________________
પ્રકાશકીય
પૂ. મુનિશ્રી હિતવિજયજી મહારાજ દ્વારા લખાયેલું ‘સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર' નામનું આ અગત્યનું અને અજોડ પુસ્તક શ્રી સંઘ સમક્ષ રજૂ કરતાં અમે અનહદ આનંદ અનુભવીએ છીએ. આ પુસ્તકનું લખાણ તૈયાર કરવા પાછળ પૂજ્યશ્રીએ ઉઠાવેલો પરિશ્રમ, લીધેલી કાળજી વગેરેનો ખ્યાલ, સૂક્ષ્મ અવલોકન કરનારને તેમજ વિહંગાવલોકન કરનારને પણ આવશે.
ઘણા ટૂંકા ગાળામાં જ આ પુસ્તકની નવી આવૃત્તિ પ્રગટ થાય છે. આ આવૃત્તિમાં આઠ પાનાંનો ચૈત્યવંદન વિધિનો નવો વિભાગ ઉમેરાયો છે. આ રીતે આ પુસ્તકની ઉપયોગિતા વધે છે.
આ પુસ્તકનો ઝીણવટભર્યો અભ્યાસ કરવા-કરાવવા દ્વારા ધાર્મિક શિક્ષકો, પાઠશાળાનાં બાલક – બાલિકાઓ અને શ્રાવક-શ્રાવિકાઓ ધાર્મિક સૂત્રો શુદ્ધ ઉચ્ચારપૂર્વક શીખવા – શીખવવા વડે તેમજ અતિચારમાં જણાવ્યા મુજબ સૂત્રની, અર્થની અને સૂત્રાર્થ ઉભયની અશુદ્ધિ ટાળવાનો પ્રયત્ન કરીને પોતાના જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા કરવા સાથે, સૂત્રોના અશુદ્ધ ઉચ્ચાર કરવાથી થતાં સ્વ-પરના જ્ઞાનાવરણીય કર્મના બંધને અટકાવી શીઘ્ર આત્મશ્રેય સાધે એ જ શુભાભિલાષા. અશુદ્ધિ ટાળીને શુદ્ધિનો આગ્રહ રાખવારૂપ જ્ઞાનાચારના આરાધન માટે આ પુસ્તકને અત્યુપયોગી જ નહિ, અનિવાર્ય ગણવું જોઈએ એવો અનુરોધ કરીએ છીએ.
અસભ્યતા ટાળીએ, જ્ઞાનનો આદર કરીએ અને જ્ઞાનની આશાતનાથી બચવાનો પ્રયત્ન કરીએ.
Jain Education International
પુસ્તકનાં પાનાં ફેરવવા માટે આંગળીને થૂંકવાળી કરાય નહિ. પવિત્ર જ્ઞાનને (પુસ્તકને ) અપવિત્ર એવું થૂંક લગાડાય નહિ. આંગળીને થૂંકવાળી કરીને પુસ્તકનાં પાનાં ફેરવવાં એ અસભ્ય અને ગંદી-ગોબરી ટેવ છે. આ ગંદી ટેવ દેખાદેખીથી પડે છે. થૂંકવાળી આંગળી કરીને પુસ્તકનાં પાનાં ફેરવવાથી પૂજનીય જ્ઞાનની આશાતના થાય છે. આપણે આત્મહિતકર જ્ઞાનનો આદર કરીએ, આશાતના ટાળીએ, જ્ઞાનાવરણીય કર્મના બંધથી બચીએ અને આત્મહિત સાધીએ !
३
પ્રકાશક
For Private & Personal Use Only
www.jainelibrary.org