________________
આશાતનાથી બચો ઘરમાં દેવ-ગુરુની પ્રતિમા અને ફોટા જયાં ખાવાપીવા આદિની પ્રવૃત્તિ ન થતી હોય ત્યાં જ રાખવા જોઈએ. તેવી જગ્યાના અભાવે પ્રતિમા અને ફોટા રાખવા હોય તો તેની આડે સુયોગ્ય રીતે સુંદર પડદા આદિની વ્યવસ્થા કરવી જોઈએ.
જયાં ધૂમ્રપાન તથા કામાદિની અશિષ્ટ ચેષ્ટાઓ વગેરે થતું હોય ત્યાં દેવ-ગુરુની પ્રતિમા અને ફોટા તથા માબાપના ફોટા પણ ઉઘાડા તો ન જ રખાય. આડો પડદો રાખવાથી દેવગુરુની આશાતનાથી બચી જવાય છે. તેમના પ્રત્યેનો તેમ જ માબાપ આદિ ઘરના વડીલો પ્રત્યેનો આદરભાવ અને મર્યાદા જળવાય છે એથી ઘણો લાભ થાય છે.
મહાવીર જયંતી' એમ લખાય પણ નહિ અને બોલાય પણ નહિ.
ચૈત્ર સુદ ૧૩ના દિવસને “મહાવીર જન્મકલ્યાણકદિન' કહેવાય. પર્યુષણના પાંચમા દિવસને “મહાવીરજન્મવાચનદિન' કહેવાય.
આ બંને દિવસને “મહાવીર જયંતી” કહેવાય જ નહિ. સામાન્ય માણસ માટે વપરાતો “જયંતી” શબ્દ તીર્થંકર પરમાત્મા જેવા લોકોત્તર મહાપુરુષ માટે વપરાય જ નહિ.
મહાવીર જયંતી' એમ લખવાથી અને બોલવાથી શ્રી મહાવીર પ્રભુની આશાતના થાય છે. આપણે આશાતનાથી બચવું જોઈએ.
શિક્ષણ કોને કહેવાય ? - હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ મોટાં પાપ છે. આપણા આત્માએ અનાદિકાળથી અનંત જન્મોમાં આ મહાપાપોનું વારંવાર સેવન કરેલું છે. તેથી આપણા આત્મામાં આ પાંચેય મહાપાપોના અતિ ગાઢ સંસ્કાર પડેલા છે. નિમિત્ત પામી-પામીને એ પાપસંસ્કારો પ્રગટ થયા કરે છે.
આપણા આત્મામાં પડેલા આ પાપસંસ્કારોનો ઉત્તરોત્તર ઘટાડો કરે અને સુસંસ્કારોનું બીજારોપણ કરે એવા શિક્ષણને જ સાચું શિક્ષણ કહેવાય.
પણ જે શિક્ષણ એ પાપસંસ્કારોનો નારો કરવાને બદલે એનું પોષણ કરનારું હોય, એવા શિક્ષણને શિક્ષણ કહેવાય નહિ. કહેવું હોય તો એને કુશિક્ષણ કે પાપશિક્ષણ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org