________________
૫૪ કે સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર
૨. શાંતિનાથ જિન સ્તવન મારો મુજરો લ્યોને રાજ, સાહિબ શાંતિ સલુણા. અચિરાજીના નંદન તોરે, દરિસણ હેતે આવ્યો; સમકિત રીઝ કરોને સાહિબ, ભક્તિ ભેટયું લાવ્યો. મારો ૧|| દુઃખભંજન છે બિરુદ તુમારું, અમને આશ તુમારી; તુમે નીરાગી થઈને છૂટો, શી ગતિ હોશે હમારી. મારો જરા કહેશે લોક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વહાલો લાગે. મારો hall મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું; ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું. મારો જા અધ્યાતમ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે. મારો
૩. પાર્શ્વનાથ જિન સ્તવન રાધા જેવાં ફૂલડાં ને, શામળ જેવો રંગ; આજ તારી આંગીનો, કાંઈ રૂડો બન્યો છે રંગ. પ્યારા પાસજી તો લાલ, દીનદયાળ મને નયણે નિહાળ ૧il જોગી વાડે જાગતો ને, માતો ધિંગડ મલ્લ; શામળો સોહામણો કાંઈ, જીત્યા આઠે લ. પ્યારા ||રા તું છે મારો સાહિબો ને, હું છું તારો દાસ; આશા પૂરો દાસની, કાંઈ સાંભળી અરદાસ. પ્યારા III દેવ સઘળા દીઠા તેમાં, એક તું અવલ; લાખેણું છે લટકું તારું, દેખી રીઝે દિલ. પ્યારા કોઈ નમે પીરને ને, કોઈ નમે રામ; ઉદયરત્ન કહે પ્રભુજી. મારે તુમશું કામ. પ્યારા
I૪
|પો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org