________________
સુસ્પષ્ટ અક્ષરોવાળાં, સારી બાંધણી (બાઈન્ડિગ)વાળાં ને ઊડીને આંખે વળગે એવાં આકર્ષક પ્રગટ થતાં રહે તેમ જ પાઠશાળાના અધ્યાપકો પણ શુદ્ધ ઉચ્ચારણનું જ્ઞાન ધરાવનારા બને તો ઉચ્ચારણ-દોષનું નિવારણ શક્ય બને ખરું.
જ્ઞાનપંચમી, મૌન એકાદશી, સંવત્સરી જેવાં મોટાં પર્વોના દિવસોમાં પ્રતિક્રમણ ઘણું શાંતિથી અને સારી રીતે થવું જોઈએ, પરંતુ પ્રાય: એ મોટાં પર્વોના દિવસોમાં જ પ્રતિક્રમણની સભામાં ગરબડ, ઘોંઘાટ ને ટીખળ થતાં જોવાય છે, એનાં કારણો અનેક છે. એમાંનું એક કારણ સૂત્રો બોલનારની ખામી પણ હોઈ શકે છે. સૂત્રો બોલવાનો આદેશ લેનારા ભાવિકો સૂત્રો બધાને સંભળાય એવા મોટા અવાજે ને શુદ્ધ ઉચ્ચારણપૂર્વક મધુરપણે બોલતા હોય તો કોઈ પણ જાતની ગરબડ કર્યા વિના આખી સભા શાંતિથી તે સાંભળે અને બોલનાર-સાંભળનાર સૌનાં હૃદયમાં સારા ભાવ પણ જાગે.
આવશ્યક ક્રિયાઓ જો સૂત્ર ને અર્થના શુદ્ધ આલંબનપૂર્વક કરાય તો તેનાથી અપૂર્વ કર્મનિર્જરા થાય. સૂત્રોના અર્થને નહિ જાણનાર પણ જો શુદ્ધ ઉચ્ચારપૂર્વક સૂત્રો બોલે તો તે પણ નિઃશંકપણે અપૂર્વ કર્મનિર્જરાના હેતુભૂત થાય.
આ પુસ્તકની અંદર ઉચ્ચારણશુદ્ધિ અંગે શક્ય તેટલું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આ પુસ્તકનો લાભ ઉઠાવનાર વર્ગ ઘણો થોડો જ રહેવાનો. ૧૫-૧૬ વર્ષની વયના કુમારો ને નવયુવાનો તો હવે પાઠશાળામાં લગભગ જોવા મળતા જ નથી. પાઠશાળામાં ભણવા આવતાં બાળકો ઘણાં નાનાં હોય છે. એમને તો આ પુસ્તક સીધે સીધું ઉપયોગી થવાનો સંભવ જ નથી, કારણ કે આ પુસ્તકમાં લખેલી ઉચ્ચારણ -શુદ્ધિ અંગેની વાતો તેઓ સમજી શર્કે તેમ નથી. એટલે મોટે ભાગે તો પાઠશાળાના અધ્યાપકો જ આનો લાભ ઉઠાવી શકે તેમ છે, પણ બધા જ અધ્યાપક આનો લાભ ઉઠાવે એય બનવાજોગ નથી. આ પુસ્તકનો લાભ ઉઠાવનાર અધ્યાપક પણ ઘણા થોડા જ રહેવાના.
ઘણા થોડા પુણ્યાત્માઓને પણ આ પુસ્તક પોતાની ભૂલો અને ઉચ્ચારણ -દોષ દૂર કરવામાં ને શુદ્ધ ઉચ્ચારણ કરવામાં સહાયક બનશે, તોપણ મારો આ પ્રયત્ન નિઃશંક ફળદાયી બનેલો ગણાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org