________________
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૨૩
૨. ઉજ્જોઅગરે : આમાંના જોડાક્ષર ‘જ્જો' (જ્ + જો)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ઉ' ઉપર ભાર દઈને ‘ઉ' બોલીને ‘જોઅ' બોલવું અને પછી તરત ‘ગરે' બોલવું. (ઉર્દૂ-જોઅ-ગરે )
‘ઉજ્જો-અગરે' એવો અસંગત વિભાગ પાડીને બોલવું નહિ, પણ ‘ઉજ્જોઅ – ગરે' એવો અર્થસંગત વિભાગ પાડીને બોલવું. ‘ઉજ્જોગરે’ એવું અશુદ્ધ ન બોલાઈ જાય એની સાવધાની રાખવી.
૩. ધમ્મતિત્શયરે : આમાં ‘મ્મ’ (મ્ + મ) અને ‘ત્ય’ (વ્ + થ) આ બે જોડાક્ષર છે. પ્રથમના જોડાક્ષર ‘મ્મ'ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ધ’ ઉપર ભાર દઈને ‘ધમ્’ બોલ્યા પછી તરત ‘મ’ બોલવો. પછી જોડાક્ષર ‘ત્ય’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘તિ’ ઉપર ભાર દઈને ‘તિત્' બોલવું અને પછી તરત ‘થ' બોલીને ‘યરે’ બોલવું. (ધ-મ-તિત્-શ-યરે)
૪. કિત્તઇસ્યું : : આમાં ‘ત્ત’ (વ્ + ત) અને ‘સ્પં’ (સ્ + સં) આ બે જોડાક્ષર છે. પ્રથમના જોડાક્ષર ‘ત્ત’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘કિ’ ઉપર ભાર દઈને ‘કિત્’ બોલ્યા પછી તરત ‘ત’ બોલવો. પછી જોડાક્ષર ‘સં’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ઇ’ ઉપર ભાર દઈને ‘ઇસ્’ બોલ્યા પછી તરત ‘સં’ બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (કિત્-ત-ઇસ્-સમ્)
૫. સંભવમભિણંદણું ચ 10 આ (સામાસિક) શબ્દના ‘સંભવમભિ-ગુંદણું ચ' આવા વિભાગ પાડીને પાઠ આપવો, લેવો અને ગોખવો નહિ. ‘ણંદણું’ની આદિમાં રહેલા ‘ણ'નો શુદ્ધ ઉચ્ચાર કેમ કરવો એની સમજ બાળકોને હોતી નથી, તેથી એની પૂર્વમાં ‘અ' કે ‘હ' જોડી દઈને ‘અણંદણું' કે ‘હણંદણં' એવું અશુદ્ધ બોલે છે અને એવું જ ખોટું ગોખી નાખે છે. પછી એ ભૂલ સુધરતી નથી. એવું ન બને તે માટે ‘સંભવ – મભિણું – દણું ચ' આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org