂર્વક બધાં સૂત્રો તેઓશ્રીને સંભળાવી દીધાં. એટલું જ નહિ, શુદ્ધ કરેલાં એ સૂત્રોને પ્રયત્નપૂર્વક હૃદયમાં સારી રીતે ધારણ પણ કરી રાખ્યાં, તેથી તેઓશ્રીનું ચિત્ત અત્યન્ત પ્રસન્ન થયું. એક પણ ભૂલ વિના શુદ્ધ ઉચ્ચારણપૂર્વક પ્રતિક્રમણ ભણાવવાથી મારા ઉપર તેઓશ્રીની કૃપા દિન-પ્રતિદિન વધતી જ રહી. એના ફળ તરીકે મારો Page #9 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમ રોજરોજ ખીલતો જ રહ્યો અને ઉચ્ચારણશુદ્ધિના વિષયમાં મને જાતજાતની સ્ફુરણાઓ પણ થવા લાગી. તે બધી સ્ફુરણાઓ આજે આ પુસ્તકરૂપે પ્રગટ થઈ રહી છે. પાઠશાળામાં ભણવા આવતાં બાળકો સારી રીતે ભણી-ગણીને તૈયાર થાય, જિનશાસનનું ઊંડું તત્ત્વજ્ઞાન મેળવે, એના દ્વારા સ્વપર કલ્યાણ કરે અને જિનશાસનને દીપાવે એવું આપણે સૌ ઇચ્છીએ છીએ. અહો ! પણ ઇચ્છાદેવી એકલી શું કરે ? પ્રયત્ન વિના તો એ પાંગળી છે. એટલે આપણી જે જાતની ઇચ્છા હોય એને અનુરૂપ આપણો પ્રયત્ન પણ હોવો જોઈએ. તો જ ઇષ્ટ ફળની સિદ્ધિ થાય ને અંતિમ મંજિલ સુધી પહોંચી શકાય. ઇચ્છા અને પ્રયત્ન એ બે સિદ્ધિનાં સોપાન છે. આપણી ઇચ્છા તો ભવ્ય છે, પણ આપણો પ્રયત્ન પાંગળો છે. બાળકો જ્ઞાની બની જિનશાસનને દીપાવનારાં બને તે માટે તન-મન-ધનનો જે ભોગ આપવો જોઈએ, તે ભોગ આપવા માટેનું લક્ષ નહિવત જ હોય છે. આપણી માતૃભાષા આપણને જન્મથી જ આત્મસાત્ થયેલી હોય છે. એટલે એ શીખવા માટે બાળકોને બહુ મહેનત કરવી પડતી નથી, પણ આપણાં પંચ પ્રતિક્રમણનાં મોટા ભાગનાં સૂત્રો પ્રાકૃત ભાષામાં છે, બહુ થોડાં સૂત્રો સંસ્કૃત ભાષામાં છે. આ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ઘણા જોડાક્ષરોવાળા કેટલાક શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરવાનું કામ ક્યારેક પંડિતોને માટે પણ કઠણ થઈ પડતું હોય છે, તો પછી અવિકસિત બુદ્ધિવાળાં બાળકોની શી વાત કરવી ? આ એક મુશ્કેલી છે. જગતમાં જેમ મુશ્કેલીઓ હોય છે, તેમ એને દૂર કરવાના ઉપાયો પણ હોય છે જ. કઠિન શબ્દોના ઉચ્ચારણની આપણી મુશ્કેલીને દૂર કરવાનો સીધો, સાદો ને સુંદર ઉપાય એ છે કે આપણાં પંચ પ્રતિક્રમણનાં સૂત્રોમાં આવતા ‘પાંચ્છિત્ત', ‘કાઉસ્સગ્ગ’, ‘પચ્ચક્ખામિ’, ‘જવણિજ્જ ચ ભે', ‘સમ્મિિટ્ટ', ‘પ્રોદ્યવંતાંશુ' જેવા કઠણ ઉચ્ચારણવાળા શબ્દોની એક અલગ યાદી તૈયાર કરવી જોઈએ અને તે બે પ્રતિક્રમણનાં અને પંચ પ્રતિક્રમણનાં સૂત્રોનાં સર્વ પુસ્તકોની પાછળ મોટા અક્ષરે છપાય તે જરૂરી છે. સૂત્રો કંઠસ્થ કરવા સાથે બાળકોની પાસે તે યાદીવાળા શબ્દો પણ શુદ્ધ ઉચ્ચારણ કરવાના માર્ગદર્શન મુજબ અલગ જ ગોખાવવા જોઈએ, જેથી સૂત્રો ગોખવાનું કાર્ય પણ સરળ બની જાય. + Page #10 -------------------------------------------------------------------------- ________________ ધર્મની બાબતમાં “એ તો બધું ચાલે', “ગમે તેવું ગરબડિયું પણ ચાલે” મનમાં ઘર કરી ગયેલી આવી માન્યતા દ્વારા ઉત્પન્ન થયેલી મનોદશાને કારણે ઘણી વાર મહત્ત્વની બાબતોને પણ સામાન્ય સમજીને એની ભારોભાર ઉપેક્ષા કરવામાં આવતી હોય છે. ભાષાની બાબતમાં પણ આપણે ગમે તેમ બોલીએ તોય ચાલે એવી એક માન્યતાને કારણે, ઉચ્ચારણશુદ્ધિની અવગણના કરીને એના પ્રત્યે ભારે દુર્લક્ષ સેવાતું હોય છે. પોતાના ઉચ્ચારણની ખામીઓ પોતાને ખટકે જ નહિ, પછી એ દૂર થવાનો અવકાશ રહેતો નથી. અશુદ્ધ ઉચ્ચારણ કે લેખન, આપણું પોતાનું હોય કે ભલે પારકું હોય તોપણ આપણને એ આંખમાં પડેલા કણાની જેમ ખૂંચવું જોઈએ, પગમાં વાગેલા કાંટાની જેમ ખટકવું જોઈએ. આવો ખટકો જેમને હતો એવા શ્રી વૃદ્ધવાદીસૂરિજીએ પોતાના વિદ્વાન શિષ્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીને ઉદ્દેશીને કહ્યું હતું કે, “મને બીજી કોઈ એવી પીડા નથી કે જેવી પીડા તારા “વાથીને બદલે “નાથસિ' એવા ખોટા શબ્દ-પ્રયોગની છે.” અશુદ્ધિઓ પ્રત્યેનો આવો ખટકો જો આપણામાં પણ આવી જાય તો ઉચ્ચારણશુદ્ધિ પ્રત્યે આપણું લક્ષ જરૂર વિશેષ પ્રકારે રહ્યા કરે. પડતા કાળના પ્રભાવે સામાયિક-પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓ કરનારો વર્ગ દિન-પ્રતિદિન કુશ અને કૃશતર થતો જાય છે. જે એક નાનકડો વર્ગ પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓ કરે છે, તેમાં પણ વિશેષ કરીને વૃદ્ધો જ હોય છે. બાલ અને યુવાન વર્ગ તો નહિવત જ હોય છે. જે વૃદ્ધ શ્રાવકો થોડી-ઘણી ધર્મક્રિયાઓ કરે છે, તેમાંનો પણ મોટો ભાગ એવો છે કે જેમને સૂત્રો, વિધિ વગેરે કાંઈ પણ આવડતું હોતું નથી. જે થોડાક શ્રાવકોને સામાયિક-પ્રતિક્રમણ આદિની વિધિ અને સૂત્રો આવડે છે, તે પણ તેમણે માંડ-માંડ ગોખીને તૈયાર કરેલાં હોય છે અને યાદ પણ મહામુસીબતે રાખેલાં હોય છે. તેમાં ભૂલો અને અશુદ્ધિઓ પાર વગરની હોય છે. જોડાક્ષરોનું જ્ઞાન જોઈએ તેવું હોતું નથી. રેફ-અનુસ્વાર-વિસર્ગ વગેરેની અશુદ્ધિઓ પણ પારાવાર હોય છે. તેથી ઉચ્ચારણ ઘણાં અશુદ્ધ હોય છે. અશુદ્ધ ઉચ્ચારણનો આવો વારસો તેઓ ક્યારેક પરંપરામાંથી મેળવી લેતા હોય છે, તો ક્યારેક એમાં પોતાની બેદરકારી પણ કારણભૂત હોય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આ પુણ્યાત્માઓને સૌપ્રથમ તો પોતાનાં સૂત્રો ઘણી ભૂલોવાળાં અને ઘણાં અશુદ્ધ ઉચ્ચારણવાળાં છે, એ વાત જ સમજમાં આવવી અને ગળે ઊતરવી એ મહાભારત કામ હોય છે. એમને આ વાત સમજાઈ જાય અને ગળે ઊતરી જાય એ હજી બનવાજોગ છે, પણ તેઓ ભૂલો સુધારવાની મહેનત કરે અને મહેનત કરે તોય ભૂલો સુધારી શકે, ઉચ્ચારણની ખામીઓ દૂર કરી શકે એ વાત તો અશક્યપ્રાય થઈ પડી હોય એમ જણાય છે. જીવોની યોગ્યતા દિન-પ્રતિદિન ઘટતી જતી હોવાને કારણે ભૂલો બતાવી શકાય એવી પણ પરિસ્થિતિ પ્રાયઃ રહેવા પામી નથી. આથી ઘણી વાર પૂજ્ય મુનિ ભગવંતો અને પાઠશાળાના અધ્યાપક પણ જાણવા છતાંય ભૂલો અને અશુદ્ધિઓની ઉપેક્ષા કરતા હોય છે, તેથી કેટલાકને તો રોજ સામાયિક-પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓનાં સૂત્રો બોલવા છતાંય, પોતાનાં સૂત્રોમાં ઘણી ભૂલો છે અને ઉચ્ચારણ પણ ઘણાં અશુદ્ધ છે, એ વાતની વરસો સુધી ખબર જ પડતી નથી. ઉચ્ચારણની અશુદ્ધિઓનાં કારણ વિચાર કરતાં ઉચ્ચારણની અશુદ્ધિઓનાં નીચે મુજબ અનેક કારણો જણાયાં છે : ૧. શાળાકીય શિક્ષણનું સ્તર દિન-પ્રતિદિન ઘણું નીચું ઊતરી રહ્યું છે, તેથી મોટા ભાગનાં બાળકો જોડાક્ષરોને સારી રીતે ઓળખી, વાંચી, બોલી કે લખી શકતાં નથી. ૨. મુદ્રણાલયોનાં બીબાં કે મરોડ પણ એવાં હોય છે કે બાળકો ઘ-ધ-ઘ' અને ‘દ-૬' આદિ અક્ષરોના ભેદ પારખી શકતાં નથી. ૩. બે પ્રતિક્રમણ આદિ સૂત્રોનાં પુસ્તકોમાં બિનજરૂરી અવગ્રહ ચિહ્નો (ડ) મૂકવામાં આવ્યાં હોય છે, જેને બાળકો તો ડગલાનો ‘ડ' જ સમજી લેતાં હોય છે. ૪. અડધી ગાથાના અન્તે જે ‘।' આવી ઊભી લીટી કરાય છે, તે મુદ્રણદોષના કારણે ઘણી વાર અક્ષરની એકદમ નજીક આવી જતી હોય છે, જેને બાળકો કાનો' સમજી લેતાં હોય છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૫. કેટલાંક પુસ્તકોમાં કાગળની વધુ પડતી કરકસર કરવા માટે છાપકામ ઘણું ગીચોગીચ કરવામાં આવ્યું હોય છે. અતિચાર જેવાં સૂત્રોમાં ઘણી વાર યોગ્ય રીતે ફકરા પણ પાડવામાં આવ્યા હોતા નથી. બાળકોને આવું ગીચ લખાણ જરાય માફક આવતું નથી. તેમને છૂટું અને મોટા અક્ષરોવાળું લખાણ જ માફક આવે છે. ૬. આજકાલ છપાતાં મોટા ભાગનાં પુસ્તકોમાં છાપ(પ્રૂફ)સંશોધન કાળજીપૂર્વક કરવામાં આવતું નથી. ‘દ્' કે ‘'ને બદલે ‘', ‘દ્દ'ને બદલે ‘દ' કે ‘દ્', ‘દુ'ને બદલે ‘', ધ'ને બદલે ‘ઘ', ‘દ્રુ'ને બદલે ‘દ્વ’, અવગ્રહ `ચિહ્નને બદલે ‘ડ' આમ એકને બદલે બીજા ભળતા જ અક્ષરો છપાયેલા હોય છે, તેમ જ બીજી પણ મુદ્રણ-વિષયક ભૂલો પાર વગરની હોય છે. - ૭. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જ્ઞાનનો અભાવ તેમ જ અપૂરતા ભાષાકીય શિક્ષણના કારણે અને અમુક માણસો અમુક અક્ષરોનું સાચું ઉચ્ચારણ કરી શકતા નથી, આવાં કારણસર પણ ઉચ્ચારણો અશુદ્ધ બને છે. ૮. કેટલાક શિક્ષકો સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જ્ઞાન વગરના હોય છે, તેથી તેમનાં પોતાનાં ઉચ્ચારણો જ અશુદ્ધ હોય છે. તેઓ બાળકોને અશુદ્ધ પાઠ આપે છે અને અશુદ્ધ પાઠ લે છે. આથી અશુદ્ધ ઉચ્ચારણોની પરંપરા ચાલતી રહે છે. ૯. બાળકો સૂત્રો ગોખતાં હોય ત્યારે તેઓ ખોટું ન ગોખે એનું ધ્યાન રાખવું જોઈએ, તે કાં તો રાખી શકાતું નથી કે રાખવામાં આવતું નથી. આમ ખોટું ગોખવાથી પણ ઉચ્ચારણો અશુદ્ધ બને છે. આમ અનેક કારણસર ભણનારનાં મુખમાં શરૂઆતથી જ ઉચ્ચારણની ખામી રહી જવા પામે છે, જે જીવનપર્યંત રહે છે અને પરંપરામાં પણ વહેતી રહે છે. જો બે પ્રતિક્રમણનાં અને પંચ પ્રતિક્રમણનાં સૂત્રોનાં પુસ્તક, તેમાં પદો, ગાથાઓ, ફકરા વગેરેની વ્યવસ્થિત ગોઠવણવાળાં, સૂત્રપાઠોના ભેદરહિત એટલે કે સર્વત્ર એકસરખા સૂત્રપાઠવાળાં, ‘ઘ-ધ-ઘ' અને ‘દ-૬' આદિ અક્ષરોના ભેદ સહેલાઈથી જાણી સારા મુદ્રણવાળાં, શકાય એવાં Page #13 -------------------------------------------------------------------------- ________________ સુસ્પષ્ટ અક્ષરોવાળાં, સારી બાંધણી (બાઈન્ડિગ)વાળાં ને ઊડીને આંખે વળગે એવાં આકર્ષક પ્રગટ થતાં રહે તેમ જ પાઠશાળાના અધ્યાપકો પણ શુદ્ધ ઉચ્ચારણનું જ્ઞાન ધરાવનારા બને તો ઉચ્ચારણ-દોષનું નિવારણ શક્ય બને ખરું. જ્ઞાનપંચમી, મૌન એકાદશી, સંવત્સરી જેવાં મોટાં પર્વોના દિવસોમાં પ્રતિક્રમણ ઘણું શાંતિથી અને સારી રીતે થવું જોઈએ, પરંતુ પ્રાય: એ મોટાં પર્વોના દિવસોમાં જ પ્રતિક્રમણની સભામાં ગરબડ, ઘોંઘાટ ને ટીખળ થતાં જોવાય છે, એનાં કારણો અનેક છે. એમાંનું એક કારણ સૂત્રો બોલનારની ખામી પણ હોઈ શકે છે. સૂત્રો બોલવાનો આદેશ લેનારા ભાવિકો સૂત્રો બધાને સંભળાય એવા મોટા અવાજે ને શુદ્ધ ઉચ્ચારણપૂર્વક મધુરપણે બોલતા હોય તો કોઈ પણ જાતની ગરબડ કર્યા વિના આખી સભા શાંતિથી તે સાંભળે અને બોલનાર-સાંભળનાર સૌનાં હૃદયમાં સારા ભાવ પણ જાગે. આવશ્યક ક્રિયાઓ જો સૂત્ર ને અર્થના શુદ્ધ આલંબનપૂર્વક કરાય તો તેનાથી અપૂર્વ કર્મનિર્જરા થાય. સૂત્રોના અર્થને નહિ જાણનાર પણ જો શુદ્ધ ઉચ્ચારપૂર્વક સૂત્રો બોલે તો તે પણ નિઃશંકપણે અપૂર્વ કર્મનિર્જરાના હેતુભૂત થાય. આ પુસ્તકની અંદર ઉચ્ચારણશુદ્ધિ અંગે શક્ય તેટલું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકનો લાભ ઉઠાવનાર વર્ગ ઘણો થોડો જ રહેવાનો. ૧૫-૧૬ વર્ષની વયના કુમારો ને નવયુવાનો તો હવે પાઠશાળામાં લગભગ જોવા મળતા જ નથી. પાઠશાળામાં ભણવા આવતાં બાળકો ઘણાં નાનાં હોય છે. એમને તો આ પુસ્તક સીધે સીધું ઉપયોગી થવાનો સંભવ જ નથી, કારણ કે આ પુસ્તકમાં લખેલી ઉચ્ચારણ -શુદ્ધિ અંગેની વાતો તેઓ સમજી શર્કે તેમ નથી. એટલે મોટે ભાગે તો પાઠશાળાના અધ્યાપકો જ આનો લાભ ઉઠાવી શકે તેમ છે, પણ બધા જ અધ્યાપક આનો લાભ ઉઠાવે એય બનવાજોગ નથી. આ પુસ્તકનો લાભ ઉઠાવનાર અધ્યાપક પણ ઘણા થોડા જ રહેવાના. ઘણા થોડા પુણ્યાત્માઓને પણ આ પુસ્તક પોતાની ભૂલો અને ઉચ્ચારણ -દોષ દૂર કરવામાં ને શુદ્ધ ઉચ્ચારણ કરવામાં સહાયક બનશે, તોપણ મારો આ પ્રયત્ન નિઃશંક ફળદાયી બનેલો ગણાશે. Page #14 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકનું લખાણ તૈયાર કરવામાં મને પૂ.આ.ભ.શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ.આ.ભ.શ્રી પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ.ભ.શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ, આ.શ્રી જયસુંદરસૂરિજી તેમજ શ્રી કે. કા. શાસ્ત્રી, ડૉ. નારાયણ કંસારા, ડૉ. ભારતી મોદી, પં. વ્રજલાલ વાલજી ઉપાધ્યાય, આદિનું સુંદર માર્ગદર્શન મળ્યું છે. તેઓશ્રી અત્યન્ત પ્રવૃત્તિશીલ હોવા છતાં આ પુસ્તક સંબંધી સર્વ કાર્યોમાં સંપૂર્ણ સહકાર આપતા રહ્યા છે. અંતે વિનમ્રભાવે જણાવવાનું કે આ વિષયમાં આ પ્રાથમિક કહી શકાય એવો પ્રયાસ હોવાથી એમાં અનેક ત્રુટિઓ હોવાનો સંભવ છે. સહૃદયી અધ્યાપકો એ જણાવશે તો એનું નિવારણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. મિત્રભાવે બતાવેલી ભૂલો તો મીઠી જ લાગે ! ભૂલો જાણવામાં આવે તો જ એનું નિવારણ થઈ શકે. વળી વિદ્વાન કૃપાળુ મુનિગણને સાંજલિ પ્રાર્થના છે કે તેઓ આ પુસ્તકમાં રહી જવા પામેલી ક્ષતિઓ અવશ્ય જણાવે. સજ્જનોને આવી અભ્યર્થનાની જરૂર ખરી ? હિતવિજય વિ.સં. ૨૦૬૧, વૈ. શુ. ૧૧ દાનસૂરિ-જ્ઞાનમંદિર, કાળુપુર, અમદાવાદ - ૩૮૦૦૦૧ અતિ આવશ્યક પ્રયાસ પાઠશાળામાં અભ્યાસ કરતાં બાલક-બાલિકાઓ શુદ્ધિપૂર્વક સૂત્રોનો અભ્યાસ કરે અને એમાં આગળ વધે એ માટે અપૂર્વ ધગશ ધરાવનાર મુનિશ્રી હિતવિજયજીએ કરેલો આ પ્રયાસ અતિ આવશ્યક અને અનુમોદનીય છે. આપણે ત્યાં ઘણા સમયથી ઉચ્ચારણશુદ્ધિ-વિષયક પુસ્તકની ઊણપ હતી, તે આજે આ પુસ્તકના પ્રકાશન દ્વારા દૂર થાય છે. - અધ્યાપકો અને અભ્યાસકો આ પુસ્તકની સહાયથી સૂત્રોનાં ઉચ્ચારણની શુદ્ધિ કેળવી, જ્ઞાનની આરાધના કરી આત્મશ્રેય સાધે એ જ અભ્યર્થના. પૂ.આ.શ્રી વિજય દેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ Page #15 -------------------------------------------------------------------------- ________________ શિક્ષકે પણ શીખીને શીખવવું પડે એવું પ્રકાશન ! આજથી થોડાં વરસ પહેલાં આપણી પાઠશાળાઓનાં શિરે બાળકોને માત્ર ધાર્મિક સૂત્રો કંઠસ્થ કરાવવાની એક જ મુખ્ય જવાબદારી હતી, કેમ કે ત્યારે નિશાળોમાં અપાતું વ્યાવહારિક શિક્ષણ આજના જેટલું કથળેલું નહોતું. એ કાળમાં બાળકોને નિશાળોમાંથી ભાષાકીય શુદ્ધ લેખન-ઉચ્ચારણવિષયક સારું એવું શિક્ષણ મળી રહેતું. હ્રસ્વ-દીર્ઘ સ્વરો, વ્યંજનો અને જોડાક્ષરો અંગેની જાણકારી પણ એ કાળમાં ઘણી સારી રીતે અપાતી. એથી પાઠશાળામાં ભણવા આવતાં આપણાં બાળકો સહેલાઈથી જોડાક્ષરવાળા શબ્દોના શુદ્ધ ઉચ્ચારણપૂર્વક ધાર્મિક સૂત્રો કંઠસ્થ કરી લેતાં, પરંતુ ધીમેધીમે શિક્ષણનું સ્તર એટલું બધું નીચે ઊતરી ગયું કે મોટી ઉંમરના વિદ્યાર્થીઓ પણ “ઘ-ધ” જેવા અક્ષરોના ભેદ પારખી શકે નહિ અને જોડાક્ષરોને પણ સારી રીતે લખી-વાંચી શકે નહિ. જોડાક્ષરવાળા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ એમને માટે ઘણું મુશ્કેલ બન્યું. પરિણામે મોટા ભાગનાં બાળકોનાં ધાર્મિક સૂત્રો ઘણાં અશુદ્ધ ઉચ્ચારણવાળાં બન્યાં. તેથી ધાર્મિક સૂત્રોનો પાઠ આપતાં પહેલાં એમને કેટલાક અક્ષરો અને જોડાક્ષરો પાઠશાળામાં જ સારી રીતે સમજાવવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. એ કારણથી પાઠશાળાના શિક્ષકો પોતે પણ અક્ષર-જોડાક્ષરોને સારી રીતે ઓળખી શકે તેમ જ બાળકોને પણ ઓળખાવી શકે, તેમજ જોડાક્ષરવાળા શબ્દોના શુદ્ધ ઉચ્ચારણની કળા શીખી લઈને બાળકોને પણ એ કળા શીખવી શકે એવા એક પુસ્તકની જરૂરિયાત ઊભી થઈ. આ વાતને લક્ષમાં લઈ મુનિશ્રી હિતવિજયજીએ ઘણી મહેનતે સુંદર રીતે તૈયાર કરેલું “સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર” નામનું આ પ્રકાશન ખૂબ જ મહત્ત્વનું બની રહે છે, કેમ કે આમાં મહત્ત્વના અક્ષર અને જોડાક્ષરોની સરળ શૈલીમાં સમજ આપવા સાથે શુદ્ધ ઉચ્ચારણની સુંદર કળા પણ બતાવવામાં આવી છે. શુદ્ધ ઉચ્ચારણના વિષયમાં મુનિશ્રી હિતવિજયજીની વિદ્વત્તા ગુજરાતભરમાં વિખ્યાત છે. થોડા સમય પૂર્વે જ એમના સંયોજન-લેખન તળે પ્રગટ થયેલાં જોડાક્ષર-વિચાર', “સંયુક્ત વ્યંજનો', “ગુજરાતી લિપિ' નામનાં મૂલ્યવાન ' પ્રકાશનોને અજૈન વિદ્વાનો દ્વારા પણ જે અંતરનો આવકાર મળ્યો છે, એ પણ મુનિશ્રીની વિદ્વત્તા અને વિખ્યાતિની ઝાંખી કરાવનારો છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ વ્યાવહારિક શિક્ષણની વાત તો બાજુ પર રહી, પરંતુ આજના આપણા પાઠશાળાના શિક્ષણની દશા પણ કાંઈ ઓછી શોચનીય નથી ! એની શોચનીયતાના થોડા પ્રકારો વિચારી લઈએ : બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાની જવાબદારી વાલીઓની પોતાની જ છે. આમ છતાં આજે તો એ વાત જ સાવ ભુલાઈ ગઈ છે. એથી એ જવાબદારી સંઘે ઉઠાવી લીધી હોવા છતાં એમાં આર્થિક સહયોગ આપવાની વાત તો એક બાજુ રાખીએ, પરંતુ પોતાનાં સંતાનોને પાઠશાળામાં નિયમિત ભણવા મોકલવા પૂરતો સહયોગ આપવાની વાત પણ મોટા ભાગના વાલીઓ વીસરી ગયા છે. - પાઠશાળાનું સંચાલન કરવા અંગેનો સંઘસમક્ષ રહેલો આર્થિક પ્રશ્ન પણ નાનો-સૂનો નથી ! અણઉકેલાયેલા આ પ્રશ્નને કારણે સારી રીતે ભણી-ગણીને તૈયાર થયેલા તેમ જ બાળકોનું સર્વાગીણ ઘડતર કરી શકે અને જેમને લીધે બાળકો હોંશે - હોંશે પાઠશાળામાં ભણવા દોડી આવે એવા ઉત્તમ શિક્ષકોને પાઠશાળામાં પ્રવેશ અપાવી શકાતો નથી. શાળાકીય શિક્ષણનો બોજ ને ટી.વી. આદિની મોજથી મુક્ત થઈને જે થોડા-ઘણાં બાળકો પાઠશાળામાં પ્રવેશે છે, તેમને શુદ્ધ ધર્મશિક્ષણ આપી શકે એવા શિક્ષકોની સંખ્યા પણ સમાજમાં કેટલી? આવી શોચનીય સ્થિતિ પર ઊંડાણથી વિચારીએ તો બીજા પણ અનેક પ્રકારો આમાં ઉમેરી શકાય. આ બધી પરિસ્થિતિને નજર સમક્ષ રાખીને મુનિશ્રી હિતવિજયજીએ “સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર'નું શાબ્દિક ઘડતર કર્યું છે. એથી આ પ્રકાશન શિક્ષકની સાથે સાથે શિક્ષણની અને શિક્ષણની સાથે સાથે નિઃશંકપણે શિક્ષકની ગરજ સારનારું બની રહેશે. બાળકો માટેનું હોવા છતાં આ એક એવું પ્રકાશન છે કે જેના દ્વારા પ્રથમ તો શિક્ષકે જ શિક્ષણ લેવાનું છે અને પછી જ એ શિક્ષણને બાળકોમાં વિસ્તારવાનું છે. એથી જ શિક્ષકોએ પણ શીખીને શીખવવું પડે, એવા પાયાના એક પ્રકાશન તરીકે સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર”ને અવશ્ય બિરદાવી શકાય. આ પુસ્તક પાઠશાળામાં જ નહિ, ઘર-ઘરમાં ઉપયોગી છે. એના વાચન, મનન, અધ્યયન દ્વારા ઘર-ઘરમાં અને ઘટ-ઘટમાં “સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર'નો નાદ ગુંજી ઊઠે એ જ શુભાભિલાષા. અક્ષયતૃતીયા, વિ.સં. ૨૦૬૧, – આચાર્ય વિજય પૂર્ણચન્દ્રસૂરિ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, ભૂલેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૪ 9 Page #17 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧ ૧. .. ૩. ૪. ૫. F સૂત્ર ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન નવકાર પંચિંદિય . ખમાસમણ ઇચ્છકાર અભુઢિઓ . ઇરિયાવહિયં ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ચૈત્યવંદન વિધિ અનુક્રમણિકા તસ્સ ઉત્તરી. અન્નત્ય . લોગસ્સ ૨૪ તીર્થંકરનાં નામ આદિનો કોઠો કરેમિ ભંતે સામાયિક લેવાની વિધિ સામાયિકના ૩૨ દોષ સામાઇઅવયજુત્તો સામાયિક પારવાની વિધિ સામાયિક—વિધિવિચાર સ્વ.પૂ.પં.શ્રી કાન્તિવિજયજી ગણિવરને સાદર સમર્પણ ! પૃષ્ઠ १३ ૧થી ૪ પથી ૬ ૭થી ૮ ૯ ૧૦થી ૧૨ ૧૩થી ૧૫ ૧૬થી ૧૭ ૧૮થી ૨૧ ૨૨થી ૨૭ ૨૮ ૨૯થી ૩૦ ૩૦થી ૩૧ ૩૨થી ૩૫ ૩૬થી ૩૭ ...૩૮ ૩૯થી ૪૮ ૪૯થી ૫૬ પરમોપકારી પૂજ્યવર ! માગવાથી તો સૌ આપે. વગર માગ્યે તો કોઈક જ આપે. આપશ્રીએ કૃપા વરસાવીને વગર માગ્યે, સામેથી બોલાવીને આપશ્રીની ઉચ્ચારણશુદ્ધિકળા મને આપી. આપશ્રીની કળાનું એ અણમોલ રત્ન સદ્ભાગ્યે મારા વડે સચવાયું. આપશ્રીનું એ જ અણમોલ રત્ન આજે આ પુસ્તકરૂપી પેટીમાં મૂકીને એ રત્નપેટીને સંઘ સમક્ષ ખુલ્લી મૂકતાં પહેલાં આપશ્રીના જ કરકમલમાં સાદર સમર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું. આપશ્રીનું જ હતું ! આપશ્રીને જ અર્પણ કરું છું ! આપશ્રીના પુણ્યપ્રભાવે સૌને મળો ! હિતવિજય Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રભુજી સમક્ષ બોલવાની સ્તુતિઓ દર્શન દેવદેવસ્ય, દર્શને પાપ-નાશનમ્; દર્શન સ્વર્ગ-સોપાન, દર્શન મોક્ષ-સાધનમ્. છે પ્રતિમા મનોહારિણી દુખહરી, શ્રી વીર નિણંદની, ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચાંદની; આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસો ગાય છે. પામી સઘળાં સુખ તે જગતનાં, મુક્તિ ભણી જાય છે. (૨) દેખી મૂર્તિ શ્રી પાર્શ્વ જિનની, નેત્ર મારી ઠરે છે, ને હૈયું આ ફરી ફરી પ્રભુ, ધ્યાન તારું ધરે છે; આત્મા મારો પ્રભુ ! તુજ કને, આવવા ઉલ્લસે છે, આપો એવું બળ હૃદયમાં, માહરી આશ એ છે. (૩) જે દૃષ્ટિ પ્રભુદર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે; પીએ મુદા વાણી સુધા, તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામમંત્ર વિશદ ધરે, તે હૃદયને નિત્ય ધન્ય છે. (૪) તારાથી ન અન્ય સમર્થ દીનનો, ઉદ્ધારનારો પ્રભુ ! મારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતાં જડે હે વિભુ ! મુક્તિમંગલ સ્થાન તોય મુજને, ઇચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યગુરત્ન શ્યામ જીવને, તો તૃપ્તિ થાયે ઘણી. (૫) સુણ્યા હશે પૂજ્યા હશે, નિરખ્યા હશે પણ કો ક્ષણે, હે જગતબંધુ ! ચિત્તમાં, ધાર્યા નહિ ભક્તિપણે; જન્મ્યો પ્રભુ ! તે કારણે, દુઃખપાત્ર હું સંસારમાં, હા ! ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શૂન્યાચારમાં. (૭) આવ્યો શરણે તમારા, જિનવર કરજો આશ પૂરી અમારી, નાવ્યો ભવપાર મારો, તુમ વિણ જગમાં સાર લે કોણ મારી?; ગાયો જિનરાજ આજે, હર્ષ અધિકથી પરમ આનંદકારી, પાયો તુમ દર્શ નાસે, ભવભયભ્રમણા નાથ ! સર્વે હમારી. (૮) १४ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧ ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન શ્રી નમસ્કાર (પંચમંગલ) સૂત્ર નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વ-સાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વ-પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઇ મંગલં ॥ ૧ ॥ ધાર્મિક સૂત્રોના શુદ્ધ ઉચ્ચાર કેમ કરવા એ બાબત સ્પષ્ટપણે મુખ દ્વારા બોલીને સમજાવી શકાય એવી છે, લખીને સ્પષ્ટપણે સમજાવી શકાય નહિ. પ્રત્યક્ષ શીખવા ન આવી શકે એને માટે જ લખીને સમજાવાય છે. ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. નમો અરિહંતાણં : પ્રથમ ‘નમો' પદ બોલ્યા પછી ‘અ'નો સ્પષ્ટ ઉચ્ચાર થાય એ રીતે ‘અરિ' બોલવું. ‘નમોરિ' એવો ખોટો ઉચ્ચાર ન થઈ જાય એની સાવધાની રાખવી. ‘અરિ’ બોલ્યા પછી ‘હ’ ઉપર બરાબર ભાર દઈને ‘હંતાણં’ બોલવું. વર્ગીય વ્યંજન પૂર્વે તે તે વર્ગના અનુનાસિક વ્યંજન સ્પષ્ટ થાય એ રીતે શબ્દની અંદર રહેલા અનુસ્વાર ( • ) સ્પષ્ટ બોલવા. દા.ત., અરિહન્નાણું, પચ્ચ, મઙગલાણગ્ય. (જુઓ પાનું ૧૫) Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨ * સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ‘હંતાનં’ એવું અશુદ્ધ બોલવું નહિ. ‘હંતાણં'નો છેલ્લો અક્ષર ‘ણું’ બોલતી વખતે બે હોઠ ભેગા કરવા. જ્યાં જ્યાં શબ્દના છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર આવે ત્યાં ત્યાં સર્વત્ર બે હોઠ ભેગા કરવા. અક્ષરના માથે મુકાતા મીંડાને ‘અનુસ્વાર ' કહેવાય છે. (અરિ-હન્તાણમ્) ૨. સિદ્ધાણં ઃ આમાંના જોડાક્ષર ‘દ્ધા' (વ્ + ધા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે પ્રથમ ‘સિ’ ઉપર ભાર દઈને ‘સિ ્’ બોલ્યા પછી તરત ‘ધાણં’ બોલવું. જોડાક્ષર (સંયુક્ત વ્યંજન)નો પૂર્વનો અડધો (ખોડો) અક્ષર બોલ્યા પછી, પછીના પૂર્ણ અક્ષરથી બોલવાની શરૂઆત કરાય. આ વાત સામાન્યથી સર્વત્ર સમજી લેવી. (સિ ્-ધાણમ્) ૩. આયરિયાણં : વચમાં અટક્યા વિના આ આખું પદ સાથે જ બોલવું. ‘યાણું’ને બદલે ‘આણં’ એવું અશુદ્ધ બોલવું નહિ. આ પદમાંનો એકે એક અક્ષર છૂટો ને સ્પષ્ટ બોલવો. ‘આરિયાણું’ એવું અશુદ્ધ ન બોલાઈ જાય એની સાવધાની રાખવી. ૪. ઉવજ્ઝાયાણં : આમાંના જોડાક્ષર ‘જ્ઞા’ (જ્ + ઝા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘વ’ ઉપર ભાર આવે એ રીતે ‘ઉ- વજ્ર' બોલ્યા પછી તરત ‘ઝાયાણં' બોલવું. (ઉ-વજ્ર-ઝાયાણમ્) ‘મઝ' શબ્દમાં રહેલા જોડાક્ષર ‘જ્ડ'માંના ‘જ્' અને ‘ઝ’ બંને તાલવ્ય હોવાથી બંનેનું ઉચ્ચારણ તાળવાની મદદથી થાય છે, પરંતુ પૂર્વના ‘'નું શુદ્ધ ઉચ્ચારણ ઉપરના દાંતના પાછળના ભાગે જીભનો સ્પર્શ થવાથી થાય છે, જ્યારે પછીના ‘ઝ'નું શુદ્ધ ઉચ્ચારણ જીભનો વચ્ચેનો ભાગ ઊંચો થઈને તાળવે ચોંટવાથી થાય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર છે ૩ મર્ઝા શબ્દમાં તો જોડાક્ષર “ઝ' પછી “અ” સ્વર આવે છે, પણ જો “ઉ” સ્વર આવતો હોય (દા.ત., “જ્જુ') તો એના ઉચ્ચારણ વખતે જીભ તાળવામાં થોડીક પાછળ ખસે છે. વ્યંજન પછીના સ્વરનો પણ પ્રભાવ વ્યંજનના ઉચ્ચાર ઉપર પડે છે. “જુ-ઝના ઉચ્ચારણ સ્થાનના ભેદની આ વાત ઉચ્ચારણ શુદ્ધિમાં સહાયક હોવાથી ધ્યાનમાં રાખવા યોગ્ય છે. શુદ્ધ ઉચ્ચારો શીખવા-શીખવવા માટે “ઉવજ્ઝાયાણં' એમ ત્રણ વિભાગ કરીને બોલાય, પણ સૂત્ર બોલતી વખતે આખો શબ્દ સાથે જ બોલાય. વાસ્તવમાં એક આખા શબ્દનું અખંડ ઉચ્ચારણ થવું જોઈએ. ૫. સવ્વસાહૂણં : આમાંના જોડાક્ષર “વ' (ત્ + વ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “સ” ઉપર ભાર દઈને “સ” બોલ્યા પછી “વ” બોલવો અને પછી તરત “સાહૂણં' બોલવું. (સવું - વસાહૂણમ) સાહૂણં” શબ્દના “હૂ'માં દીર્ઘ ઊકાર છે. હૃસ્વ સ્વરની ૧ માત્રા અને દીર્ઘ સ્વરની ૨ માત્રા હોવાથી દીર્ઘ સ્વર સહેજ લંબાવીને બોલાય. સહેજ લંબાવીને હૂ બોલ્યા પછી તરત “ણું” બોલવું. જેમ કે, સાહૂણે. “હૂ’ પછી જે નાની લીટી (ડેશ) છે તે “ણું” અક્ષરને છૂટો પાડવા માટે નથી, પણ દીર્ઘ સ્વરને સહેજ લંબાવીને બોલાય એવું સમજાવવા માટે છે. આ પ્રમાણે આગળ પણ સર્વત્ર સમજી લેવું. સ્વરમાત્રા એટલે સ્વરના ઉચ્ચારણમાં લાગતો સમય. સવસાહૂણં” કે “સવસાણાં (બે ‘વ’ને બદલે એક “વ' અને ણે'ને બદલે “માં”) એવું અશુદ્ધ ન બોલાઈ જાય એની સાવધાની રાખવી. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૬. નમુક્કારો : આમાંના જોડાક્ષર “ક્કા' (ક+ કા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે મુ” ઉપર ભાર આવે એ રીતે “ન-મુફ” બોલ્યા પછી તરત “કારો” બોલવું. (ન-મુ-કારો) ૭. સવ્વ-પાવપ્પણાસણો : આમાંના “સવ” શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ કલમ ૫ માં બતાવ્યા પ્રમાણે કરવું. આમાંના જોડાક્ષર “પ” (૫ + ૫)ના શુદ્ધ ઉચ્ચારણ માટે એની પૂર્વના “વ” ઉપર ભાર આવે એ રીતે પા-વધૂ' બોલ્યા પછી તરત ‘પણાસણો' બોલવું. (સ-વ-પા-વપૂ પણાસણો) “પાવ-પણાસણો' એવું અશુદ્ધ બોલવું નહિ. ૮. સર્વેસિ : આમાંના જોડાક્ષર “વે” (ત્ + વે)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “સ” ઉપર ભાર દઈને “સ” બોલ્યા પછી તરત “વેસિ બોલવું. (સવુ -વેસિમ) “સવૅસં' (‘સિં'ને બદલે “સં') એવું અશુદ્ધ બોલવું નહિ. ૯. હવઈ : આ શબ્દમાં અંતે રહેલો “ઈ' સ્વર હૃસ્વ હોવાથી હૃસ્વ જ લખાય અને હૃસ્વ જ બોલાય. હ્રસ્વ ઇ’ના સ્થાને દીર્ઘ ઈ” લખાય પણ નહિ અને બોલાય પણ નહિ. ૧૦. મંગલ : આ શબ્દના અંતે રહેલા “લ' ઉપર પ્રાકૃત ભાષાના નિયમાનુસાર અનુસ્વાર (ઘનબિંદુ) જ લખાય. અનુસ્વારને બદલે “મ' (મંગલમ) પ્રાકૃતમાં લખાય નહિ. “મંગલ' શબ્દમાં “લ'ને બદલે ળ(મંગળ) લખાય પણ નહિ અને બોલાય પણ નહિ. પૂ. મુનિવર્યશ્રીનો આ ગ્રંથ શુદ્ધ ઉચ્ચારણોની દિશા દોરી આપતો હોવાથી ઘણો આવકાર્ય અને આદરણીય બની રહેશે. – શ્રી કે. કા. શાસ્ત્રી Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨. પંચિંદિય (ગુરુસ્થાપના) સૂત્ર પંચિંદિય સંવરણો તહ નવવિહ – ખંભચેર – ગુત્તિધરો ચઉવિહ – કસાય – મુક્કો - ઇઅ અટ્ટારસ - ગુણહિં સંજુત્તો પંચ – મહવ્વય – જુત્તો પંચવિહાયાર –પાલણ – સમત્શો પંચ – સમિઓ તિ —ગુત્તો છત્તીસ –ગુણો ગુરુ મઝ 119 11 11 2 11 * ૫ ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. પંચિંદિય : આમાં છેલ્લો અક્ષર ‘ય' છે તે ધ્યાનમાં રાખવું. ‘પંચિંદિઅ’ એવું અશુદ્ધ બોલવું નહિ. ૨. સંવરણો : આ શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ ‘સઁવરણો' છે. ‘સમ્વરણો’ એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. ૩. તહ નવવિહ : ‘નવવિહ'ને બદલે ‘નવિહ’ એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. ૪. ઇઅ અઢારસ : આમાં ‘ઇઅ’ને બદલે ‘ઇહ'ન બોલાઈ જાય એની સાવધાની રાખવી. આમાંના જોડાક્ષર ‘ટ્ટા' (ટ્ + ઠા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘અ' ઉપર ભાર દઈને ‘અ’ બોલ્યા પછી ‘ઠા' બોલીને તરત ‘રસ' બોલવું. (અટ્-ઠા-રસ) Page #24 -------------------------------------------------------------------------- ________________ ૬ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૫. ગુણહિં : આમાં છેલ્લા “હિ” અક્ષર ઉપર અનુસ્વાર છે તે ધ્યાનમાં રાખવું અને છેલ્લે બે હોઠ ભેગા કરીને “ગુણેહિમ્” બોલવું. “ગુણેહિ” એવું અશુદ્ધ બોલવું નહિ. ૬. સંજુરો : આ શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ “સજુતો' છે. “સજુતો” એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. આમાંના જોડાક્ષર “ો' (+ તો)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “જુ' ઉપર ભાર દઈને “જુ” બોલ્યા પછી તરત “તો' બોલવું. (સગ્ન - જુતુ - તો) ૭. ' પંચ મહલ્વય – જુત્તો : આમાંના જોડાક્ષર “વ' (4 + વ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “પંચ” બોલ્યા પછી “હ' ઉપર ભાર આવે તે રીતે “મ-હવું” બોલવું અને પછી તરત “વય” બોલવું. (પચ્ચ મહત્વ ય-જુ -તો) “મહત્વય'ને બદલે “મહાવય' એવું અશુદ્ધ બોલવું નહિ. ૮. પંચવિહાયાર : “વિહાયાર'ને બદલે “વિયાર' એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. (પચ્ચ - વિહા - યાર) ૯. સમત્વો : આમાનાં જોડાક્ષર “લ્યો' (ત્ + થો)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “મ” ઉપર ભાર દઈને “મ' બોલીને તરત “થો' બોલવું. આ શબ્દમાં “મ” એક જ છે, બે નથી, માટે “સમન્થો” એવું (બે “મ” વાળું) અશુદ્ધ ઉચ્ચારણ કરવું નહિ. (સ-મત્ - થો) ૧૦. છત્તીસ : આમાંના જોડાક્ષર “રી' (+તી)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “છ” બોલીને તરત ‘તીસ' બોલવું. (છત્તીસ) Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩. ખમાસમણ (પ્રણિપાત) સૂત્ર ઇચ્છામિ ખમાસમણો વંદિઉં, જાવણિજ્જાએ, નિસાહિઆએ, મFએણ વંદામિ / ૧ / ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. ખમાસમણો : આ શબ્દમાં ચોથા નંબરે રહેલા “મ' અક્ષરનું ઉચ્ચારણ બરાબર ઉપયોગ રાખીને કરવું. “ખમાસમણો'ને બદલે ખમાસણો' એવું (પાંચ અક્ષરને બદલે ચાર અક્ષરવાળું) અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. ૨. વંદિઉં : આમાંના છેલ્લા “ઉ” અક્ષર ઉપર અનુસ્વાર (મીંડું) છે એ ધ્યાનમાં રાખીને છેલ્લે બે હોઠ ભેગા કરીને “ઉમ્' બોલવું. વંદિઉમ”ને બદલે ‘વંદિઉ' એવું અશુદ્ધ બોલવું નહિ. આ શબ્દમાં વચ્ચેનો અક્ષર “દિ' છે, પણ દે’ નથી એ ધ્યાનમાં રાખવું અને “વંદિઉં'ને બદલે ‘વંદેઉં એવું ખોટું ઉચ્ચારણ કરવું નહિ. ૩. જાવણિજ્જાએ આમાંના જોડાક્ષર “જ્જા' (જુ + જા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ણિ' અક્ષર ઉપર ભાર આવે એ રીતે “જાવ-ણિજૂ' બોલીને તરત “જાએ” બોલવું. (જાવ-ણિજૂ -જાએ) ૪. નિસાહિઆએ : આ શબ્દમાં એક પણ જોડાક્ષર નથી. પ્રથમના બે અક્ષર “નિસી” છે, પણ “નિસ્સી' નથી એ ધ્યાનમાં રાખીને, પ્રથમના “નિ' અક્ષર ઉપર સહેજ પણ ભાર આપ્યા વિના નિસી” બોલીને તરત “હિઆએ” બોલવું. (નિસી-હિઆએ) Page #26 -------------------------------------------------------------------------- ________________ ૮ ક સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર નિસી પછી કરેલી નાની લીટી (ડેશ) પછીના “હિઆએ” અક્ષરોને છૂટા પાડીને બોલવા માટે કરેલી નથી, પણ “સી'માં રહેલા દીર્ઘ “ઈ'ને સહેજ લંબાવીને બોલાય એવું સમજાવવા માટે જ કરેલી છે. આ પ્રમાણે આગળ પણ સર્વત્ર સમજી લેવું. નિસીઆએ” કે “નિસહિયાએ' એવું અશુદ્ધ બોલવું નહિ. ૫. મત્યએણ : આમાંના જોડાક્ષર “સ્થ” (+ થ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે પ્રથમના “મ' અક્ષર ઉપર ભાર દઈને “મત થ' બોલ્યા પછી તરત “એણ' બોલવું. “મર્થીએણ'ને બદલે “મથેણ કે “મન્થણ' એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. કેટલુંક વિશેષ ૧. લોકમુખે બોલાતી ભાષામાં જ્યાં બે સ્વર જોડાજોડ આવે છે ત્યાં બોલવાની ઝડપ તથા આદત આદિને કારણે ક્યાંક બેમાંથી એક જ સ્વર બોલાય છે. સાથેનો બીજો સ્વર લગભગ બોલાતો નથી. દા.ત., “મFએણ' શબ્દમાં “થમાં “અ” સ્વર છે અને એની પછી તરત (લગોલગ) “એ' સ્વર આવવાથી “થ'માં રહેલો “અ” સ્વર બોલાતો નથી, તેથી જ “મથેણ” કે “મન્થણ' એવું ખોટું ઉચ્ચારણ થાય છે. જયાં બે સ્વર જોડાજોડ આવતા હોય ત્યાં આપણે સાવધાની રાખીને સાચું ને શુદ્ધ ઉચ્ચારણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. (૧) “ઇચ્છામિ ખમાસમણો', (૨) “વંદિઉં જાવણિજ્જાએ', (૩) “નિસીરિઆએ મત્યએણ વંદામિ' આવા ખોટા વિભાગ પાડીને આ સૂત્ર બોલવું નહિ, પણ (૧) “ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં', (૨) “જાવણિજ્જાએ, નિસીહિએ', (૩) “મFએણ વંદામિ' આવી રીતે અર્થસંગત એવા ત્રણ સાચા વિભાગ પાડીને બોલવું. ખોટી ટેવ અવશ્ય સુધારવી. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪. ઇચ્છકાર (સુગુરુ સુખસાતા પૃચ્છા) સૂત્ર ઈચ્છકાર સુરાઈ ? (સુહદેવસિ?) સુખતપ ? શરીર નિરાબાધ ? સુખ-સંજમ-જાત્રા નિર્વહો છો જી? સ્વામી સાતા છે જી ? ભાત-પાણીનો લાભ દેજોજી / ૧ ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. ઇચ્છકાર : આમાંના જોડાક્ષર “ચ્છ' (ચ + છ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ઈ' ઉપર ભાર દઈને “ઇચ્છ' બોલ્યા પછી તરત “કાર' બોલવું. “ઇચ્છકાર” બોલવું, પણ “ઇકાર” કે “ઇચકાર' એવું અશુદ્ધ બોલવું નહિ. (ઇન્ચ -છ-કાર) ૨. નિર્વતો : આમાંના જોડાક્ષર “ર્વ” (૨ + વ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “નિ' ઉપર ભાર દઈને “નિ બોલ્યા પછી તરત “વહો” બોલવું. (નિર્ + વહો) કેટલુંક વિશેષ ૧. દિવસના પૂર્વાર્ધમાં (૧૨ વાગ્યા સુધી) “સુહરાઈ' બોલવું અને ઉત્તરાર્ધમાં (૧૨ વાગ્યા પછી) “સુહદેવસિ' બોલવું. બંને શબ્દો સાથે બોલવા નહિ. ૨. સવારમાં પરમોપકારી ગુરુમહારાજને વંદન કર્યા વિના ખાવું-પીવું યોગ્ય નથી. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૦ * પ. અમ્મુઢિઓ (ગુરુખામણા) સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! અબ્દુટિઓમિ અભિંતર રાઇઅં (દેવસિઅં) ખામેઉં ? ઇચ્છે, ખામેમિ રાઇઅં (દેવસિઅં) જં કિંચિ અપત્તિઅં, પરપત્તિઅં, ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉરભાસાએ, જં કિંચિ મજ્ઞ વિણય-પરિહીણં, સુહુમ વા બાયર વા, તુઘ્ને જાણહ, અહં ન જાણામિ તસ્સ મિચ્છા મિ દુક્કડં. ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. અમ્મુઢિઓમિ ઃ આમાંના જોડાક્ષર ‘બ્લુ' (બ્ + ભુ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘અ’ ઉપર ભાર દઈને ‘અબ્' બોલ્યા પછી જોડાક્ષર ટ્વિ’(ટ્ + ઠિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ભુ’ ઉપર ભાર દઈને ‘ભુ' બોલવું અને પછી તરત ‘ઠિઓમિ' બોલવું. (અલ્-ભુટ્-ઠિઓમિ) ૨. અધ્મિતર : આમાંના જોડાક્ષર ‘બ્ભિ' (બ્ + ભિં)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘અ' ઉપર ભાર દઇને ‘અબ્′ બોલ્યા પછી ‘ભિન્’બોલીને તરત ‘તર' બોલવું.(અંગ્ - ભિન્-તર) ‘અત્યંતર' એવું અશુદ્ધ બોલવું નહિ. Page #29 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૧૧ ૩. ખામેઉં : આમાંના છેલ્લા અક્ષર ‘ઉ' ઉપર અનુસ્વાર ( * ) હોવાથી છેલ્લે બે હોઠ ભેગા કરીને ‘ઉમ્’ બોલવું. (ખામેઉમ્) ‘ખામેઉ’ એવું અશુદ્ધ બોલવું નહિ. ૪. અપત્તિઅં, પરપત્તિઅં આ બંને શબ્દોમાંના જોડાક્ષર ‘ત્તિ' (વ્ + તિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે બંને શબ્દોમાંના જોડાક્ષરની પૂર્વના ‘૫’ ઉપર ભાર આવે એ રીતે ‘અ-પત્’, ‘પર-પત્’ બોલવું અને પછી તરત ‘તિઅં' બોલવું. ‘અરપત્તિઅં' એવું અશુદ્ધ બોલવું નહિ. (અ-પત્-તિઅં, પર-પ-તિઅં અથવા અ-પત્તિઅં, પર-પત્તિઅં) ૫. ભત્તે ઃ આમાંના જોડાક્ષર ‘ત્તે' (વ્ + તે)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ભ' ઉપર ભાર દઈને ‘ભ' બોલ્યા પછી તરત ‘તે' બોલવું. (ભત્ - તે) ૬. મજ્ઞ : આમાંના જોડાક્ષર ‘જ્ગ’ (જ્ + ઝ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘મ' ઉપર ભાર દઈને ‘મ' બોલ્યા પછી તરત ‘ઝ’ બોલવો. (મજ્-ઝ) ‘મઝ’ને બદલે ‘મુઝ્ઝ’ એવું અશુદ્ધ બોલવું નહિ. : ૭. સુહુમં વા : આ શબ્દમાંના છેલ્લા ‘મં' અક્ષરને છોડી દઈને ‘સુહું વા' એવું અશુદ્ધ બોલવું નહિ. ૮. તુબ્સે ઃ આમાંના જોડાક્ષર ‘ધ્યે’ (બ્ + ભે)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘તુ' ઉપર ભાર દઈને ‘તુ' બોલ્યા પછી તરત ‘ભે’ બોલવું. (તુબ - ભે ) ૯. તસ્સ : આમાંના જોડાક્ષર ‘સ્સ’ (સ્ + સ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ત’ ઉપર ભાર દઈને ‘તસ્' બોલ્યા પછી તરત ‘સ' બોલવો. (તસ્-સ) Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૨ * સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૧૦. મિચ્છા : આમાંના જોડાક્ષર ‘ચ્છા'ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘મિચ્' બોલ્યા પછી તરત ‘છા’ બોલવો. (મિ ્ - છા) ૧૧. દુક્કડં : આમાંના જોડાક્ષર ‘ક્ક' (ક્ + ક)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘દુ' બોલ્યા પછી તરત ‘ક્યું’ બોલવું. (દુકૢ - કર્ડ) કેટલુંક વિશેષ ૧. હ્રસ્વ-દીર્ઘ સ્વરોની અને વ્યંજન વગેરેની ભૂલ વિના તેમજ ત્રણ વિભાગપૂર્વક સાચી રીતે ‘મિચ્છા મિ દુક્કડં' આમ જ લખાય. ‘મિચ્છા'ની સાથે ‘મિ'ને જોડી દેવાય નહિ. બંને ‘મિ' આમ હ્રસ્વ ઇ( ) વાળા જ લખાય. ‘મિચ્છામી’ આમ લખાય નહિ. ‘દુક્કડં’માં પ્રાકૃત ભાષાના નિયમ પ્રમાણે ‘ૐ' લખાય, પરંતુ ‘ડમ્’ (દુક્કડમ્) (બોલાય, પણ) લખાય નહિ. ૨. ગુરુવંદનનાં આ ત્રણ સૂત્રો પૈકી પ્રથમ સૂત્રમાં ૨ હાથ, ૨ પગ અને મસ્તક એ પાંચ અંગોને ભૂમિ સાથે અડાડીને વંદન કરાય છે માટે એનું નામ ‘પંચાંગ પ્રણિપાત' સૂત્ર છે. બીજા ‘ઇચ્છકાર' સૂત્રમાં ભક્તિભાવપૂર્વક પરમોપકારી ગુરુમહારાજની સારસંભાળ લેવાની છે અને ત્રીજા ‘અમ્મુઢિઓ' સૂત્ર દ્વારા ગુરુમહારાજ પ્રત્યે જાણતાં-અજાણતાં જે વિનયરહિત વર્તન કરાયું હોય તેની ક્ષમાપના કરાય છે. “ગુરુમહારાજ પ્રત્યે વિનય-બહુમાનયુક્ત હાર્દિક ભક્તિભાવ રાખવો. યથાશક્તિ એમની સેવા-ચાકરી કરવી. એમનાથી નીચા આસને બેસવું. વાતચીતમાં વચ્ચે બોલવું નહિ. એમની સામે આપણી હોશિયારી બતાવવી નહિ. એમને અપ્રીતિ થાય એવું કાંઈ કરવું નહિ. એઓ પ્રસન્ન રહે એમ કરવું. પોતાની નાની-મોટી કોઈ ભૂલ થાય તો પશ્ચાત્તાપપૂર્વક એમની ક્ષમા માગવી. ઉપકારી ગુરુમહારાજ પ્રત્યેની ૩૩ આશાતનાઓ પ્રયત્નપૂર્વક વર્ણવી.' - – પં. પ્ર. બે પારેખ Page #31 -------------------------------------------------------------------------- ________________ ક ૧૩ ૬. ઈરિયાવહિયં (લઘુ પ્રતિક્રમણ) સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ? ઇચ્છ, ઇચ્છામિ પડિક્કમિઉં / ૧ / ઇરિયાવહિયાએ વિરાહણાએ ૨ ગમણાગમણે | ૩ || પાણક્કમણે, બીયક્કમણે, હરિયાક્રમણ, ઓસાઉનિંગ પણગ - દગમટ્ટી - મક્કડા - સંતાણા-સંકમણે ૪ | જે મે જીવા વિરાતિયા . પ .. એગિંદિયા, બેઈદિયા, તેદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા | ૬ | અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘક્રિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણ, સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડ છે ૭ // ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. પડિક્કમામિ : આમાંના જોડાક્ષર “ક્ક” (કુ + ક)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ડિ' ઉપર ભાર આવે એ રીતે “પ-ડિક' બોલીને તરત “કામિ' બોલવું. (પ-ડિ- કમામિ) ૨. પડિક્કમિઉં : ઉપર મુજબ “પ-ડિક બોલીને તરત “કમિઉં' બોલવું. “ઉ” અનુસ્વારવાળો હોવાથી છેલ્લે બે હોઠ ભેગા કરીને “ઉ” બોલવું. (પ-ડિ-કમિઉમ્) ૩. પાણ-કમણે, બીય-કમણે, હરિયક-કમણે, મટી, મક-કડા આ બધા શબ્દોના પણ આ રીતે શુદ્ધ ઉચ્ચાર કરવા. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૪ * સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૪. પણગ-દગમટ્ટી-મક્કડા અર્થની અસંગતિ થતી હોવાથી ‘પણગદગ-મટ્ટી-મક્કડા' આવા અસંગત વિભાગ કરીને બોલવું નહિ. અર્થની સંગતિ થાય તે માટે ‘પણગ-દગમટ્ટી-મક્કડા' આવા અર્થસંગત વિભાગ કરીને બોલવું. ગાથા આપતાં, લેતાં, ગોખતાં કાળજી રાખવી. ૫. સંતાણા, સંકમણે, એગિંદિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, સંકામિયા વગેરે શબ્દોમાંના અનુસ્વાર (મીંડા)નાં ઉચ્ચારણો તે તે વર્ગના અનુનાસિક વ્યંજનો સ્પષ્ટ થાય તે રીતે કરવાં, જેમ કે, સન્તાણા, સમાણે, એગિન્દિયા, સમ્રાઇયા, સદ્ઘટ્ટિયા, સડ્ડામિયા. ૬. એબિંદિયા ઃ આ શબ્દનું ‘એકિંદિયા' એવું અશુદ્ધ ઉચ્ચારણ કરવું નહિ. ૭. અભિહયા : આ શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ ઉપયોગ રાખીને કરવું. એનાં ‘અભિહિયા’, ‘અભિહિઆ', ‘અભિયા' આવાં અશુદ્ધ ઉચ્ચારણો કરવાં નહિ. ૮. વત્તિયા : : આમાંના જોડાક્ષર ‘ત્તિ’ (વ્ + તિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘વ' ઉપર ભાર દઈને ‘વ' બોલીને તરત ‘તિયા' બોલવું. (વત્ - તિયા) ૯. સંઘટ્ટિયા : આમાંના જોડાક્ષર ટ્ટ' (ટ્ + ટિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ઘ' ઉપર ભાર આવે એ રીતે ‘સફ્ - ઘ' બોલીને તરત ‘ટિયા' બોલવું. (સઙ્ગ - ઘટ્-ટિયા) ૧૦. કલામિયા : કલામિયા'ને બદલે ‘કિલ્લામિયા’ એવું (બે ‘લ્લ' વાળું) અશુદ્ધ ઉચ્ચારણ કરવું નહિ. Page #33 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર છે ૧૫ ૧૧. ઉદ્દવિયા: આ શબ્દમાં “” (૮ + ૮) જોડાક્ષર છે. દેવનાગરી લિપિના ૮ + ૮” ઉપર-નીચે જોડાઈને આ જોડાક્ષર બને છે. આ જોડાક્ષર “” (ત્ + ૮)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ઉ” ઉપર ભાર દઈને “ઉ” (ઉ) બોલ્યા પછી તરત “વિયા' (દવિયા) બોલવું. (ઉદ્-દ્રવિયા) ૧૨. તસ્સ મિચ્છા મિ દુક્કડ : આનું શુદ્ધ ઉચ્ચારણ પૂર્વે અભુઢિઓ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે કરવું. (જુઓ પાનું ૧૧) અનુનાસિક + વ્યંજન (> + ચ) એક જ ઉચ્ચારણ સ્થાનેથી બોલાય તેથી બોલવાની સરળતા રહે. દા.ત., “દત્ત' શબ્દમાં “ત” દન્ય છે, તેથી એની પૂર્વનો અનુનાસિક વ્યંજન પણ સ્વાભાવિક રીતે દન્ય જ રહે. જેમ કે, દ + નું + ત = દત્ત. અશિક્ષિત મનુષ્ય પણ મુખના અવયવોને માટે જેવાં ઉચ્ચારણો સ્વાભાવિક હોય અને જે સહજ રીતે બોલી શકાતાં હોય એવાં જ ઉચ્ચારણો કરે. તે ચ', “સુમઈ ચ' આમ “ચ” જ્યારે એક જુદો શબ્દ હોય ત્યારે ઝડપથી બોલતાં એની પૂર્વના અનુસ્વાર સાથે એનો જોડાક્ષર બને તો એ જ વર્ગનો અનુનાસિક વ્યંજન કુદરતી રીતે બોલાય છે. દા.ત., તન્ચ, સુમઇગ્ય. “તં ચ', “જિર્ણ ચ', “સુમઈ ચ' વગેરેમાં પૂર્વ શબ્દના અંતિમ વ્યંજન “મ”નો પછીના “ચ” શબ્દની સાથે જોડાક્ષર બનતો હોય, એટલે કે બોલનાર માણસ “મ” અને “ચ” વચ્ચે અંતર રાખ્યા વિના જ બોલતો હોય તો બોલવાની ઝડપને કારણે તમ્ય, જિણ, સુઇગ્ન' એવાં સ્વાભાવિક ઉચ્ચારણોની શક્યતા રહે અને એ પણ માન્ય એવી એક જ સ્થાનેથી ઉચ્ચારાયેલી વ્યંજનોની શ્રેણિ બને. તે ચ”, “જિર્ણ ચ”, “સુમઈ ચ' આમાં બે-બે શબ્દો છે. બે શબ્દો છે એનો ખ્યાલ રાખવામાં આવે અને પૂર્વનો શબ્દ બોલ્યા પછી સહેજ અંતર રાખીને પછીનો “ચ' શબ્દ બોલાય ત્યારે “તમ ચ', “જિણમ ચ', “સુમઇમ ચ” એવાં ઉચ્ચારણો થઈ શકે છે. “પત્તાણું સંતિ'માં તથા “પાસ તહ'માં પણ ઉપર મુજબ સમજવું. “મલિ વંદે', “ચંદuહ વંદે'નાં “મલૅિટ્વન્ટે', “ચન્દLહેંગ્વન્ટ” આવાં ઉચ્ચારણો શુદ્ધ છે. – ડૉ. ભારતી મોદી (વડોદરા) Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૭. તસ્સ ઉત્તરી (વિશેષ પાપઆલોચન) સૂત્ર તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી - કરણેણં, પાવાણું કમાણે, નિઘાયણઢાએ ઠામિ કાઉસ્સગ્ગ || ૧ | ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. ઉત્તરી-કરણેણં : આમાંના જોડાક્ષર “a” (ત્ + ત)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ઉ' ઉપર ભાર દઈને “ઉ” બોલ્યા પછી તરત તરી' બોલવું. “ઉતરી' એવું (એક “ત' વાળું) અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. (ઉત્ – તરી) કરણેણં' શબ્દમાં જોડાક્ષર નહિ હોવાથી એનું ઉચ્ચારણ સરળ લાગતું હોવા છતાં એના ઉચ્ચારણમાં વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. કરણેણં' શબ્દ બોલતી વખતે બોલવાની ઝડપને કારણે “ર”માં રહેલો અ” સ્વર નીકળી જવાથી “કણેણં” એવું અશુદ્ધ ઉચ્ચારણ થઈ જવાનો સંભવ રહે છે. આવા અશુદ્ધ ઉચ્ચારણના નિવારણ માટે પ્રથમ કર” બોલવું. “ર”માં રહેલો “અ” સ્વર બરાબર બોલાયા પછી જ ભણેણં' બોલવું. (કર -ણેણં). આગળ પણ જયાં જયાં “કરણેણં' શબ્દ છે ત્યાં ત્યાં સર્વત્ર આ પ્રમાણે સાવધાની રાખીને શુદ્ધ ઉચ્ચારણ કરવું. - ૨. પાયચ્છિત્ત : આમાં “ચ્છિ' (ચ + છિ) અને “a” (તુ + 1) આ બે જોડાક્ષરો છે. પ્રથમના જોડાક્ષર “ચ્છિ'ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ય' ઉપર ભાર આવે એ રીતે “પાય...” બોલ્યા પછી જોડાક્ષર ત્ત'ના શુદ્ધ ઉચ્ચારણ માટે “છિ' ઉપર ભાર દઈને “છિન્” બોલવું અને પછી તરત “ત' બોલવો. (પાય છિન્ -ત) Page #35 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર * ૧૭ ૩. વિસલ્લી : આમાંના જોડાક્ષર ‘લ્લી' (વ્ + લી)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘સ’ ઉપર ભાર આવે એ રીતે ‘વિ-સ' બોલ્યા પછી તરત ‘લી’ બોલવું. (વિ-સન્- લી) ‘વિસલી’ એવું અશુદ્ધ બોલવું નહિ. ૪. કમ્માણું : આમાંના જોડાક્ષર મ્મા' (મ્ + મા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ક્’ ઉપર ભાર દઈને ‘કમ્' બોલ્યા પછી તરત ‘માણં' બોલવું. (કમ્ - માણમ્) ૫. નિગ્માયણાએ ઃ આમાં ‘ગ્વા' (ગ્ + ઘા) અને ‘ટ્ટા' (ટ્ + ઠા) આ બે જોડાક્ષરો છે. પ્રથમના જોડાક્ષર ‘ગ્વા’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘નિ’ ઉપર ભાર દઈને ‘નિગ્’ બોલ્યા પછી તરત ‘ઘા' બોલવું. ત્યાર પછી જોડાક્ષર ‘ટ્ટા'ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ણ’ ઉપર ભાર આવે એ રીતે ‘યણ' બોલીને તરત ‘ઠાએ’ બોલવું. (નિ-ઘા-યણ-ઠાએ) ‘નિગ્ધા - યણટ્ટાએ’ એવા ખોટા વિભાગ પાડીને આ શબ્દ બોલવો નહિ. આખો શબ્દ એક સાથે જ બોલવો. ૬. કાઉસ્સગ્ગ : આમાં ‘સ્સ’ (સ્ + સ) અને ‘ગં’ (ગ્ + ગં) આ બે જોડાક્ષરો છે. પ્રથમના જોડાક્ષર ‘સ્સ’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ઉ’ ઉપર ભાર આવે એ રીતે ‘કા-ઉસ્' બોલીને જોડાક્ષર ‘ગ્’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘સ’ ઉપર ભાર દઈને ‘સગ્' બોલવું અને પછી તરત ‘ગં' બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (કા - ઉસ્ - સર્ - ગમ્) અંકન ગ્રાફિક્સવાળા શ્રી મનીષભાઈ ગજ્જરના સુંદર સહકારથી આ પુસ્તકનું લખાણ બિલકુલ અશુદ્ધિ વગરનું-શુદ્ધ છપાયું છે. ફકરા (પેરેગ્રાફ) પણ આંખને ગમી જાય તેમજ અભ્યાસકોને વાંચવા-શીખવાની અનુકૂળતા રહે એવી સુંદર રીતે ગોઠવાયા છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૮. અન્નત્ય (આગાર) સૂત્ર અન્નત્ય ઊસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણ, જંભાઇએણે, ઉડુએણ, વાય-નિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧ સુહુમેહિ અંગ-સંચાલેહિ, સુહુમેહિ, ખેલ-સંચાલેહિં, સુહુમહિ દિક્ટ્રિ-સંચાલેહિ . ર એવમાઇએહિ આગારેહિ, અભગ્ગો, અવિરાહિઓ હુન્જ મે કાઉસ્સગ્ગો / ૩/ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ | ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ | પા ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. અનત્ય : આમાં “ન' (ન્ + ન) અને “ત્થ' (ત્ + થ) આ બે જોડાક્ષરો છે. જોડાક્ષર “ન’ના શુદ્ધ ઉચ્ચારણ માટે “અ” ઉપર ભાર દઈને “અનું બોલ્યા પછી જોડાક્ષર “ત્ય'ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ન' ઉપર ભાર દઈને “ન” બોલવું અને પછી તરત “થ” બોલવો. (અન્ન ત્થ ) ૨. ઊસસિએણે : આમાંનો પ્રથમ અક્ષર “ઊ' દીર્ઘ સ્વર છે માટે સહેજ લંબાવીને બોલવો. છેલ્લો અક્ષર “ણું” અનુસ્વારવાળો છે, માટે બોલતી વખતે બે હોઠ ભેગા કરવા. (ઊ-સસિએણમ) ૩. ખાસિએણે : આ શબ્દમાં વધારાનો “સ”, અક્ષર ઉમેરાઈને, આગળના “નિસસિએણે” શબ્દની જેમ “ખાસસિએણે' એવું અશુદ્ધ ન બોલાઈ જાય એની સાવધાની રાખવી. Page #37 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર * ૧૯ ૪. ઉડ્ડએણું : આમાંના જોડાક્ષર ‘ ુ' (પ્ + ડુ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે .‘ઉ’ ઉપર ભાર દઈને ‘ઉ′ બોલ્યા પછી ‘ડુ' બોલીને તરત ‘એણં' બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (ઉ-ડુ-એણમ્) ૫. વાયનિસગ્ગેણં : આમાંના જોડાક્ષર ‘ગે’(ગ્ + ગે)ના શુદ્ધ ઉચ્ચારણ માટે પ્રથમ ‘વાય' બોલીને તરત ‘સ' ઉપર ભાર આવે એ રીતે ‘નિ-સ' બોલવું અને પછી તરત ‘ગેણં’ બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા (વાય-નિ- સદ્-ગેણમ્) આ શબ્દમાં ‘ન' એક જ છે, બે નથી તે ધ્યાનમા રાખવુ અને ‘વાયન્તિસગેણં’ એવું (બે ‘ન્ન'વાળું) અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. આ શબ્દ વાયનિ—સગ્ગેણં' એવા અસંગત વિભાગ પાડીને બોલવો નહિ, પણ ‘વાય-નિસગ્ગુણ’ એવા સંગત વિભાગ પાડીને બોલવો. ૬. ભમલીએ : : આ શબ્દમાં એકેય જોડાક્ષર નથી. ‘મ’ એક જ છે તે ધ્યાનમાં રાખીને ‘ભમ્મલીએ' એવું (બે ‘Æ'વાળું) અશુદ્ધ ઉચ્ચારણ કરવું નહિ. : ૭. પિત્તમુચ્છાએ ઃ આમાં ‘ત્ત’ (વ્ + ત) અને ‘ચ્છા’ (ગ્ + છા) આ બે જોડાક્ષરો છે. પ્રથમના જોડાક્ષર ‘ત્ત’ના શુદ્ધ ઉચ્ચારણ માટે પ્રથમ ‘પિ’ ઉપર ભાર દઈને ‘પિત્’ બોલ્યા પછી તરત ‘ત’ બોલવો. પછીના જોડાક્ષર ‘ચ્છા'ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘મુ’ ઉપર ભાર દઈને ‘મુચ્’ બોલવું અને પછી તરત ‘છાએ’ બોલવું. (પિત્- ત - મુગ્ - છાએ) ૮. સુષુમેહિં : આમાંનો બીજો અક્ષર ‘હુ’ છે, પણ ‘હ' નથી તે ધ્યાનમાં રાખવું અને ‘સુષુમેäિ' એવું શુદ્ધ બોલવું. ‘સુહમેહિં' એવું અશુદ્ધ બોલવું નહિ. છેલ્લે બે હોઠ ભેગા કરવા. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૦ * સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૯. અંગસંચાલેહિં : વર્ગીય વ્યંજન પૂર્વે તે તે વર્ગના અનુનાસિક વ્યંજન સ્પષ્ટ થાય તે રીતે આ શબ્દની અંદરના બે અનુસ્વાર સ્પષ્ટ બોલવા. (અગ- સખ્યાલેહિમ્) છેલ્લે બે હોઠ ભેગા કરવા. ૧૦. દિટ્ટિસંચાલેહિં ઃ આમાંના જોડાક્ષર ‘ટ્ઠિ' (ટ્ + ઠિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘દિ' ઉપર ભાર દઈને ‘દિ' બોલ્યા પછી તરત ‘ઠિ’ બોલવો. (દિક્ - ઠિ - સખ્યાલેહિમ્) ૧૧. એવામાઇએહિં આગારેહિં : એવમાઇ-એહિં-આગારેહિં’ આ પ્રમાણે વિભાગ પાડીને આ શબ્દો બોલવા અને વચ્ચેનો ‘એહિં' શબ્દ બોલવાનો રહી ન જાય એની સાવધાની રાખવી. ૧૨. અભગ્ગો : આમાંના જોડાક્ષર ‘ગો’(ગ્ + ગો)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ભ' ઉપર ભાર આવે એ રીતે ‘અ-ભગ્’ બોલ્યા પછી તરત ‘ગો’ બોલવો. (અ-ભગ- ગો) ૧૩. હુજ્જુ આમાંના જોડાક્ષર ‘જ્જ' (જ્ + જ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘હુ' ઉપર ભાર દઈને ‘હુજ્' બોલ્યા પછી તરત ‘જ’ બોલવો. (હુજ્-જ) 6 ૧૪. કાઉસ્સગ્ગો : આમાં સ’ (સ્ + સ) અને ગો’ (ગ્+ ગો) આ બે જોડાક્ષર છે. પ્રથમના જોડાક્ષર ‘સ્સ’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ઉ’ ઉપર ભાર આવે એ રીતે ‘કા-ઉસ્' બોલ્યા પછી જોડાક્ષર ‘ગો’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘સ’ ઉપર ભાર દઈને ‘સગ્’ બોલવું અને પછી તરત ‘ગો' બોલવો. (કા - ઉસ્← સન્- ગો) ૧૫. નમુક્કારેણું : આમાંના જોડાક્ષર ‘ક્કા' (ક્ + કા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘મુ’ ઉપર ભાર આવે એ રીતે ‘ન-મુક્' બોલ્યા પછી તરત ‘કારેણું' બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (ન-મુક્કારેણમ્) Page #39 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર છે ૨૧ ૧૬. અપ્રાણ : આમાંના જોડાક્ષર “પા” (પૃ + પા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “અ” ઉપર ભાર દઈને “અમ્' બોલ્યા પછી તરત “પાણ” બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (અય્-પાણ) ૧૭. આ સૂત્રમાં ઊસસિએણે, નીસસીએણે, ખાસિએણં, છીએણ, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, સુહમેહિં, અંગસંચાલેહિં, સુહમેહિ, ખેલસંચાલેહિ, સુહુહિં, દિક્ટિસંચાલેહિ, એવમાઇએહિં, આગારેહિં, અરિહંતાણં, ભગવંતાણું, નમુક્કારેણં, કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અને અપ્રાણું – ૨૩ શબ્દો અંતે અનુસ્વાર(મીંડા)વાળા છે તે ધ્યાનમાં રાખીને એ બધા શબ્દોના છેલ્લા અક્ષરો બે હોઠ ભેગા કરીને બોલવા. માનવના ભાષાકીય ઉચ્ચારો બે જાતના હોય છે ? એક વ્યાકરણના નિયમ મુજબનો શુદ્ધ ઉચ્ચાર અને બીજો બોલતાં બોલતાં નિષ્કાળજીને લીધે બદલાય તે અશુદ્ધ ઉચ્ચાર. ઉચ્ચાર મુખથી થાય છે અને મુખના અવયવોની હિલચાલ કુદરતી છે. સંસ્કૃત વ્યાકરણ કુદરતી રીતે થતા ઉચ્ચારો અનુસાર રચાયેલું છે, તેથી સંસ્કૃત વ્યાકરણને અનુસરતા ઉચ્ચારો વૈજ્ઞાનિક છે. પરસવર્ણ ઉચ્ચારણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયાત્મક સત્ય છે. (દા.ત., ન્ + ચ, ન્ + ત = દત્ત; સ્ + ૫ = સમ્પ) કુદરતી ઉચ્ચારણ મુજબ “પંચ' શબ્દમાં “શું” અનુનાસિક છે. (પચ્ચે) “પચ્ચને બદલે “પન્ચ” એવું ઉચ્ચારણ અશુદ્ધ ગણાય. તેથી “પચ્ચ” એવા શુદ્ધ ઉચ્ચારણના વિકલ્પ રૂપે “પ” એવા અકુદરતી - અશુદ્ધ ઉચ્ચારણને બતાવાય નહિ. ધ્વનિ ઉચ્ચાર માટેના જે અવયવો હોય તે અવયવો જ વાપરવા યોગ્ય ગણાય. પંચિંદિય’ શબ્દમાં સ્વાભાવિક એવા “પશ્ચિ” ઉચ્ચારણને બદલે લખવામાં “પન્ચિ' વપરાયું હોય તોપણ ઉચ્ચારણમાં તો આપોઆપ તાલવ્ય “ગ' અનુનાસિક જ આવી જાય. “પન્ચિ” એવું ઉચ્ચારણ સ્વાભાવિક રીતે શક્ય ન જ હોય, માટે “પગ' (પન) આવો વિકલ્પ બતાવવો યોગ્ય નથી. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૨* ૯. લોગસ્સ (નામસ્તવ) સૂત્ર લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે । અરિહંતે કિત્તઇસ્યું, ચવિસંપિ કેવલી ॥ ૧ ॥ ઉસભમજઅંચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઈ ચ । પઉમપ્પહં સુપાસું, જિણં ચ ચંદપ્પ ં વંદે ॥ ૨॥ સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપુજ્યં ચ । વિમલમણુંતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ ॥ ૩॥ કુંછું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ । વંદામિ રિટ્ટનેમિં, પાસું તહ વજ્રમાણં ચ ॥૪॥ એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણજરમરણા । ચવિસંપિ જિણવરા, તિયરા મે પસીમંતુ ॥ ૫ ॥ કિત્તિય મંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા । આરુર્ગા બોહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ ॥ ૬ ॥ ચંદેસુ નિમ્મલયરા, આઇએસુ અહિયં પયાસયરા । સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ॥ ૭ ॥ +++ ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. લોગસ્સ ઃ આમાંના જોડાક્ષર ‘સ્સ' (સ્ + સ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ગ' ઉપર ભાર આવે એ રીતે ‘લો-ગસ્' બોલ્યા પછી તરત ‘સ’ બોલવો. (લો-ગર્-સ) Page #41 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૨૩ ૨. ઉજ્જોઅગરે : આમાંના જોડાક્ષર ‘જ્જો' (જ્ + જો)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ઉ' ઉપર ભાર દઈને ‘ઉ' બોલીને ‘જોઅ' બોલવું અને પછી તરત ‘ગરે' બોલવું. (ઉર્દૂ-જોઅ-ગરે ) ‘ઉજ્જો-અગરે' એવો અસંગત વિભાગ પાડીને બોલવું નહિ, પણ ‘ઉજ્જોઅ – ગરે' એવો અર્થસંગત વિભાગ પાડીને બોલવું. ‘ઉજ્જોગરે’ એવું અશુદ્ધ ન બોલાઈ જાય એની સાવધાની રાખવી. ૩. ધમ્મતિત્શયરે : આમાં ‘મ્મ’ (મ્ + મ) અને ‘ત્ય’ (વ્ + થ) આ બે જોડાક્ષર છે. પ્રથમના જોડાક્ષર ‘મ્મ'ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ધ’ ઉપર ભાર દઈને ‘ધમ્’ બોલ્યા પછી તરત ‘મ’ બોલવો. પછી જોડાક્ષર ‘ત્ય’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘તિ’ ઉપર ભાર દઈને ‘તિત્' બોલવું અને પછી તરત ‘થ' બોલીને ‘યરે’ બોલવું. (ધ-મ-તિત્-શ-યરે) ૪. કિત્તઇસ્યું : : આમાં ‘ત્ત’ (વ્ + ત) અને ‘સ્પં’ (સ્ + સં) આ બે જોડાક્ષર છે. પ્રથમના જોડાક્ષર ‘ત્ત’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘કિ’ ઉપર ભાર દઈને ‘કિત્’ બોલ્યા પછી તરત ‘ત’ બોલવો. પછી જોડાક્ષર ‘સં’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ઇ’ ઉપર ભાર દઈને ‘ઇસ્’ બોલ્યા પછી તરત ‘સં’ બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (કિત્-ત-ઇસ્-સમ્) ૫. સંભવમભિણંદણું ચ 10 આ (સામાસિક) શબ્દના ‘સંભવમભિ-ગુંદણું ચ' આવા વિભાગ પાડીને પાઠ આપવો, લેવો અને ગોખવો નહિ. ‘ણંદણું’ની આદિમાં રહેલા ‘ણ'નો શુદ્ધ ઉચ્ચાર કેમ કરવો એની સમજ બાળકોને હોતી નથી, તેથી એની પૂર્વમાં ‘અ' કે ‘હ' જોડી દઈને ‘અણંદણું' કે ‘હણંદણં' એવું અશુદ્ધ બોલે છે અને એવું જ ખોટું ગોખી નાખે છે. પછી એ ભૂલ સુધરતી નથી. એવું ન બને તે માટે ‘સંભવ – મભિણું – દણું ચ' આવી Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર રીતે વિભાગ પાડીને પાઠ આપવો, લેવો અને ગોખવો. ‘મભિણું-દણં ચ’ને બદલે ‘મભિનં-દનં ચ’ એવું અશુદ્ધ બોલવું નહિ. ૬. પઉમપ્પ ં : આમાંના જોડાક્ષર પ્પ' (પ્ + ૫)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘મ' ઉપર ભાર આવે એ રીતે ‘પઉ-મપ્’ બોલ્યા પછી તરત ‘પહેં’ બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (પઉ-મપ્-પહમ્) ૭. ચંપ્પરું : આમાંના જોડાક્ષર ‘પ્પ' (પ્ + ૫)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘દ' ઉપર ભાર આવે એ રીતે ‘ચન્-દ' બોલ્યા પછી તરત ‘પહં' બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (ચન્-દપ્-પહમ્) ૮. પુષ્પદંત ઃ આમાંના જોડાક્ષર ‘ફં’ (પ્ + ફ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘પુ' ઉપર ભાર દઈને ‘પુપ્' બોલવું અને પછી ‘ફ' બોલીને તરત ‘દંતં’ બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (પુખ્-ફદત્તમ્) ૯. સિજ્જીસ ઃ : આમાંના જોડાક્ષર ‘જ્યું’ (જ્ + જં)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘સિ’ ઉપર ભાર દઈને ‘સિ' બોલ્યા પછી તરત ‘જંસ' બોલવું. અહીં ‘જ’ ઉપર અનુસ્વાર જ બોલવાનો છે, પણ અનુસ્વારના સ્થાને ‘ન્' (સિજ્જન્સ) બોલવાનો નથી. અનુસ્વારપૂર્વક ‘સિજ્-જસ’ એવો શુદ્ધ ઉચ્ચાર કરવો. ૧૦. વાસુપુજ્જુ ચ : આમાંના જોડાક્ષર ‘જ્જુ' (જ + *)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘વાસુ' બોલ્યા પર તરત ‘પુ' ઉપર ભાર દઈને ‘પુજ્' બોલવું અને પછી તરત ‘જÄ' બોલવું. (વાસુ-પુર્-જન્ચ) ૧૧. ધર્માં આમાંના જોડાક્ષર ‘મં’(પ્ + મ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ધ’ ઉપર ભાર દઈને ‘ધમ્’ બોલ્યા પછી તરત ‘મં’ બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (ધમ્-મમ્) Page #43 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર # ૨૫ ૧૨. મલ્લિ વંદે : આમાંના જોડાક્ષર “લ્લેિ' (+ લિં)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “મ” ઉપર ભાર દઈને “મમ્” બોલ્યા પછી તરત ‘હિં' બોલવું. અનુસ્વારનું ઉચ્ચારણ (મલ્-લિāદ) કૌંસમાં બતાવ્યા પ્રમાણે થાય. ૧૩. મુણિસુવર્ય આમાંના જોડાક્ષર “વ” (+વ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે મુણિ” બોલ્યા પછી “સુ” ઉપર ભાર દઈને “સુ” બોલવું અને પછી તરત “વયં” બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (મુણિ-સુ-વયમ) ૧૪. રિટ્ટનેમિં: આમાંના જોડાક્ષર “ટ્ટ" (+ ઠ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “રિ' ઉપર ભાર દઈને “રિ’ બોલ્યા પછી તરત “ઠ” બોલવો અને પછી તરત “નેમિં” બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (રિ-ઠ-નેમિમ) ૧૫. વદ્ધમાણં ચ : આમાંના જોડાક્ષર “દ્ધ” ( + ધ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “વ” ઉપર ભાર દઈને વત્ (વ) બોલ્યા પછી તરત “ધ” બોલવો અને પછી તરત “માણ’ બોલવું. (વર્ધ-માણમ્ય) વદ્ધમાણ'ને બદલે “વર્ધમાન' બોલાય નહિ. ૧૬. એવં મએ અભિથુઆ : આમાંના “એ” શબ્દના બદલે મહે' એવો ખોટો શબ્દ ન બોલાઈ જાય એની સાવધાની રાખવી. “અભિથુઆ' શબ્દ બોલતી વખતે “ભિ' ઉપર ભાર અપાઈ જાય તો “અભિળ્યુઆ' એવું અશુદ્ધ ઉચ્ચારણ થઈ જવાનો સંભવ રહે છે. શુદ્ધ ઉચ્ચારણ કરવા માટે ‘ભિ ઉપર જરા પણ ભાર ન આવે તે રીતે પ્રથમ ‘અભિ' બોલવું અને પછી તરત “થુઆ' બોલવું. (એવમ્-મએ-અભિ-શુઆ) ૧૭. વિહુય-રય-મલા : આ શબ્દ બોલતી વખતે “મ' ઉપર ભાર અપાઈ જાય તો “મલાને બદલે “મલ્લા' એવું અશુદ્ધ બોલાઈ જવાનો Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૬ * સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર સંભવ રહે છે, માટે ‘વિહુય-૨ય’ બોલ્યા પછી ‘મ’ ઉપર જરા પણ ભાર આપ્યા વિના ‘મલા’ બોલવું. (વિહુય-૨ય-મલા) ૧૮. પહીણ-જર-મરણા : આ સામાસિક શબ્દનું ઉચ્ચારણ કરતી વખતે બોલવાની ઝડપને કારણે એમાંના બે ‘૨'માં રહેલા ‘અ' સ્વર નીકળી જવાથી બંને ‘૨' ખોડા (૨) થઈ જવાને કારણે ‘જરમરણા’ને બદલે ‘જર્મર્ણા' એવું અશુદ્ધ ઉચ્ચારણ થઈ જવાનો સંભવ રહે છે. આવા અશુદ્ધ ઉચ્ચારણના નિવારણ માટે ‘પહીણ' બોલ્યા પછી ‘જર' બોલવું. ‘૨'માં ૨હેલો ‘અ' સ્વર બરાબર બોલાયા પછી ‘મર' બોલવું. આમાં પણ ‘૨'માં રહેલો ‘અ' સ્વર બરાબર બોલવો અને પછી તરત ‘ણા' બોલવું. (પહીણ -જર-મર “ણા) ૧૯. તિત્શયરા મે પસીમંતુ : આ પદમાં અલગ અલગ ત્રણ શબ્દો છે. ‘તિસ્થયરા' શબ્દની સાથે પછીના ‘મે' શબ્દને જોડી દઈને ‘તિત્શયરામે’એવું અસંગત બોલવું નહિ, પણ ત્રણેય શબ્દોને બરાબર જુદા પાડીને બોલવા. (તિત્શયરા મે પસીમંતુ) ૨૦. કિત્તિય : આમાંના જોડાક્ષર ‘ત્તિ' (ત્ + તિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ક' ઉપર ભાર દઈને ‘કિત્' બોલ્યાં પછી તરત ‘તિય’ બોલવું. (કિત્ - તિય) ૨૧. ઉત્તમા ઃ આમાંના જોડાક્ષર ત્ત' (વ્ + ત)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ઉ' ઉપર ભાર દઈને ‘ઉત્' બોલ્યા પછી તરત ‘તમા’ બોલવું. (ઉત્ - તમા ) ૨૨. સિદ્ધા : આમાંના જોડાક્ષર ‘દ્વા' (વ્ + ધા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘સિ’ ઉપર ભાર દઈને ‘સિ ્’ (સિદ્) બોલ્યા પછી તરત ‘ધા’ બોલવો. (સિ ્- ધા) Page #45 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર છે ૨૭ ૨૩. આરુન્ગ : આમાંના જોડાક્ષર “ગ' (ન્ + ગ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “રુ' ઉપર ભાર આવે એ રીતે “આ-રુગ” બોલીને તરત “ગ” બોલવો. (આ-રુગ - ગ) ૨૪. સમાહિ-વર-મુત્તમં: આમાંના જોડાક્ષર “” (ત્ + ત)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “મુત્” બોલીને તરત “તમે' બોલવું. (મુત્ત મમ્) આ સામાસિક પદ “સમાહિ-વરમુત્તમ” આવા અસંગત વિભાગ પાડીને બોલવું નહિ, પણ “સમાવિવર-મુત્તમ” આવા અર્થ- સંગત વિભાગ પાડીને બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. ૨૫. નિમ્મલયરા : આમાંના જોડાક્ષર “મ' (મ્ + મીના શુદ્ધ ઉચ્ચારણ માટે “નિ' ઉપર ભાર દઈને “નિમ' બોલ્યા પછી “માલ” બોલીને તરત “યરા' બોલવું. (નિમ-મલ-યરા) “નિમલ્લયરા” એવું (બે “મ'ને બદલે બે “લ્લ'વાળું) અશુદ્ધ ઉચ્ચારણ કરવું નહિ. ૨૬. આઇએસુ : આમાંના જોડાક્ષર “ચ્ચે' (સ્ + ચે)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ઇ” ઉપર ભાર આવે એ રીતે “આઇ” બોલીને તરત “ચેસુ” બોલવું. (આ ઇ -ચેસુ) ૨૭. આ લોગસ્સ સૂત્રમાંના “નિમ્મલયરા', “પયાસયરા', મમદિસંતુ આ શબ્દો બોલવાની અનુકૂળતા મુજબ “નિમ્પ-લયરા', “પયાસયરા', “મમદિ-સંતુ’ આ રીતે વિભાગ પાડીને બોલાય છે, પરંતુ અર્થની દષ્ટિએ અસંગતિ થતી હોવાથી આવાં ઉચ્ચારણો અશુદ્ધ ગણાય છે. નિમ્મલ-યરા” (નિર્મલ-તરા), “પયાસ-યરા” (પ્રકાશ-કરા), મમ દિસંતુ' (મને આપો) આવી રીતે વિભાગ પાડીને કરાતાં ઉચ્ચારણો અર્થની દૃષ્ટિએ સંગત થતાં હોવાથી શુદ્ધ ગણાય છે માટે આ શબ્દો આવી જ રીતે વિભાગ પાડીને બોલવા. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૨ ચોવીસ તીર્થંકરોનાં માતા-પિતા આદિ દર્શાવનારો કોઠો ક્રમાંક તીર્થંકર માતા જન્મનગરી લાંછન ૧. ઋષભદેવ નાભિ મરુદેવા ઇક્ષ્વાકુભૂમિ વૃષભ ૨. અજિતનાથ જિતશત્રુ વિજયા અયોધ્યા ગજ ૩. સંભવનાથ જિતારિ સેના શ્રાવસ્તી ૪. અભિનંદનસ્વામી સંવર સિદ્ધાર્થા અયોધ્યા ૫. સુમતિનાથ મેઘ મંગલા અયોધ્યા ૬. પદ્મપ્રભસ્વામી ધર સુસીમા કૌશાંબી ૭. સુપાર્શ્વનાથ પ્રતિષ્ઠ પૃથ્વી ૮. ચંદ્રપ્રભસ્વામી મહસેન લક્ષ્મણા સુગ્રીવ રામા દૃઢરથ નંદા ૧૧. શ્રેયાંસનાથ વિષ્ણુ વિષ્ણુ ૧૨. વાસુપૂજ્યસ્વામી વસુપૂજ્ય જયા ૧૩. વિમલનાથ કૃતવર્મા શ્યામા ૧૪. અનંતનાથ સિંહસેન ૯. સુવિધિનાથ ૧૦. શીતલનાથ પિતા ૧૫. ધર્મનાથ ૧૬. શાંતિનાથ ૧૭. કુંથુનાથ સૂર ૧૮. અરનાથ સુદર્શન ૧૯. મલ્લિનાથ કુંભ ૨૦. મુનિસુવ્રતસ્વામી સુમિત્ર ૨૧. નમિનાથ ભાનુ વિશ્વસેન ૨૨. નેમિનાથ ૨૩. પાર્શ્વનાથ ૨૪. મહાવીરસ્વામી સિદ્ધાર્થ સુયશા સુવ્રતા અચિરા શ્રી દેવી પદ્મ વારાણસી સ્વસ્તિક ચંદ્રપુરી કાકન્દી ભદ્દિલપુર સિંહપુર ચંપા રત્નપુર ગજપુર ગજપુર ગજપુર પ્રભાવતી મિથિલા પદ્માવતી રાજગૃહ વપ્રા મિથિલા વિજય સમુદ્રવિજય શિવા શૌર્યપુર અશ્વસેન વામા વારાણસી કાંપિલ્યપુર શૂકર અયોધ્યા શ્યન વજ મૃગ છાગ નંદ્યાવત્ત અશ્વ કપિ ક્રૌંચપક્ષી ત્રિશલા કુંડપુર ચન્દ્ર મકર શ્રીવત્સ ખડ્ગી મહિષ કલશ કૂર્મ નીલોત્પલ શંખ ફણી-સર્પ સિંહ આયુષ્ય ૮૪ લાખ પૂર્વ ૭૨ લાખ પૂર્વ ૬૦ લાખ પૂર્વ ૫૦ લાખ પૂર્વ ૪૦ લાખ પૂર્વ ૩૦ લાખ પૂર્વ ૨૦ લાખ પૂર્વ ૧૦ લાખ પૂર્વ ૨ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૮૪ લાખ વર્ષ ૭૨ લાખ વર્ષ ૬૦ લાખ વર્ષ ૩૦ લાખ વર્ષ ૧૦ લાખ વર્ષ ૧ લાખ વર્ષ ૯૫ હજા૨ વર્ષ ૮૪ હજા૨ વર્ષ ૫૫ હજાર વર્ષ ૩૦ હજાર વર્ષ ૧૦ હજા૨ વર્ષ ૧ હજાર વર્ષ ૧૦૦ વર્ષ ૭૨ વર્ષ Page #47 -------------------------------------------------------------------------- ________________ . ૨૯ ૧૦. કરેમિ ભંતે (સામાયિક-દંડક) સૂત્ર કરેમિ ભંતે ! સામાઈયે, સાવજ્જ જોપચ્ચક્ઝામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્ય ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્રાણ વોસિરામિ. ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. સાવજ્જ : આમાંના જોડાક્ષર “ર્જ' (જુ + જં)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “વ” ઉપર ભાર આવે એ રીતે “સા-વ' બોલ્યા પછી તરત “જં' બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (સા-વજુ-જમ) ૨. પચ્ચક્ઝમિ : આમાં “ચ્ચ' (ચ + ચ) અને “અ” (કુ + ખ) આ બે જોડાક્ષર છે. આમાંના જોડાક્ષર “ચ”ના શુદ્ધ ઉચ્ચારણ માટે “પ” ઉપર ભાર દઈને “પચ” બોલ્યા પછી જોડાક્ષર “ખ”ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ચ” ઉપર ભાર દઈને “ચક' બોલવું અને પછી તરત “ખામિ' બોલવું. (પ-ચક્ર-ખામિ) ૩. પજુવાસામિ : આમાંના જોડાક્ષર “જુ' (જુ + જુ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “પ” ઉપર ભાર દઈને “પજૂ” બોલ્યા પછી “જુ' બોલવું અને પછી તરત “વાસામિ' બોલવું. પ-જુ-વાસામિ) Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૪. પડિક્કમામિ : આમાંના જોડાક્ષર “ક્ક' (કુ + ક)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ડિ' ઉપર ભાર આવે એ રીતે “પ-ડિ” બોલ્યા પછી તરત “કમામિ' બોલવું. (પ-ડિ-કમામિ) ૫. અપ્રાણ : આમાંના જોડાક્ષર “પા' (પુ + પા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “અ” ઉપર ભાર દઈને “અપ” બોલ્યા પછી તરત પાણ” બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (અપ-પાણ...) સામાયિક લેવાની વિધિ ૧. શુદ્ધ ધોતિયું પહેરવું. ૨. કીડી વગેરે જીવોની રક્ષા કરવા માટે, બેસવાની જગ્યાનું ચરવળાથી ત્રણ વાર સારી રીતે પ્રમાર્જન કરીને પછી કટાસણું પાથરવું. ૩. ધાર્મિક પુસ્તકને સાપડા ઉપર સ્થાપન કરવું. ૪. ડાબા હાથમાં મુહપરી ગ્રહણ કરી એને મુખ આડે રાખવી અને જમણા હાથની હથેળીને પુસ્તક સામે રાખી સ્થાપના સ્થાપવાની મુદ્રાપૂર્વક નવકાર તથા પંચિંદિય કહીને ગુરુસ્થાપના કરવી. પ. ૧૭ સંડાસાની પ્રાર્થના સાચવવી અને ઊભા થઈને, ઈચ્છામિ ખમાસમણો વંદિઉં, જાવ. જાએ નિસાહિઆએ, (ગુરુ-છંદેણે) મયૂએણ વંદામિ. એ પ્રમાણે વિધિપૂર્વક ખમાસમણ દઈને નીચે મુજબ આદેશો માગવા. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ?' (ગુરુ-પડિક્કમેહ) “ઇચ્છે' કહીને ઈરિયાવહિયં, ' તસ્સ ઉત્તરી, અન્નત્ય કહી ૧ લોગસ્સ (ન આવડે તો ૪ નવકાર)નો કાઉસ્સગ્ન કરવો. નમો અરિહંતાણં' કહી કાઉસ્સગ પારી પ્રગટ લોગસ્સ કહેવો. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૬. ખમાસમણ દઈને, સામાયિક મુહપત્તી પડિલેહું ?' ઉભડક બેસી મુહપત્તીની તથા સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર * ૩૧ ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! (ગુરુ-પડિલેવેહ) ‘ઇચ્છું’ કહી શરીરની પડિલેહણા કરવી. ૭. ઊભા થઈ ખમાસમણ દઈને, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક સંદિસાહું ?' (ગુરુ-સંદિસાવેહ) ૮. ‘ઇચ્છું' કહી ખમાસમણ દઈને, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક ઠાઉં ?' (ગુરુ-ઠાએહ) ‘ઇચ્છું' કહી બે હાથ જોડી નવકાર ગણી બોલવું ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી !' ૧ ( ગુરુ ‘કરેમિ ભંતે’ સૂત્રનો ઉચ્ચાર કરે. શિષ્ય બે હાથ જોડી એને મસ્તકે ચડાવી મનમાં બોલી સૂત્ર ગ્રહણ કરે. ગુરુ ન હોય તો વડીલ અને વડીલ પણ ન હોય તો પોતે જાતે ‘કરેમિ ભંતે’ સૂત્રનો ઉચ્ચાર કરી લે. ૯. ખમાસમણ દઈને, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણું મંદિસાહું ?' (ગુરુ-સંદિસાવેહ) ‘ઇચ્છું' કહી– " ૧૦. ખમાસમણ દઈને, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ?' (ગુરુ-ઠાએહ) ‘ઇચ્છું' કહી ૧૧. ખમાસમણ દઈને, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય સંદિસાહું ?' (ગુરુ-સંદિસાવેહ) ‘ઇચ્છું' કહી – ૧૨. ખમાસમણ દઈને, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સાય કરું ?' (ગુરુ-કરેહ) ‘ઇચ્છું' કહી બે હાથ જોડી ૩ નવકાર ગણી, જયણાપૂર્વક કટાસણા પર બેસીને બે ઘડી (૪૮ મિનિટ) સુધી એકાગ્રચિત્તે સ્વાધ્યાય કરવો અને ધર્મધ્યાનમાં લીન થવું. જેટલો કાળ સામાયિકમાં પસાર થાય એટલો જ કાળ સફળ છે. બાકીનો કાળ સંસારવૃદ્ધિનું કારણ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જ સામાયિકમાં વર્જવાના ૩૨ દોષ - સંક્ષેપથી મનના ૧૦ દોષ ૧. શત્રુ ઉપર ક્રોધ કરવો. ૨. અવિવેકવાળા વિચાર કરવા. ૩. સૂત્રાર્થ ન વિચારવો. ૪. મનમાં કંટાળવું. ૫. યશની ઇચ્છા રાખવી. ૬. અવિનય કરવો. ૭. ભય રાખવો. ૮. સાંસારિક કામના વિચાર કરવા. ૯. સામાયિકનું ફળ મળશે કે નહિ એવી શંકા રાખવી. ૧૦. નિયાણું કરવું. વચનના ૧૦ દોષ : ૧. કુવચન બોલવું. ૨. હુંકાર-ગર્વ કરવો. ૩. પાપનું કામ કરવા કહેવું. ૪. લવારો કરવો. ૫. કજિયો-કલહ કરવો. ૬. આવો, જાઓ, બેસો વગેરે હુકમો કરવા અને સત્કાર વચન બોલવાં. ૭. ગાળ બોલવી, શાપ દેવો. ૮. બાળકને રમાડવું. ૯. નિંદા-કૂથલી, વિકથા કરવી. ૧૦. ઠઠ્ઠા-મશ્કરી કરવી. કાયાના ૧૨ દોષો : ૧. આસન સ્થિર ન રાખવું. ૨. ચારેય બાજુ જોયા કરવું. ૩. સાવદ્ય કામ કરવું. ૪. આળસ મરડવી. ૫. અવિનયવાળું વર્તન કરવું. ૬. ટેકો દઈને બેસવું. ૭. શરીરનો મેલ ઉતારવો. ૮. ખણવું - ખજવાળવું. ૯. પગ ઉપર પગ ચડાવીને બેસવું. ૧૦. ઢાંકવા લાયક અંગ ઉઘાડું મ. ૧૧. ઉઘાડું મૂકવા લાયક અંગ ઢાંકવું. ૧૨. ઊંઘવું. | “ડ-ગ' આ બે અનુનાસિક વ્યંજનોનો ઉચ્ચાર સામાન્ય જન પણ કરતો જ હોય છે. પ્રાકૃતમાં ઉચ્ચારણમાં “ડ-ગ' આ બે અનુનાસિક વ્યંજનો નથી એમ ન જ કહેવાય. લેખનમાં ભલે ન હોય, ઉચ્ચારણમાં તો છે જ. - શ્રી કે. કા. શાસ્ત્રી Page #51 -------------------------------------------------------------------------- ________________ સામાયિકમાં વર્જવાના ૩૨ દોષ - વિસ્તારથી મનના ૧૦ દોષ (૧) અવિવેક દોષ : સામાયિકના સમય દરમિયાન આત્મહિત સિવાય બીજા વિચાર કરવા. (૨) યશકીર્તિ દોષ : લોકમાં પોતાની વાહ વાહ થાય એવી ઇચ્છાથી સામાયિક કરવું. (૩) લાભવાંછા દોષ : સામાયિક કરવા દ્વારા કોઈ પણ જાતના ધનની ઈચ્છા રાખવી. (૪) ગર્વ દોષ : બધા કરતાં મારું સામાયિક સારું છે, હું બધાથી ચડિયાતો છું વગેરે ગર્વભર્યા વિચાર કરવા. (૫) ભય દોષ : હું સામાયિક નહિ કરું તો લોકો મારું ઘસાતું બોલશે એવા ભયથી સામાયિક કરવું. (૬) નિદાન દોષ : સામાયિકના ફળ રૂપે કોઈ પણ જાતના સાંસારિક સુખની ઇચ્છા રાખવી. (૭) સંશય દોષ : મને સામાયિકનું ફળ મળશે કે નહિ એવી શંકા રાખીને સામાયિક કરવું. (૮) રોષ દોષ : કોઈ પણ કારણથી ઉત્પન્ન થયેલા રોષમાં ને રોષમાં સામાયિક કરવું. (૯) અવિનય દોષ : જ્ઞાન, દર્શન, ચારિત્ર અને એના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનય વગર સામાયિક કરવું. (૧૦) અબહુમાન દોષ : ભક્તિભાવ, બહુમાનભાવ અને ઉમંગ રહિતપણે સામાયિક કરવું. Page #52 -------------------------------------------------------------------------- ________________ વચનના ૧૦ દોષ (૧) કુવચન દોષ : કટુ, અપ્રિય, અસત્ય, અહિતકર, અનુચિત વચન બોલવું. (૨) સહસાકાર દોષ : વગર વિચાર્યે એકાએક અનુચિત બોલવું. (૩) સ્વચ્છંદ દોષ : શાસ્ત્રવચનની દરકાર રાખ્યા વિના બોલવું. (૪) સંક્ષેપ દોષ : સામાયિક લેતી વખતે એની વિધિના પાઠ વચમાં શબ્દ કે અક્ષરો રહી જાય એવી રીતે બોલવા અથવા સ્વાધ્યાય દરમિયાન કોઈ પણ સૂત્ર - સિદ્ધાંતના પાઠ ટૂંકાણમાં બોલવા. (૫) કલહ દોષ : સામાયિક દરમિયાન કોઈની પણ સાથે કલહકારી વચન બોલવું. (૬) વિકથા દોષ : સ્ત્રીકથા, દેશકથા, રાજકથા, ભોજનથા – કોઈની પણ સાથે આ ચાર વિકથા સંબંધી વાતો કરવી. (૭) હાસ્ય દોષ : સામાયિકમાં હસવું - હાંસીમજાક કરવી. (૮) અશુદ્ધ દોષ : સામાયિકની વિધિનાં સૂત્રો બોલતી વખતે અને સામાયિક દરમિયાન સ્વાધ્યાય કરતી વખતે સૂત્રપાઠમાં કાનો, માત્રા અનુસ્વાર(મીંડું) આદિ ચૂનાધિક (વધારે-ઓછાં) બોલવાં. (૯) નિરપેક્ષ દોષ : “હું આમ કરીશ જ' વગેરે કારપૂર્વકનાં નિશ્ચયાત્મક વચન બોલવાં. (૧૦) મુણમુણ દોષ : સામાયિકમાં ગણગણ્યા કરવું, સૂત્રપાઠી ગરબડિયા બોલવા વગેરે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૫ કાયાના ૧૨ દોષ (૧) અયોગ્ય આસન દોષ: પગ ઉપર પગ ચડાવીને બેસવું વગેરે. (૨) અસ્થિરાસન દોષ : જ્યાંથી ઊઠવું પડે એવા સ્થાને અથવા ચલાયમાન આસને બેસવું. (૩) ચલદૃષ્ટિ દોષ: નવરા બેસીને ચારે બાજુ નજર ફેરવ્યા કરવી. (૪) સાવધક્રિયા દોષ : ઘર-દુકાન આદિનાં સાવદ્ય (પાપ) કાર્યો સંબંધી ઇશારા કરવા. (૫) આલંબન દોષ : ભીંત, થાંભલો વગેરેના ટેકે બેસવું. (૬) આકુંચન-પ્રસારણ દોષ : હાથ-પગને લાંબા-ટૂંકા કર્યા કરવા. (૭) આલસ દોષ : આળસ કરવી, આળસ મરોડવી. (૮) મોટન દોષ : આંગળીના ટાચકા(ટચાકા) ફોડવા, શરીર મરડવું. (૯) મલ દોષ : શરીર પરથી મેલ ઉતારવો. (૧૦) વિમાસણ દોષ : એદીની જેમ બેસી રહેવું. (૧૧) નિદ્રા દોષ : ઊંઘવું, ઝોકાં ખાવાં. (૧૨) વસ્ત્રસંકોચન દોષ : ઢાંકી રાખવા લાયક અંગ ઉઘાડાં મૂકવાં. આ ઉચ્ચારણ-શુદ્ધિ-માર્ગદર્શન અદ્ભુત, અભૂતપૂર્વ, ખૂબ ચોક્સાઈભર્યું, અતિ આવશ્યક અને ઉપાસક આત્માઓ માટે કલ્યાણકારક છે. - ડૉ. નારાયણ કંસારા Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૬ * સામાઇયવય-જુત્તો (સામાયિક પારવાનું) સૂત્ર સામાઇયવય-જુત્તો, જાવ મણે હોઇ, નિયમ-સંજુત્તો । છિન્નઇ અસુરૂં કર્માં, સામાઇય જત્તિયા વારા || ૧ || સામાઇયમ્મિ ઉ કએ, સમણો ઇવ સાવઓ હવઇ જા । એએણ કારણેણં, બહુસો સામાઈયં કુ ॥ ૨ ॥ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્યું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. દશ મનના, દેશ વચનના, બાર કાયાના એ બત્રીસ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. સંજુત્તો : આમાંના જોડાક્ષર ‘ત્તો' (ત્ + તો)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘જુ' ઉપર ભાર આવે એ રીતે ‘સં-જુ' બોલ્યા પછી તરત ‘તો' બોલવો. (સઞ- જુત-તો) W ૨. છિન્નઈ : આમાંના જોડાક્ષર ‘ન' (ન્ + ન)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘છિ' ઉપર ભાર દઈને ‘છિન્' બોલ્યા પછી તરત ‘નઇ’ બોલવું. (છિન - નઇ) ૩. કમ્મ : આમાંના જોડાક્ષર ‘મં’ (મ્ + મં)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ક' ઉપર ભાર દઈને ‘કમ્’ બોલ્યા પછી તરત ‘મં' બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (કમ્-મમ્) Page #55 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૨૩૭ ૪. જત્તિયા : આમાંના જોડાક્ષર ‘ત્તિ' (ત્ + તિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘જ' ઉપર ભાર દઈને ‘જત્' બોલ્યા પછી તરત ‘તિયા' બોલવું. (જતુ - તિયા) ૫. સામાઇયમ્મિ ઃ આમાંના જોડાક્ષર ‘સ્મિ' (મ્ + મિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે પ્રથમ ‘સામાઇ’ બોલ્યા પછી ‘ય’ ઉપર ભાર દઈને ‘યમ્’ બોલવું અને પછી તરત ‘મિ’ બોલવું. (સામાઇ-યકિંમ) ૬. ઉ કએ : આમાં બે શબ્દો છે તે બંને અલગ જ બોલવા. બંને શબ્દોને જોડી દઈને ‘ઉકએ' બોલવું નહિ. ૭. જમ્યા : આમાંના જોડાક્ષર ‘મ્હા' (મ્ + હા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે જ' ઉપર ભાર દઈને ‘જમ્' બોલ્યા પછી તરત ‘હા' બોલવો. (જમ્મુ-હા) ૮. એએણ કારણેણું : ‘એએણ' ને બદલે ‘એએણં' એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી જરૂરી છે. ૯. કુંજ્જા : આમાંના જોડાક્ષર ‘જ્જા' (જ્ + જા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘કુ' ઉપર ભાર દઈને ‘કુ' બોલ્યા પછી તરત ‘જા' બોલવું. (કુજ્- જા) ૧૦. સવિહુ : આમાં છેલ્લો અક્ષર (માથે મીંડા વગરનો) ‘હુ’ છે, પણ (માથે મીંડાવાળો) ‘હું' નથી તે ધ્યાનમાં રાખવું. ધાર્મિક સૂત્રોના શુદ્ધ ઉચ્ચારણ કરવા અંગેનું સંપૂર્ણ લખાણ જોયું. આ પુસ્તકમાં અપાયેલા માર્ગદર્શન પ્રમાણે ધાર્મિક શિક્ષકો પાઠશાળાનાં બાળકોને શુદ્ધ ઉચ્ચારણ શીખવવાનો પ્રયત્ન કરે તો દરેક બાળકના ઉચ્ચારો એટલા શુદ્ધ બની જાય કે એના મુખે બોલાયેલાં સૂત્રો સાંભળનારને સાનંદ પૂછવાનું મન થઈ જાય કે ‘તમે આવા શુદ્ધ ઉચ્ચારપૂર્વક સૂત્રો બોલતાં કોની પાસે શીખ્યા છો ?' આચાર્ય વિજય મુક્તિપ્રભસૂરિ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ક. સામાયિક પારવાની વિધિ (૧) વિધિપૂર્વક ખમાસમણ દઈને આદેશ માગવા ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ?' (ગુરુ-પડિક્કમેહ) “ઇચ્છે' કહી ઈરિયાવહિય, તસ્સ ઉત્તરી, અન્નત્ય કહી ૧ લોગસ્સ (ન આવડે તો ૪ નવકાર)નો કાઉસ્સગ્ન કરવો. નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લોગસ્સ બોલવો. (૨) ખમાસમણ દઈને, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું ! મુહપત્તી પડિલેહું ?” (ગુરુ-પડિલેહ) “ઇ' કહી વિધિપૂર્વક મુહપત્તીની તથા શરીરની પડિલેહણા કરવી. (૩) ખમાસમણ દઈને, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું ! સામાયિક પારું ?' (ગુરુ-પુણોવિ કાયā) “યથાશક્તિ' કહેવું. (૪) ખમાસમણ દઈને, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક પાર્યું ?' (ગુરુ-આયારો ન મોત્તવો) “તહત્તિ” કહેવું. (૫) જમણો હાથ (હથેળી) ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને ૧ નવકાર બોલી સામાઇયવયજુરો સૂત્ર કહેવું. (૬) સ્થાપનાચાર્ય સ્થાપ્યા હોય તો જમણા હાથની હથેળી મુખ સામે રાખી (ઉત્થાપન મુદ્રા કરવી) ૧ નવકાર ગણવો. શુદ્ધ ઉચ્ચાર કોને કહેવાય? શબ્દની અંદર જેટલા અક્ષર હોય એ લા જ અક્ષર બોલાય, એક પણ અક્ષર વધે ઘટે નહિ, હું અસર હોય તે જ અક્ષર બોલાય, પણ એકને બદલે બીજો બોલા- નહિ, અડધો અક્ષર હોય તે અડધો જ બોલાય અને આખો અક્ષર હોય તે આખો જ બોલાય, હસ્વ હોય તે સ્વ બોલાય અને દીર્ઘ હોય તે દીર્ઘ બોલાય એને સામાન્યથી શુદ્ધ ઉચ્ચાર કહેવાય. Page #57 -------------------------------------------------------------------------- ________________ સામાયિક-વિધિ-વિચાર ૧. આત્માની સ્વાભાવિક સ્થિતિને પામવી, તેમાં તલ્લીન થવું એ જ સામાયિક છે. સામાયિકથી સમતાયોગ સધાય. સામાયિક દ્વારા સમતાનો આંશિક આસ્વાદ પામી શકાય છે. ૨. સંસાર પાપમય છે. પાપમય સંસારમાં જેટલો સમય સામાયિકમાં રહેવાય તેટલો સમય પાપથી બચી શકાય છે. ૩. સામાયિક મન-વચન-કાયાને નિષ્પાપ બનાવવા માટે છે. સામાયિકમાં કદાચ મનને સ્થિર ન રાખી શકાય તોપણ મૌન પાળવા દ્વારા શરીરને પણ સ્થિર રાખી શકાય છે. એનો લાભ પણ ઘણો છે. ભાવપૂર્વક સામાયિક કરવાથી અનંત કમની નિર્જરા થાય છે. ૪. પૂજા, પ્રતિક્રમણ વગેરે ધમાં અમુક જ સમયે થઈ શકે છે, જયારે સામાયિક એક એવો ધર્મ છે કે જે ગમે ત્યારે થઈ શકે છે. ક્રિયા રૂપે ઘણા કલાકો સુધી અને ભાવ રૂપે ચોવીસેય કલાક કરી શકાય છે. ૫. શ્રુતસામાયિક, સમ્યક્તસામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિક – આમ ચાર પ્રકારનાં સામાયિક છે. ૬. ગૃહસ્થોએ તીર્થંકર-પરમાત્માના મહાચારિત્રના અનુકરણ રૂપે નમૂના રૂપે દેશવિરતિસ્વરૂપ બે ઘડીનું પણ, ઓછામાં ઓછું એક સામાયિક તો રોજ અવશ્ય કરવું જોઈએ. ૩ર દોષરહિત સામાયિક શુદ્ધ સામાયિક કહેવાય. સામાયિકમાં શ્રાવક સાધુ સમાન બને છે. ૭. સામાયિક રાગ-દ્વેષને હણવા માટે છે. ઘર રાગદ્વેષનાં નિમિત્તોથી ભરપૂર છે. ઘરનું વાતાવરણ મોહમય હોય તેથી ચિત્ત ઘરના અને સંસારના વિચારોમાં જ રહ્યા કરે, માટે ઘરમાં બેસીને સામાયિક સારી રીતે થઈ શકે નહિ. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કે સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ઉપાશ્રયનું વાતાવરણ રાગદ્વેષનાં નિમિત્તોથી રહિત અને સમતા સાધવામાં અનુકૂળ હોય છે, માટે સામાયિક ઉપાશ્રયે જઈને કરવું જોઈએ. ૮. સામાયિકમાં મુખ, શરીર, વસ્ત્રો, ઉપકરણો અને ભૂમિની શુદ્ધિ અવશ્ય હોવી જોઈએ તથા ભાવની શુદ્ધિ પણ જાળવવી જોઈએ. ૯. ધર્મક્રિયામાં સાંધ્યા-સીવ્યા વગરના વસ્ત્રની મહત્તા છે. દુનિયામાં જેમ પોલીસ વગેરેના ગણવેશનો પ્રભાવ હોય છે, તેમ ધર્મક્રિયાના વેશનો પણ જબરો પ્રભાવ હોય છે. ધર્મક્રિયાનો વેશ આપણને આચારની મર્યાદામાં જકડી રાખનાર છે, તેથી તેની ઉપેક્ષા કરાય નહિ. ભગવાને ધર્મક્રિયામાં બતાવેલા વેશની મર્યાદા, આપણી અનુકૂળતા ખાતર તોડવી હિતકર નથી. પુરુષોએ ધોતિયું પહેરીને સામાયિક કરવું જોઈએ. સીવેલું વસ્ત્ર પહેરીને સામાયિક કરાય નહિ. ૧૦. સામાયિકમાં પહેરવાનું ધોતિયું સુંદર, સ્વચ્છ, અખંડ અને શુદ્ધ જ હોવું જોઈએ. મેલુંઘેલું, ફાટેલું, સાંધેલું કે બળેલું વસ્ત્ર પહેરીને સામાયિક કરાય નહિ. નવું ધોતિયું વાપરવા કાઢવાનું હોય ત્યારે તેની શુભ શરૂઆત સામાયિક-પ્રતિક્રમણથી કરવી જોઈએ. ૧૧. જે વસ્ત્ર પહેરીને ખાધું પીધું હોય, લઘુશંકા(એક) કરી હોય અથવા બીજી કોઈ પણ રીતે અપવિ થયેલું હોય એવું વસ્ત્ર પહેરીને સામાયિક કરાય નહિ. ૧૨. સામાયિક-પ્રતિક્રમણ કરતી વખતે ધોતિયું કાછડી મારીને અને પાટલી વાળીને જ પહેરવું જોઈએ. ગમે તેટલી ઉતાવળ હોય તો પણ કેડ ફરતું વીંટાળી દઈને લુંગીની જેમ પહેરાય નહિ. Page #59 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર × ૪૧ ૧૩. શિયાળામાં ઠંડી સહન થઈ શકતી ન હોય ત્યારે ઉપરના ભાગે ખેસ કે કામળી (સીવ્યા વગરનું વસ્ત્ર) ઓઢી શકાય, પણ ગંજી, ખમીસ, ઝભ્ભો, બુશકોટ, જાંઘિયો વગેરે સીવેલાં વસ્ત્રો પહેરીને તેમ જ માથા ઉપર મફલર વીંટાળીને કે કાનટોપી પહેરીને અથવા કાનનો પટ્ટો બાંધીને સામાયિક કરાય નહિ. ૧૪. કટાસણું, મુહપત્તી અને ચરવળો—આ બધાં ઉપકરણો શુદ્ધ, સ્વચ્છ અને અખંડ હોવાં જોઈએ. ધાર્મિક ઉપકરણો મેલાં-ઘેલાં, ફાટેલાં, સાંધેલાં, બળેલાં કે ખંડિત ન હોવાં જોઈએ. ૧૫. સામાયિક કરતી વખતે ખુલ્લી ફરસ (લાદી-જમીન) ઉપર નહિ, પણ ઊનના કટાસણા ઉપર બેસવાનું કારણ એ છે કે, ‘હું સામાયિકમાં છું' એવો પોતાને ઉપયોગ (સાવધાની) રહે, વળી અન્ય લોકો પણ સમજે કે, ‘અત્યારે તેઓ ધર્મક્રિયામાં છે, માટે એમને કોઈ પણ જાતનો વિક્ષેપ કરાય નહિ.' ૧૬. કટાસણું શુદ્ધ ઊનનું રાખવાનું કારણ તે જીવજંતુને ઝટ બાધક બનતું નથી, તેથી જયણા પળાય છે. વળી તેનાથી પોતાને પણ અપ્રમાદ રહે છે. આસન સુંવાળું હોય તો પ્રમાદ કરાવે. અપ્રમાદ અને અહિંસા ધર્મના પાલનમાં ઊનનું કટાસણું ખૂબ ઉપયોગી છે. ઊનના કટાસણામાં અશુભપણાને દૂર કરવાની અને શુભપણાને ગ્રહણ કરવાની શક્તિ હોય છે. પૃથ્વીમાં ઊર્જા (વીજળી) વહેતી હોય છે. આપણે આરાધના, સાધના, જાપ, ધ્યાન વગેરે કરીએ છીએ ત્યારે આપણું તેજસ્ અર્થાત્ વિદ્યુત શરીર સક્રિય બને છે. એનાથી પેદા થતી ઊર્જાને ધરતીમાં વહેતી ઊર્જા ખેંચી ન લે તે માટેના અવરોધક તત્ત્વરૂપે ઊનનું કટાસણું છે. આ કારણથી પણ કટાસણું ઊનનું વાપરવાનું વિધાન હોય એમ સંભવે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૨ * સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર કટાસણું સફેદ હોવું જોઈએ. શ્વેતવર્ણના આલંબનથી આરાધનામાં જરૂરી એવી સાત્ત્વિકતા આપણામાં પ્રગટે છે. આપણા શરીરની ગરમીથી સૂક્ષ્મ ત્રસ જીવોની વિરાધના થવાનો સંભવ હોવાથી, કટાસણા વિના જમીન ઉપર બેસાય નહિ. કટાસણું પોત-પોતાના હાથ પ્રમાણે ૧|| હાથ લાંબું અને ૧॥ હાથ પહોળું હોવું જોઈએ. એના ઉપર બેઠાં પછી આપણા શરીરનો કોઈ ભાગ જમીનને અડે નહિ એવું હોવું જોઈએ. કટાસણું પોતાના શરીરના માપથી નાનું પણ ન હોવું જોઈએ અને મોટું પણ ન હોવું જોઈએ. કટાસણું સારી રીતે જયણા પાળી શકાય એવું સપાટ જ હોવું જોઈએ. ગૂંથેલા મોટાં છિદ્રોવાળા કટાસણામાં જીવોની જયણા પાળી શકાતી નથી માટે એવુ કટાસણું વપરાય નહિ. કટાસણા ઉપર અક્ષરો લખાય નહિ. અક્ષરો ઉપર પગ પડે છે, તેથી જ્ઞાનની આશાતના થાય છે અને જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે. પોતાનું કટાસણું ઓળખાય તે માટે તેના ઉપર કોઈ પણ ડિઝાઈન (ભાત) કરી શકાય છે. ૧૭. મુહપત્તી સફેદ વસ્ત્રની, ભરત ભર્યા વગરની, પોત-પોતાના હાથની ૧ વેંત ૪ આંગળ લાંબી-પહોળી, સમચોરસ પ્રમાણવાળી જોઈએ. તેના ત્રણ છેડા રેસાવાળા (ઓટેલા નહિ) અને એક છેડો બાંધેલી કિનારવાળો જોઈએ. તેની ગડી પણ વિધિ મુજબ પાડવી જોઈએ. મુહપત્તી મેલી રખાય નહિ, મેલી રાખવાથી દોષ લાગે. ૧૮. ૨૪ આંગળની દાંડી અને ૮ આંગળની દશી સહિત પોતપોતાના હાથના (આડા) આંગળ પ્રમાણે કુલ ૩૨ આંગળનો ચરવળો હોવો જોઈએ. દાંડી અને દશીનો ગુચ્છો સહેજ ઓછા-વત્તા પ્રમાણમાં હોય તોપણ બંનેનું મળીને ૩૨ આંગળનું માપ હોવું જોઈએ. આ માપથી નાનો ચરવળો વપરાય નહિ. Page #61 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૨૪૩ ચરવળાની દાંડી ભાંગ્યા-તૂટ્યા વિનાની અખંડ અને દશી સારી રીતે પૂંજી શકાય તેટલા પૂરતા પ્રમાણમાં તેમ જ સ્વચ્છ હોવી જોઈએ. આપણો આત્મા ૨૪ દંડકથી દંડાયેલો છે અને ૮ કર્મથી બંધાયેલો છે. ૨૪ દંડકથી મુક્ત થવા દાંડીનું પ્રમાણ ૨૪ આંગળનું ને ૮ કર્મથી મુક્ત થવા દશીનું પ્રમાણ ૮ આંગળનું છે એવો ભાવ તારવી શકાય. લાકડું(કાષ્ઠ), પ્લાસ્ટિક વગેરે દરેક વસ્તુના ગુણધર્મ જુદાજુદા હોય છે. કાઠમાં (પ્લાસ્ટિક, સ્ટીલ વગેરેથી જુદો) વિશિષ્ટ પ્રકારનો એક ઉત્તમ ગુણધર્મ રહેલો છે, માટે ચરવળાની દાંડી કાષ્ઠની હોય તે ઉત્તમ છે, તેમાં પણ ચંદનના કાષ્ઠની હોય તે વધારે ઉત્તમ ગણાય. આજ્ઞા પ્રમાણે પુરુષોએ ગોળ દાંડીનો અને સ્ત્રીઓએ ચોરસ દાંડીનો જ ચરવળો રાખવો જોઈએ. પુરુષોએ ચોરસ દાંડીનો અને સ્ત્રીઓએ ગોળ દાંડીનો ચરવળો વપરાય નહીં. ૧૯ સામાયિક ઊભાં-ઊભાં લેવાય. સામાયિક લેવાની ક્રિયામાં ખમાસમણ દેતી વખતે ૧૭ સંડાસા ( (શરીરના સાંધાના ભાગો) પૂંજવા માટે ચરવળો અવશ્ય જોઈએ. ૨૦. સામાયિક લેતાં પહેલાં ગુરુવંદન કરવું જોઈએ. સામાયિક લીધા પછી ગાથા આપવા-લેવા માટે પણ ગુરુવંદન કરવું જોઈએ. ગુરુવંદન કર્યા પછી ગાથા આપતાં લેતાં પહેલાં ગુરુમહારાજનો વિનય કરવા માટે ‘વાયણા સંદિસાહું ?’ ‘વાયણા લેશું ?' ‘ઇચ્છકારી ભગવન્ પસાય કરી વાયણા પસાય કરશોજી' એ ત્રણ આદેશ માગવા જોઈએ. - ૨૧. સામાયિક કરવા માટે કટાસણું પાથરતાં પહેલાં જમીન શુદ્ધ ને જીવજંતુરહિત છે કે નહિ, તે સારી રીતે જોઈ લેવું જોઈએ. ત્યાર પછી બેસવાની જમીન ચરવળાથી ત્રણ વાર સારી રીતે પૂંજીને જીવજંતુરહિત પવિત્ર જમીન ઉપર જ કટાસણું પાથરવું જોઈએ. કટાસણું ઝાટકીને પથરાય નહિ. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૪ * સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૨૨. સ્ત્રીથી પુરુષનો વેશ પહેરીને અને માથું ઉઘાડું રાખીને સામાયિક કરાય નહિ. ૨૩. વસ્ત્ર, શરીર કે માથાના વાળ કાચા પાણીવાળા હોય ત્યારે તે સુકાય નહિ ત્યાં સુધી સામાયિક લેવાય નહિ. ૨૪. મિથ્યાત્વપોષક માદળિયું વગેરે પહેરીને તથા પાવરવાળી કે ચાવીવાળી ઘડિયાળ પહેરીને સામાયિક કરાય નહિ. પાવરવાળી કોઈ પણ વસ્તુનો ઉપયોગ સામાયિકમાં થઈ શકે નહિ. ૨૫. સામાયિક રાગ-દ્વેષને મંદ પાડીને સમતા સાધવા માટે છે, માટે રાગદ્વેષનાં નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. પુરુષને માટે સ્ત્રી અને સ્ત્રીને માટે પુરુષ રાગનું કારણ હોવાથી સ્ત્રી-પુરુષે સાથે બેસીને સામાયિક કરાય નહિ. અલંકારો(ઘરેણાં) પણ રાગનું કારણ હોવાથી અલંકારો પહેરીને સામાયિક કરાય નહિ. ધન પણ રાગનું કારણ હોવાથી સામાયિકમાં પૈસાને અડાય નહિ. ૨૬. કામળી-કાળના સમયે ઉઘાડા આકાશવાળી જગ્યામાં બેસીને સામાયિક કરાય નિહ. જેહીમાં અર્થાત્ દીવાના પ્રકાશમાં બેસીને પણ સામાયિક કરાય નહિ. ૨૭. સામાયિક-પ્રતિક્રમણ કરવા માટે કે કરી લીધા પછી જ્યારે પણ વસ્ત્ર બદલવું હોય ત્યારે દીવાલ પાસે જઈને દીવાલ સામે મુખ રાખીને જ બદલવું જોઈએ. જ્યાં સ્ત્રીઓ રહેલી હોય એવા સ્થાનમાં અથવા ગુરુમહારાજ સામે, સભા કે બારી-બારણાં સામે મુખ રાખીને વસ્ત્ર બદલાય નહિ. એવી રીતે વસ્ર બદલવામાં સભ્યતા જળવાતી નથી. Page #63 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૪૫ ૨૮. સામાયિક લેવા માટે દર્શન-જ્ઞાન-ચારિત્રના કોઈ પણ ઉપકરણની સ્થાપના થઈ શકે છે. ૨૯. ગુરુમહારાજનો યોગ હોય તો સામાયિકદંડક ગુરુમહારાજ પાસે વિવેકપૂર્વક ઉચ્ચરવું જોઈએ. ગુરુમહારાજનો યોગ ન હોય તો પૌષધમાં રહેલા શ્રાવક પાસે ઉચ્ચરવું જોઈએ. પૌષધવાળા શ્રાવકનો પણ યોગ ન હોય તો સામાયિકમાં રહેલા વડીલ શ્રાવક પાસે ઉચ્ચારવું જોઈએ. તેવો પણ યોગ ન હોય તો સામાયિકમાં રહેલા અન્યની પાસે ઉચ્ચરવું જોઈએ. ઉપર જણાવેલામાંથી કોઈ જ ન હોય તો (ન આવડતું હોય તો ચોપડીમાં જોઈને પણ) પોતાની જાતે ઉચ્ચરવું જોઈએ, પણ સામાયિકમાં ન હોય તેવા શ્રાવક પાસે, સાધ્વીજી મહારાજ પાસે કે અન્ય કોઈ સ્ત્રી પાસે પુરુષોએ સામાયિકદંડક ઉચ્ચારાય નહિ. ૩૦. વ્યાખ્યાનસભા વગેરે સ્ત્રીઓવાળી સભામાં સામાયિક લઈને બેસનારે ખેસ ધારણ કરીને બેસવું જોઈએ. સભામાં ઉઘાડા શરીરે બેસવું યોગ્ય નથી. ૩૧. સામાયિકમાં એક મિનિટ પણ નવરા બેસાય નહિ. સામાયિક લઈને બે ઘડી (૪૮ મિનિટ) સુધી એક જ આસને બેસીને ધર્મધ્યાન કરવાનું છે. સામાયિકમાં શરીરને સ્થિર રાખવાનું છે. તેવી શક્તિના અભાવે નછૂટકે પગ ઊંચો-નીચો કરવાની જરૂર પડે ત્યારે શરીરનો અધોભાગ અને ભૂમિનું પ્રમાર્જન કરવા દ્વારા જયણા પાળવા ચરવળાનો ઉપયોગ કરવાનો છે. માટે સામાયિકમાં ચરવળો અવશ્ય રાખવો જોઈએ. ચરવળો વિના કારણે ઊભા થવા માટે કે ઊભા થઈને ફરવા માટે નથી. સામાયિકમાં આરાધનાના પ્રયોજન વિના ઉઠાય પણ નહિ અને ફરાય પણ નહિ. Page #64 -------------------------------------------------------------------------- ________________ * ભાઈ, ૪૬ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૩૨. સામાયિકમાં ચરવળાને શરીરથી દૂર રખાય નહિ. ચરવળો જયણા પાળવા માટેનું સાધન છે. તેથી કીડી વગેરે જીવોની જયણા પાળવા માટે તેનો ઉપયોગ કરાય, પણ માખી, મચ્છર વગેરે જીવોને ઉડાડવા માટે ઉપયોગ કરાય નહિ. ૩૩. સામાયિકમાં ચરવળો હોય તેથી આપણને પોતાને હું સામાયિકમાં છું, મારાથી અમુક જ થાય, અમુક ન જ થાય એવો ઉપયોગ (એવું ભાન), એવી આત્મજાગૃતિ રહ્યા કરે તેમ જ આપણી પાસે ચરવળો જોવાથી અન્યને પણ આપણે સામાયિકમાં અર્થાત્ ધર્મધ્યાનમાં છીએ એવો ખ્યાલ આવે છે, તેથી તેઓ આપણને ધર્મક્રિયામાં વિક્ષેપ થાય એવી કોઈ પ્રવૃત્તિ કરી શકતા નથી. ૩૪. સામાયિક લીધા પછી પ્રતિક્રમણ, સ્વાધ્યાય આદિ કરી શકાય, પણ ઘર, દુકાન, વેપાર, ઉઘરાણી આદિ સંસારનાં કાર્યો સંબંધી વિચાર કે વાતચીત કરાય નહિ. નોકર-ચાકર કે પુત્રાદિકને તે સંબંધી કોઈ પણ કાર્યની સૂચના અપાય નહિ, આદેશ કરાય નહિ, તે સંબંધી ચિઠ્ઠી કે પત્ર પણ લખાય નહિ. ૩૫. સામાયિકમાં પગ ઉપર પગ ચડાવીને બેસાય નહિ, ભીંત, થાંભલો વગેરેના ટેકે બેસાય નહિ, જ્યાં ત્યાં ઘૂંકાય નહિ, જયાં ત્યાં બળખા-શેડા કઢાય નહિ, કોઈની નિંદા-કૂથલી કે ઠઠ્ઠામશ્કરી કરાય નહિ, કાચા પાણીને તથા ફળ-ફૂલ વગેરે સચિત્ત(જીવવાળી) વસ્તુઓને અને સ્ત્રીને અડાય ને , પણા ધર્મ સિવાયનું અને સંસાર-સંબંધી શાળા-કૉલેજ વગેરેનું કાંઈ પણ વંચાય કે ભણાય નહિ, સમ્યક્ત-બાધક અને મિથ્યાત્વ-પોષક કોઈ પણ પ્રવૃત્તિ કરાય નહિ, બેઠાં બેઠાં પણ નિદ્રા કરાય નહિ, હસાય કે રોવાય નહિ. વિશેષ ગુરુગમથી જાણી લેવું. Page #65 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર * ૪૭ ૩૬. સામાયિક લઈને ભણવાની શક્તિવાળાએ ભણવું જોઈએ, અથવા પાંચ પ્રકારનો સ્વાધ્યાય કે સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની પુષ્ટિ થાય એવું વાચન કરવું જોઈએ. જેની ભણવાની શક્તિ ન હોય તે નવકારવાળી ગણે અથવા જપ આદિ કરે. ૩૭. નવકારવાળી પવિત્ર ને ઉત્તમ દ્રવ્યોની બનાવેલી હોવી જોઈએ, તે પ્લાસ્ટિક અને એનાં જેવાં દ્રવ્યોની બનાવેલી રાખવી ઠીક નથી. નવકારવાળીને કટાસણા ઉપર મુકાય નહિ અને ચરવળામાં પણ ભરાવાય નહિ. ૩૮. ઠલ્લા-માત્રાની (ઝાડા-પેશાબની) નજીવી શંકા હોય તોપણ તે ટાળીને જ સામાયિક લેવું જોઈએ. સામાયિક લીધા પછી સામાયિકમાં હોઈએ ત્યાં સુધી ઠલ્લે-માત્રે જવાય નહિ. ઠલ્લા-માત્રાની શંકા ટાળીને સામાયિક લીધા પછી, એક સામાયિકનો સમય પૂરા થયા બાદ તેના ઉપર બીજું સામાયિક કરવાની ભાવના હોય ત્યારે ઠલ્લા-માત્રાની શંકા હોય તો સામાયિક પારી ઠલ્લા-માત્રાની શંકા ટાળીને જ બીજું સામાયિક લેવું જોઈએ. જો ઠલ્લા-માત્રાની જરા પણ શંકા કે પીડા ન હોય તો જ સામાયિક પાર્યા વિના બીજું સામાયિક લઈ શકાય. બીજા સામાયિકનો સમય પૂરો થયા પછી પણ ઉપરા-ઉપરી ત્રીજું સામાયિક કરવાની ભાવના હોય ત્યારે પણ ઠલ્લા-માત્રાની શંકાનો વિચાર અવશ્ય કરવો જોઈએ. શંકા હોય તો સામાયિક પારી શંકા ટાળીને જ ત્રીજું સામાયિક લેવું જોઈએ. ઠલ્લા-માત્રાની બિલકુલ શંકા ન હોય તો બીજું સામાયિક પણ પાર્યા વિના ત્રીજું સામાયિક લઈ શકાય. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર - પાર્યા વિના બીજું અને ત્રીજું સામાયિક લેવાની વિધિમાં છેલ્લે “સઝાય કરું ?' એ આદેશને બદલે “સક્ઝાયમાં છું' કહેવું અને ત્રણને બદલે એક જ નવકાર ગણવો. આમ બબ્બે ઘડીના અંતરે અલગ-અલગ ત્રણ વાર સામાયિકદંડક ઉચ્ચરીને પૂર્વનાં બે સામાયિક પાર્યા વગર સળંગ ત્રણ સામાયિક કરી શકાય છે. પછી ઉપરા-ઉપરી ચોથું સામાયિક પણ કરવાની ભાવના હોય ત્યારે ઠલ્લા-માત્રાની જરાય શંકા ન હોય તોપણ ત્રીજું સામાયિક પારવાની વિધિ અવશ્ય કરવી જોઈએ. - ત્રીજું સામાયિક પારીને જ ચોથું સામાયિક લઈ શકાય એવી મર્યાદા છે. સામાયિક-ધર્મનું પાલન નિરંતરાયપણે થઈ શકે તે માટેની આ મર્યાદા છે. આપણે આ કલ્યાણકારી મર્યાદાનું પાલન અવશ્ય કરવું જોઈએ. ૩૯. ઠલ્લા-માત્રાની શંકા ટાળીને સામાયિક લેવા છતાં વૃદ્ધાવસ્થા અને નાદુરસ્ત તબિયતને કારણે અચાનક તબિયત બગડવાથી ઠલ્લા-માત્રાની અણધારી-આકસ્મિક શંકા થઈ જાય અને એને રોકવાની શક્તિ ન હોય ત્યારે જયણાપૂર્વક શંકા ટાળી ગીતાર્થ ગુરુભગવંત પાસે તે દોષનું પ્રાયશ્ચિત્ત લઈને વાળી આપવું જોઈએ. નાદુરસ્ત તબિયતવાળાએ આ વિષયમાં વિશેષ ગુરુગમથી જાણી લેવું જોઈએ. ૪૦. સામાયિક લેવા-પારવાની ક્રિયા કરતી વખતે જ આપણી અને સ્થાપનાજી વચ્ચેથી કોઈ પંચેન્દ્રિય જીવ ચાલીને નીકળી જાય તો જ આડ પડી ગણાય, પણ સામાયિક લેવા-પારવાની ક્રિયા થઈ ગયા પછી આડ પડી ગણાય નહિ. Page #67 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર કે ૪૯ ચૈત્યવંદન વિધિ ૧. ઈરિયાવહિયં કરીને ત્રણ ખમાસમણ દેવાં. ૨. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું? ઇચ્છે. ૩. ડાબો ઢીંચણ ઊભો રાખવો. ૪. સકલકુશલવલ્લી કહી, ચૈત્યવંદન કહેવું. ૫. જે કિંચિ, નમુત્યુ ણં, જાવંતિ ચેઇઆઈ કહી, એક ખમાસમણ દેવું. ૬. જાવંત કવિ સાહૂ, નમોહંતુ કહી સ્તવન કહેવું. ૭. લલાટે બે હાથ જોડી, જય વીયરાય આભવમખેડા સુધી કહેવા. પછી બે હાથ નીચે ઉતારીને, જય વિયરાય પૂરા કહેવા. ૮. ઊભા થઈ અરિહંત-ચેઇઆણં, અન્નત્થ કહી, એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૯. કાઉસ્સગ્ગ પારી નમોહંત કહી, એક થોય કહેવી. ૧૦. ખમાસમણ દઈ ઊભા થઈ સ્તુતિ બોલીને પરમાત્માને વધાવવા. જગચિંતામણિ (ચૈત્યવંદન) સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઇચ્છ. જગચિંતામણિ જગનાહ, જગગુરુ, જગરખણ, જગબંધવ, જગસત્યવાહ, જગભાવવિખણ, અાવય સંવિઅ રૂવ, કમ્મટ્ટ વિણાસણ, ચઉવસંપિ જિણવર જયંતુ અપ્પડિહય-સાસણ /૧ કમ્પભૂમિહિં કમ્પભૂમિહિ પઢમ સંઘણિ, ઉજ્જોય સત્તરિસય, જિણવરાણ વિહરત લક્નઈ, નવકોડિહિં કેવલિણ, કોડિસહસ્સ નવ સાહૂ ગમ્મઇ, સંપઈ જિણવર વીસ મુણિ, બિહું કોડિહિં વરનાણ, સમણહ કોડિ સહસ્સ દુઆ, યુણિજ્જઈ નિચ્ચ વિટાણિ રો Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર જયઉ સામિય જયઉ સામિય રિસહ સdજિ, ઉકિંજતિ પહુ નેમિજિણ, જય વીર સચ્ચઉરિ-મંડણ, ભરુઅચ્છહિ મુણિસુન્વય, મહુરિ પાસ દુહ- દુરિઅખંડણ, અવરવિદેહિં તિત્યયરા, ચિહું દિસિ વિદિસિ જિં કેવિ. તીઆણાગય સંપઇ અ, વંદું જિણ સવે વિ all સત્તાણવઈ સહસ્સા, લક્ષ્મ છપ્પન અટ્ટ કોડિઓ બત્તીસ-સય બાસીઆઈ, તિઅલોએ ચેઇએ વંદે જા પનરસ કોડિ સયાઈ, કોડિ બાયોલ લક્ષ્મ અડવા ! છત્તીસ સહસ અસીઈ, સાસય બિંબાઈ પણમામિ /પા ચૈત્યવંદન કરતાં સૌપ્રથમ બોલવું. સકલ-કુશલ-વલ્લી, પુષ્પરાવર્ત-મેઘો, દુરિત-તિમિર-ભાનુ, કલ્પવૃક્ષોપમાનઃ ! ભવજલનિધિ-પોતા, સર્વ-સંપત્તિ-હેતુ, સ ભવતુ સતત વ , શ્રેયસે શાન્તિનાથઃ II ૧. ચૈત્યવંદન તુજ મૂરતિને નીરખવા, નયણાં મુજ તલસે; તુજ ગુણ -ગણને બોલવા, રસના મુજ હરસે છે કાયા અતિ આનંદ મુજ, તુમ યુગપદ ફરસે; તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરસે મેરા એમ જાણીને સાહિબાએ, નેક નજર મોહે જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તે શું જે નવિ હોય Hall Page #69 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર કે ૫૧ ૨. બાર ગુણ અરિહંતદેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ-દોહગ જાવે આચારજ ગુણ છત્રીસ, પંચવીસ ઉવજ્જાય; સત્તાવીસ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય પરા અષ્ટોત્તરશત ગુણ મળી, એમ સમરો નવકાર; ધીરવિમલ પંડિત તણો, નય પ્રણમે સુખકાર ||૧| ૩ શાન્તિ જિનેશ્વર સોળમા, અચિરા-સુત વંદો; વિશ્વસેનકુલ-નભમણિ, ભવિજન સુખકંદો મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્યિણા-ઉર-નયરી-ધણી, પ્રભુજી ગુણ-મણિ-ખાણ //રા ચાલીસ ધનુષની દેહડી, સમચોરસ iઠાણ; વદન પા ક્યું ચંદલો, દીઠ પરમ કલ્યાણ IIT II૧II રા ૪. શ્રી ચિંતામણિ પાસજી, રામાનંદન દેવ; અશ્વસેનકુલ-ચંદ્રમા, કિજે અહોનિશ સેવ પંચમ આરે જીવને, એ પ્રભુનો આધાર; અંતરશત્રુ ટાળતા, વારતા વિષય-વિકાર સાચું શરણું નાથનું, પામે જે પુણ્યવંત; ચોરાસી લાખ ભ્રમણનો, તે પામે ઝટ અંત માત-પિતા-બાંધવ તુમે, નમીએ નિત્ય પ્રભાત; તેહિ તેહિ રટના કરી, લહીએ અનુપમ શાત ૩ મા Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૨ * સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર જે કિંચિ (તીર્થવંદન) સૂત્ર જં કિંચિ નામ તિર્થં, સન્ગે પાયાલિ માણુસે લોએ જાઈ જિણ – બિંબાઈ, તાઈ સવ્વાઈ વંદામિ 11911 નમ્રુત્યુ ણું (શક્રસ્તવ) સૂ નમ્રુત્યુ ણં અરિહંતાણં ભગવંતાણં આઇગરાણું, તિત્શયરાણં, સયં - સંબુદ્ધાણું પુરિસુત્તમાણે, પુરિસ - સીહાણું, પુરિસ - વરપુંડરીઆણં, પુરિસ - વરગંધહત્થીણું લોગુત્તમાણં, લોગ – નાહાણું, લોગ - હિયાણું, લોગ - પઈવાણું, લોગ - ૫જ્જોઅગરાણ અભય – દયાણું, ચક્ષુ - દયાણું, મર્ગ - દયાણું, સરણ - દયાણું, બોહિ - દયા ધમ્મ - દયાણું, ધમ્મ - દેસયાણું, ધમ્મ - નાયગાણું, ધમ્મ - સારહીણું, ધમ્મ - વર - ચાઉરંત - ચક્કવટ્ટીણું અપ્પડિહય - વર – નાણ - દંસણ-ધરાણું, વિટ્ટ-છઉમાણું - જિણાણું જાવયાણું, તિન્નારૂં તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણું મોઅગાણું સવ્વભ્રૂણં, સવ્વ - રિસીણં, સિવ-મયલ-મરુઅ-મણંત-મક્ષય - મવ્વાબાહ, મપુણરાવિત્તિ સિદ્ધિગઇ નામધેયં ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅ - ભયાણં જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્યંતિ ણાગએ કાલે, સંપઇ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ 11911 11211 11311 ॥૪॥ 11411 ||દા ।। ૫ટા len ||૧૦|| Page #71 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર જ પ૩ જાવંતિ ચેઈઆઈ (સર્વ ચૈત્યવંદન) સૂત્ર જાવંતિ ચેઈઆઈ, ઉઢે અહે આ તિરિઅલોએ આ સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ /૧ જાવંત કે વિ સાહૂ (સર્વ સાધુવંદન) સૂત્ર જાવંત કે વિ સાહુ, ભરફેરવય-મહાવિદેહે આ સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિરંડ-વિરયાણ ૧૫ નમોહત (પંચપરમેષ્ઠિ-નમસ્કાર) સૂત્ર નમો સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વ-સાધુભ્યઃ III ૧. આદિનાથ જિન સ્તવન દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો દાદા દરિસણ દ્યો. કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચડે પલાણે, કોઈ આવે પગ પાળે, દાદાને દરબાર, દાદા આદીશ્વરજી 1. શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે ચડે પલાણે, હું આવું પગ પાળે, દાદાને દરબાર, દાદા આદીશ્વરજી ||રા કોઈ મૂકે સોના રૂપાં, કોઈ મૂકે મહોર, કોઈ મૂકે ચપટી ચોખા, દાદાને દરબાર, દાદા આદીશ્વરજી |૩ શેઠ મૂકે સોના રૂપાં) રાજા મૂકે મહોર, હું મૂકું ચપટી ચોખા, દાદાને દરબાર, દાદા આદીશ્વરજી ૪l. કોઈ માગે કંચન કાયા, કોઈ માગે આંખ, કોઈ માગે ચરણોની સેવા, દાદાને દરબાર, દાદા આદીશ્વરજી મેપા પાંગળો માગે કંચન કાયા, આંધળો માગે આંખ, હું માનું ચરણોની સેવા, દાદાને દરબાર, દાદા આદીશ્વરજી દા હીરવિજય ગુરુ હીરલો ને, વીરવિજય ગુણ ગાય, શત્રુંજયનાં દર્શન કરતાં, આનંદ અપાર, દાદા આદીશ્વરજી IIણા Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કે સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૨. શાંતિનાથ જિન સ્તવન મારો મુજરો લ્યોને રાજ, સાહિબ શાંતિ સલુણા. અચિરાજીના નંદન તોરે, દરિસણ હેતે આવ્યો; સમકિત રીઝ કરોને સાહિબ, ભક્તિ ભેટયું લાવ્યો. મારો ૧|| દુઃખભંજન છે બિરુદ તુમારું, અમને આશ તુમારી; તુમે નીરાગી થઈને છૂટો, શી ગતિ હોશે હમારી. મારો જરા કહેશે લોક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વહાલો લાગે. મારો hall મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું; ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું. મારો જા અધ્યાતમ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે. મારો ૩. પાર્શ્વનાથ જિન સ્તવન રાધા જેવાં ફૂલડાં ને, શામળ જેવો રંગ; આજ તારી આંગીનો, કાંઈ રૂડો બન્યો છે રંગ. પ્યારા પાસજી તો લાલ, દીનદયાળ મને નયણે નિહાળ ૧il જોગી વાડે જાગતો ને, માતો ધિંગડ મલ્લ; શામળો સોહામણો કાંઈ, જીત્યા આઠે લ. પ્યારા ||રા તું છે મારો સાહિબો ને, હું છું તારો દાસ; આશા પૂરો દાસની, કાંઈ સાંભળી અરદાસ. પ્યારા III દેવ સઘળા દીઠા તેમાં, એક તું અવલ; લાખેણું છે લટકું તારું, દેખી રીઝે દિલ. પ્યારા કોઈ નમે પીરને ને, કોઈ નમે રામ; ઉદયરત્ન કહે પ્રભુજી. મારે તુમશું કામ. પ્યારા I૪ |પો. Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૫ ||૧|| સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ઉવસગ્ગહરં સ્તવન (ઉપસર્ગહર સ્તોત્ર) સૂત્ર ઉવસગ્ગહર પાસ, પાસે વંદામિ કમ્મ - ઘણ - મુક્યું વિસર - વિસ-નિત્રાસ, મંગલ - કલ્યાણ - આવાસ વિસહર - ફુલિંગ -મંત, કંઠે ધારેમાં જો સયા મણુઓ તસ્સ ગહન રોગ - મારી, દુઢ - જરા જંતિ ઉવસામે ||૨|| ચિટ્ટી દૂરે મંતો, તુક્ઝ પણામો વિ બહુફલો હોઈ નર -તિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુર્બ-દોગચ્ચે તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ-કપ્પપાયવભહિએ પાવંતિ અવિણ, જીવા અયરામર ઠાણે ઇઅ સંશુઓ મહાયસ ! ભક્તિભરનિર્ભરેણ હિયએણ તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ IIII I૪ પો. I૧ જય વિયરાય (પ્રાર્થના) સૂત્ર જય વિયરાય ! જગગુરુ ! હોઉ મર્મ, તુહ પભાવઓ ભયવં! ભવ-નિબૅઓ, મગાણુસારિઆ, ઇફલ - સિદ્ધિ લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરજણ-પૂઆ, પરFકરણે ચ સુહગુરુ - જોગો, તવયણ - સેવણા આભવમખેડા ||રા વારિજઈ જઈ વિ નિઆણબંધણું વીયરાય ! તુહ સમયે તહવિ મમ હુજ સેવા, ભવે ભવે તુહ ચલણાણે છે દુર્ભધ્ધઓ કમ્મક્તઓ, સમાહિ-મરણં ચ બહિલાભો આ સંપજ મહ એએ, તુહ નાહ ! પણામ - કરણેણે સર્વમંગલ-માંગલ્ય, સર્વ કલ્યાણ - કારણમ્ પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ પાપા Page #74 -------------------------------------------------------------------------- ________________ પદ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર અરિહંત ચેઇઆણં (ચૈત્યસ્તવ) સૂત્ર અરિહંત-ચેઈઆણે કરેમિ કાઉસ્સગ્ગ ૧ વંદણ - વિત્તિયાએ, પૂઅણ - વિત્તિયાએ, સક્કાર -વત્તિયાએ, સમ્માણ - વરિયાએ, બોહિલાભ - વરિયાએ, નિરુવસગ્ગ - વરિયાએ રેરા સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુખેહાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ II અન્નત્થ થોય ૧. પ્રહ ઊઠી વંદુ, ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત; ત્રણ છત્રવિરાજે, ચામર ઢાળે ઇન્દ્ર, જિનના ગુણ ગાવે, સુરનરનારીના વૃંદાના ૨. ભીડભંજન પાસ પ્રભુ સમરો, અરિહંત અનંતનું ધ્યાન ધરો; જિન આગમ અમૃત પાન કરો, શાસનદેવી સવિ વિન હરો ના ૩. શંખેશ્વર પાર્શ્વ જુહારીએ, સવિ જિન આણા શિર ધારીએ; જિનવાણી સુણી અઘ હારીએ, પદ્માવતી વિઘન વિદારીએ સ્તુતિ ૧. ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરતનની વાણી /૧ ૨. આવ્યો શરણે તુમાર, જિનવર કરજો, આશ પૂરી હમારી, નાવ્યો ભવપાર મારો, તુમ વિણ જગમાં, સાર તે કોણ મારી; ગાયો જિનરાજ આજે, હર્ષ અધિકથી, પરમ આનંદકારી, પાયો તુમ દર્શ નાસે, ભવભય ભ્રમણા, નાથ સર્વે હમારી ૧ ®®®®®® ચૈત્યવંદન બાદ પ્રભુજીને વધાવવા ઝ@®®®®® Page #75 -------------------------------------------------------------------------- ________________ प्रसंगवाणी QUER EVERY નમો જિણાણં શાળાએ જતાં વિનયી બાળકો જિનમંદિર જોતાંની સાથે પગમાંથી ચંપલ ઉતારી, બે હાથ જોડી મસ્તક નમાવી ‘નમો જિણાણું' કહીને નમસ્કાર કરે છે, બહારથી દર્શન કરે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ-દર્શના Sold & 14 રાજલક અને અલોક લૌકની ઉપર અનંત અલૌક અલોકાકાશ cરીકotી અa HD | _ સિદ્ધશિલા 45 લાખ યો૦ લાંબી છે, લોકની ફરતી બધી - અનંતાનંત સિદ્ધાત્માઑ. દિશામાં અનંત અલૌક કિ. - સિદ્ધશિલા (મૌક્ષસ્થાન) 45 લાખ , જયંત Bold રાજ યોજન લાંબી પાંચ અનવર વિમાન સવ વૈશવંત - વિસામો સિધિ Rola Eb કોલ 12 રાજ માપદંડ ઊર્ધ્વલોક-વૈમાનિક દેવલોક 26 રાજે ૧ર રાજ 13 રાજ 211 વિમાન 207 વિમાન ગૌવૈયક 1oo વિમાના કુલ 318 વિમાન આરણ + જ વિશે અદ્યુત આનત ]i 0િ)+પ્રાણત 2 જ વર રાજા રાજ 21. રાજ ઊર્વલોક વૈમાનિક દેવલૉક સાર મણશુક્ર વૈમાનિક દેવલોક -પહોળાઈ 5 રાજ . લાંતક a કિલ્બિષિક - G દેવોનાં સ્થાન | નવ લૌકાન્તિકો જ દંતકવાન 11) 5 Solo Rola od -બ્રહ્મલૌક 2 ટી અલાકાકાશ લાકની ફરતી બધી દિશામાં અનંત અલૌક છે અલોકાકાશ લકની ફરતે બધી દિશામાં અનંત અલૌક છે સનતકુમાર 3 4 - મહેન્દ્ર Sofa ૌધર્મ 1 2 ઈશાન 22 7 રાજ૮ રાજ Rold 5 લૌકની ઊંચાઈ 14 રાજ પ્રમાણ છે. Sold 5 6 રાજ ) શ રાજા ble 5/ Rola Role અવૉલૉક - મેરુ પર્વત મધ્યલોક-મનુષ્ટ લોક ચર-અચર જયોતિષચક્ર -તિર્થંલોકવર્તી ચાર્સગ દ્વીપ-સમુદો વાણવ્યંતર-વ્યંતર- ભવનપતિ' - 14 રાજલોકનું મધ્યબિંદુ - દેવોના રાઝન -પહોળાઈ 1 રાજ —પટૅલી નરક પૃથ્વી-રત્નપ્રભા આકાશ -- બીજી નરક પૃથ્વી સસનાથી 1 રાજ પહોળી 14 રાજ લાંબી ક્ષનાડી 1 રાજ પહોળી આકાશ -- 14 રાજ લોબી કે-વાલાપ્રભ -મીજી નર પૃથ્વી . ક્રિષ) Eષ Gord તિલાલ આકાશ - ચોથી નરક પૃથ્વી પક પ્રમ પnીદષિ ઘવાત તUJવાડા અકો —પાંચમી નરક પૃથ્વી ધાનાણી ધનવાન તવાન આકાશ છઠ્ઠી નરક ક-તH:પ્રભા Elief ધનવાત COGLICE આક્રોશે . સાતમી. નામતમામ નરક પૃથ્વી ધonોદધિ ધનવાન 1 જિE leadવાત અસંખ્ય યોજંન લોકની નીચે અનંત અલોક છે. | આકાશ અહીં લોકની પહોળાઈ૭ રાજ પ્રમાણ છે. ( 1 રાજ 2 રાજ 3 રાજ 4 રાજ પ રાજ | 6 રાજ 9 રાજ નોંધ : ચિત્રમાં બતાવાયું નથી, પણ 1 થી 10 નારક પૃથ્વી, ક્રમશ: 1 થી to રાજ લાંબી છે. RoleR/ Rold le Roja 4 રાજ ) મ રાજ સાત નરક પૃથ્વી 6 રાજ | 2 રજ છે કે રાજ f પૃથ્વી fold માપદંડ Re / fold fle j.org