________________
૧૪ * સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર
૪. પણગ-દગમટ્ટી-મક્કડા અર્થની અસંગતિ થતી હોવાથી ‘પણગદગ-મટ્ટી-મક્કડા' આવા અસંગત વિભાગ કરીને બોલવું નહિ. અર્થની સંગતિ થાય તે માટે ‘પણગ-દગમટ્ટી-મક્કડા' આવા અર્થસંગત વિભાગ કરીને બોલવું. ગાથા આપતાં, લેતાં, ગોખતાં કાળજી રાખવી.
૫. સંતાણા, સંકમણે, એગિંદિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, સંકામિયા વગેરે શબ્દોમાંના અનુસ્વાર (મીંડા)નાં ઉચ્ચારણો તે તે વર્ગના અનુનાસિક વ્યંજનો સ્પષ્ટ થાય તે રીતે કરવાં, જેમ કે, સન્તાણા, સમાણે, એગિન્દિયા, સમ્રાઇયા, સદ્ઘટ્ટિયા, સડ્ડામિયા. ૬. એબિંદિયા ઃ આ શબ્દનું ‘એકિંદિયા' એવું અશુદ્ધ ઉચ્ચારણ કરવું નહિ.
૭. અભિહયા : આ શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ ઉપયોગ રાખીને કરવું. એનાં ‘અભિહિયા’, ‘અભિહિઆ', ‘અભિયા' આવાં અશુદ્ધ ઉચ્ચારણો કરવાં નહિ.
૮. વત્તિયા : : આમાંના જોડાક્ષર ‘ત્તિ’ (વ્ + તિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘વ' ઉપર ભાર દઈને ‘વ' બોલીને તરત ‘તિયા' બોલવું. (વત્ - તિયા)
૯. સંઘટ્ટિયા : આમાંના જોડાક્ષર ટ્ટ' (ટ્ + ટિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ઘ' ઉપર ભાર આવે એ રીતે ‘સફ્ - ઘ' બોલીને તરત ‘ટિયા' બોલવું. (સઙ્ગ - ઘટ્-ટિયા)
૧૦. કલામિયા : કલામિયા'ને બદલે ‘કિલ્લામિયા’ એવું (બે ‘લ્લ' વાળું) અશુદ્ધ ઉચ્ચારણ કરવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org