________________
૩૫ કાયાના ૧૨ દોષ (૧) અયોગ્ય આસન દોષ: પગ ઉપર પગ ચડાવીને બેસવું વગેરે.
(૨) અસ્થિરાસન દોષ : જ્યાંથી ઊઠવું પડે એવા સ્થાને અથવા ચલાયમાન આસને બેસવું.
(૩) ચલદૃષ્ટિ દોષ: નવરા બેસીને ચારે બાજુ નજર ફેરવ્યા કરવી.
(૪) સાવધક્રિયા દોષ : ઘર-દુકાન આદિનાં સાવદ્ય (પાપ) કાર્યો સંબંધી ઇશારા કરવા.
(૫) આલંબન દોષ : ભીંત, થાંભલો વગેરેના ટેકે બેસવું. (૬) આકુંચન-પ્રસારણ દોષ : હાથ-પગને લાંબા-ટૂંકા કર્યા કરવા. (૭) આલસ દોષ : આળસ કરવી, આળસ મરોડવી.
(૮) મોટન દોષ : આંગળીના ટાચકા(ટચાકા) ફોડવા, શરીર મરડવું.
(૯) મલ દોષ : શરીર પરથી મેલ ઉતારવો. (૧૦) વિમાસણ દોષ : એદીની જેમ બેસી રહેવું. (૧૧) નિદ્રા દોષ : ઊંઘવું, ઝોકાં ખાવાં. (૧૨) વસ્ત્રસંકોચન દોષ : ઢાંકી રાખવા લાયક અંગ ઉઘાડાં મૂકવાં.
આ ઉચ્ચારણ-શુદ્ધિ-માર્ગદર્શન અદ્ભુત, અભૂતપૂર્વ, ખૂબ ચોક્સાઈભર્યું, અતિ આવશ્યક અને ઉપાસક આત્માઓ માટે કલ્યાણકારક છે.
- ડૉ. નારાયણ કંસારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org