________________
* ભાઈ,
૪૬ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર
૩૨. સામાયિકમાં ચરવળાને શરીરથી દૂર રખાય નહિ. ચરવળો જયણા પાળવા માટેનું સાધન છે. તેથી કીડી વગેરે જીવોની જયણા પાળવા માટે તેનો ઉપયોગ કરાય, પણ માખી, મચ્છર વગેરે જીવોને ઉડાડવા માટે ઉપયોગ કરાય નહિ.
૩૩. સામાયિકમાં ચરવળો હોય તેથી આપણને પોતાને હું સામાયિકમાં છું, મારાથી અમુક જ થાય, અમુક ન જ થાય એવો ઉપયોગ (એવું ભાન), એવી આત્મજાગૃતિ રહ્યા કરે તેમ જ આપણી પાસે ચરવળો જોવાથી અન્યને પણ આપણે સામાયિકમાં અર્થાત્ ધર્મધ્યાનમાં છીએ એવો ખ્યાલ આવે છે, તેથી તેઓ આપણને ધર્મક્રિયામાં વિક્ષેપ થાય એવી કોઈ પ્રવૃત્તિ કરી શકતા નથી.
૩૪. સામાયિક લીધા પછી પ્રતિક્રમણ, સ્વાધ્યાય આદિ કરી શકાય, પણ ઘર, દુકાન, વેપાર, ઉઘરાણી આદિ સંસારનાં કાર્યો સંબંધી વિચાર કે વાતચીત કરાય નહિ. નોકર-ચાકર કે પુત્રાદિકને તે સંબંધી કોઈ પણ કાર્યની સૂચના અપાય નહિ, આદેશ કરાય નહિ, તે સંબંધી ચિઠ્ઠી કે પત્ર પણ લખાય નહિ.
૩૫. સામાયિકમાં પગ ઉપર પગ ચડાવીને બેસાય નહિ, ભીંત, થાંભલો વગેરેના ટેકે બેસાય નહિ, જ્યાં ત્યાં ઘૂંકાય નહિ, જયાં ત્યાં બળખા-શેડા કઢાય નહિ, કોઈની નિંદા-કૂથલી કે ઠઠ્ઠામશ્કરી કરાય નહિ, કાચા પાણીને તથા ફળ-ફૂલ વગેરે સચિત્ત(જીવવાળી) વસ્તુઓને અને સ્ત્રીને અડાય ને , પણા ધર્મ સિવાયનું અને સંસાર-સંબંધી શાળા-કૉલેજ વગેરેનું કાંઈ પણ વંચાય કે ભણાય નહિ, સમ્યક્ત-બાધક અને મિથ્યાત્વ-પોષક કોઈ પણ પ્રવૃત્તિ કરાય નહિ, બેઠાં બેઠાં પણ નિદ્રા કરાય નહિ, હસાય કે રોવાય નહિ. વિશેષ ગુરુગમથી જાણી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org