________________
વચનના ૧૦ દોષ (૧) કુવચન દોષ : કટુ, અપ્રિય, અસત્ય, અહિતકર, અનુચિત વચન બોલવું.
(૨) સહસાકાર દોષ : વગર વિચાર્યે એકાએક અનુચિત બોલવું. (૩) સ્વચ્છંદ દોષ : શાસ્ત્રવચનની દરકાર રાખ્યા વિના બોલવું.
(૪) સંક્ષેપ દોષ : સામાયિક લેતી વખતે એની વિધિના પાઠ વચમાં શબ્દ કે અક્ષરો રહી જાય એવી રીતે બોલવા અથવા સ્વાધ્યાય દરમિયાન કોઈ પણ સૂત્ર - સિદ્ધાંતના પાઠ ટૂંકાણમાં બોલવા.
(૫) કલહ દોષ : સામાયિક દરમિયાન કોઈની પણ સાથે કલહકારી વચન બોલવું.
(૬) વિકથા દોષ : સ્ત્રીકથા, દેશકથા, રાજકથા, ભોજનથા – કોઈની પણ સાથે આ ચાર વિકથા સંબંધી વાતો કરવી.
(૭) હાસ્ય દોષ : સામાયિકમાં હસવું - હાંસીમજાક કરવી.
(૮) અશુદ્ધ દોષ : સામાયિકની વિધિનાં સૂત્રો બોલતી વખતે અને સામાયિક દરમિયાન સ્વાધ્યાય કરતી વખતે સૂત્રપાઠમાં કાનો, માત્રા અનુસ્વાર(મીંડું) આદિ ચૂનાધિક (વધારે-ઓછાં) બોલવાં.
(૯) નિરપેક્ષ દોષ : “હું આમ કરીશ જ' વગેરે કારપૂર્વકનાં નિશ્ચયાત્મક વચન બોલવાં.
(૧૦) મુણમુણ દોષ : સામાયિકમાં ગણગણ્યા કરવું, સૂત્રપાઠી ગરબડિયા બોલવા વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org