________________
આ પુણ્યાત્માઓને સૌપ્રથમ તો પોતાનાં સૂત્રો ઘણી ભૂલોવાળાં અને ઘણાં અશુદ્ધ ઉચ્ચારણવાળાં છે, એ વાત જ સમજમાં આવવી અને ગળે ઊતરવી એ મહાભારત કામ હોય છે. એમને આ વાત સમજાઈ જાય અને ગળે ઊતરી જાય એ હજી બનવાજોગ છે, પણ તેઓ ભૂલો સુધારવાની મહેનત કરે અને મહેનત કરે તોય ભૂલો સુધારી શકે, ઉચ્ચારણની ખામીઓ દૂર કરી શકે એ વાત તો અશક્યપ્રાય થઈ પડી હોય એમ જણાય છે.
જીવોની યોગ્યતા દિન-પ્રતિદિન ઘટતી જતી હોવાને કારણે ભૂલો બતાવી શકાય એવી પણ પરિસ્થિતિ પ્રાયઃ રહેવા પામી નથી. આથી ઘણી વાર પૂજ્ય મુનિ ભગવંતો અને પાઠશાળાના અધ્યાપક પણ જાણવા છતાંય ભૂલો અને અશુદ્ધિઓની ઉપેક્ષા કરતા હોય છે, તેથી કેટલાકને તો રોજ સામાયિક-પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓનાં સૂત્રો બોલવા છતાંય, પોતાનાં સૂત્રોમાં ઘણી ભૂલો છે અને ઉચ્ચારણ પણ ઘણાં અશુદ્ધ છે, એ વાતની વરસો સુધી ખબર જ પડતી નથી.
ઉચ્ચારણની અશુદ્ધિઓનાં કારણ
વિચાર કરતાં ઉચ્ચારણની અશુદ્ધિઓનાં નીચે મુજબ અનેક કારણો જણાયાં છે :
૧. શાળાકીય શિક્ષણનું સ્તર દિન-પ્રતિદિન ઘણું નીચું ઊતરી રહ્યું છે, તેથી મોટા ભાગનાં બાળકો જોડાક્ષરોને સારી રીતે ઓળખી, વાંચી, બોલી કે લખી શકતાં નથી.
૨. મુદ્રણાલયોનાં બીબાં કે મરોડ પણ એવાં હોય છે કે બાળકો ઘ-ધ-ઘ' અને ‘દ-૬' આદિ અક્ષરોના ભેદ પારખી શકતાં નથી.
૩. બે પ્રતિક્રમણ આદિ સૂત્રોનાં પુસ્તકોમાં બિનજરૂરી અવગ્રહ ચિહ્નો (ડ) મૂકવામાં આવ્યાં હોય છે, જેને બાળકો તો ડગલાનો ‘ડ' જ સમજી લેતાં હોય છે.
૪. અડધી ગાથાના અન્તે જે ‘।' આવી ઊભી લીટી કરાય છે, તે મુદ્રણદોષના કારણે ઘણી વાર અક્ષરની એકદમ નજીક આવી જતી હોય છે, જેને બાળકો કાનો' સમજી લેતાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org