________________
૮ ક સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર નિસી પછી કરેલી નાની લીટી (ડેશ) પછીના “હિઆએ” અક્ષરોને છૂટા પાડીને બોલવા માટે કરેલી નથી, પણ “સી'માં રહેલા દીર્ઘ “ઈ'ને સહેજ લંબાવીને બોલાય એવું સમજાવવા માટે જ કરેલી છે. આ પ્રમાણે આગળ પણ સર્વત્ર સમજી લેવું. નિસીઆએ” કે “નિસહિયાએ' એવું અશુદ્ધ બોલવું નહિ.
૫. મત્યએણ : આમાંના જોડાક્ષર “સ્થ” (+ થ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે પ્રથમના “મ' અક્ષર ઉપર ભાર દઈને “મત થ' બોલ્યા પછી તરત “એણ' બોલવું. “મર્થીએણ'ને બદલે “મથેણ કે “મન્થણ' એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી.
કેટલુંક વિશેષ ૧. લોકમુખે બોલાતી ભાષામાં જ્યાં બે સ્વર જોડાજોડ આવે છે ત્યાં બોલવાની ઝડપ તથા આદત આદિને કારણે ક્યાંક બેમાંથી એક જ સ્વર બોલાય છે. સાથેનો બીજો સ્વર લગભગ બોલાતો નથી. દા.ત., “મFએણ' શબ્દમાં “થમાં “અ” સ્વર છે અને એની પછી તરત (લગોલગ) “એ' સ્વર આવવાથી “થ'માં રહેલો “અ” સ્વર બોલાતો નથી, તેથી જ “મથેણ” કે “મન્થણ' એવું ખોટું ઉચ્ચારણ થાય છે. જયાં બે સ્વર જોડાજોડ આવતા હોય ત્યાં આપણે સાવધાની રાખીને સાચું ને શુદ્ધ ઉચ્ચારણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
(૧) “ઇચ્છામિ ખમાસમણો', (૨) “વંદિઉં જાવણિજ્જાએ', (૩) “નિસીરિઆએ મત્યએણ વંદામિ' આવા ખોટા વિભાગ પાડીને આ સૂત્ર બોલવું નહિ, પણ (૧) “ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં', (૨) “જાવણિજ્જાએ, નિસીહિએ', (૩) “મFએણ વંદામિ' આવી રીતે અર્થસંગત એવા ત્રણ સાચા વિભાગ પાડીને બોલવું. ખોટી ટેવ અવશ્ય સુધારવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org