________________
૧૬ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર
૭. તસ્સ ઉત્તરી (વિશેષ પાપઆલોચન) સૂત્ર તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી - કરણેણં, પાવાણું કમાણે, નિઘાયણઢાએ ઠામિ કાઉસ્સગ્ગ || ૧ |
ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. ઉત્તરી-કરણેણં : આમાંના જોડાક્ષર “a” (ત્ + ત)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ઉ' ઉપર ભાર દઈને “ઉ” બોલ્યા પછી તરત તરી' બોલવું. “ઉતરી' એવું (એક “ત' વાળું) અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. (ઉત્ – તરી)
કરણેણં' શબ્દમાં જોડાક્ષર નહિ હોવાથી એનું ઉચ્ચારણ સરળ લાગતું હોવા છતાં એના ઉચ્ચારણમાં વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. કરણેણં' શબ્દ બોલતી વખતે બોલવાની ઝડપને કારણે “ર”માં રહેલો
અ” સ્વર નીકળી જવાથી “કણેણં” એવું અશુદ્ધ ઉચ્ચારણ થઈ જવાનો સંભવ રહે છે. આવા અશુદ્ધ ઉચ્ચારણના નિવારણ માટે પ્રથમ
કર” બોલવું. “ર”માં રહેલો “અ” સ્વર બરાબર બોલાયા પછી જ ભણેણં' બોલવું. (કર -ણેણં). આગળ પણ જયાં જયાં “કરણેણં' શબ્દ છે ત્યાં ત્યાં સર્વત્ર આ પ્રમાણે સાવધાની રાખીને શુદ્ધ ઉચ્ચારણ કરવું. - ૨. પાયચ્છિત્ત : આમાં “ચ્છિ' (ચ + છિ) અને “a” (તુ + 1) આ બે જોડાક્ષરો છે. પ્રથમના જોડાક્ષર “ચ્છિ'ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ય' ઉપર ભાર આવે એ રીતે “પાય...” બોલ્યા પછી જોડાક્ષર ત્ત'ના શુદ્ધ ઉચ્ચારણ માટે “છિ' ઉપર ભાર દઈને “છિન્” બોલવું અને પછી તરત “ત' બોલવો. (પાય છિન્ -ત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org