________________
માતા-પિતાના ઉપકારોની I
પુણ્ય-સ્મૃતિ
લોકમાં કહેવાય છે કે “સુપુત્રો પોતાના શરીરની ચામડીનાં પગરખાં બનાવીને માબાપને પહેરાવે તોપણ એઓ એમના અગણિત ઉપકારનો બદલો વાળી શકતા નથી.”
ધર્મશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે “જેઓ પોતાનાં માબાપનો ઉપકાર ઓળવે છે કે ભૂલી જાય છે તેઓ ધર્મ કરવા માટે લાયક બની શકતા નથી.”
કૃતજ્ઞભાવે અને પુણ્યપ્રતાપે અમારાં માતાપિતાના ઉપકારો અમારાથી વીસર્યા વસરાતા નથી. અમારા પરમ પુણ્યોદયે એમના અગણિત ઉપકારોને વધાવવાનો પવિત્ર અવસર આજે અમને પ્રાપ્ત થયો છે.
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર – મુનિજીવનના આ પાર આચારોમાં પ્રથમ નંબરે જ્ઞાનાચાર (ભણવું-ભણાવવું) બતાવાયો છે.
આઠ પ્રકારના શાસનપ્રભાવક મુનિઓમાં પ્રથમ નંબરના શાસનપ્રભાવક તરીકે જ્ઞાની મુનિને જ બતાવાયા છે.
“પઢમં નાઇr તો ર” (પ્રથમ જ્ઞાન પછી દયા) આ સૂત્ર પણ જ્ઞાનનો જ મહિમા બતાવનારું છે.
પૂ. પિતાશ્રી જશવંતલાલ જેઠાલાલ શાહ તથા પૂ. માતુશ્રી નયનાબહેનના અમારા ઉપરના અગણિત ઉપકારોની પુણ્યસ્મૃતિને અમારા હૃદયમાં ચિરંજીવ રાખવા માટે તથા જિનાજ્ઞા મુજબનાં અમારાં પુણ્યકાર્યોની અનુમોદના નિમિત્તે અનેક પ્રકારનાં દાનોમાં શાનદાનની ઉત્તમતા ઉપકારકતા જાણીને પૂ. મુનિશ્રી હિતવિજયજી લિખિત અત્યંત ઉપયોગી આત્મહિતકર આ અમૂલ્ય પુસ્તકને પૂ. સાધર્મિક બંધુઓના કરકમલમાં મૂકીને અમે ધન્યતા અનુભવીએ છીએ.
સરનામુ વિજય સેલ્સ દવે કૉપ્લેક્સ ઢીકવા ચોકી ઢાળ, ગાંધી માર્ગ, અમદાવાદ-૧ ફોન ૨૨૧૩૬ ૮૩૦ (O).
લિ ભવદીય સમીર જશતલાલ શાહ વિશાલ જશવંતલાલ શાહના
સાદર-સસ્નેહ પ્રણામ
For Private & Personal Use Only
www.jainelibrary.org