________________
૨૬ * સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર
સંભવ રહે છે, માટે ‘વિહુય-૨ય’ બોલ્યા પછી ‘મ’ ઉપર જરા પણ ભાર આપ્યા વિના ‘મલા’ બોલવું. (વિહુય-૨ય-મલા)
૧૮. પહીણ-જર-મરણા : આ સામાસિક શબ્દનું ઉચ્ચારણ કરતી વખતે બોલવાની ઝડપને કારણે એમાંના બે ‘૨'માં રહેલા ‘અ' સ્વર નીકળી જવાથી બંને ‘૨' ખોડા (૨) થઈ જવાને કારણે ‘જરમરણા’ને બદલે ‘જર્મર્ણા' એવું અશુદ્ધ ઉચ્ચારણ થઈ જવાનો સંભવ રહે છે. આવા અશુદ્ધ ઉચ્ચારણના નિવારણ માટે ‘પહીણ' બોલ્યા પછી ‘જર' બોલવું. ‘૨'માં ૨હેલો ‘અ' સ્વર બરાબર બોલાયા પછી ‘મર' બોલવું. આમાં પણ ‘૨'માં રહેલો ‘અ' સ્વર બરાબર બોલવો અને પછી તરત ‘ણા' બોલવું. (પહીણ -જર-મર “ણા)
૧૯. તિત્શયરા મે પસીમંતુ : આ પદમાં અલગ અલગ ત્રણ શબ્દો છે. ‘તિસ્થયરા' શબ્દની સાથે પછીના ‘મે' શબ્દને જોડી દઈને ‘તિત્શયરામે’એવું અસંગત બોલવું નહિ, પણ ત્રણેય શબ્દોને બરાબર જુદા પાડીને બોલવા. (તિત્શયરા મે પસીમંતુ)
૨૦. કિત્તિય : આમાંના જોડાક્ષર ‘ત્તિ' (ત્ + તિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ક' ઉપર ભાર દઈને ‘કિત્' બોલ્યાં પછી તરત ‘તિય’ બોલવું. (કિત્ - તિય)
૨૧. ઉત્તમા ઃ આમાંના જોડાક્ષર ત્ત' (વ્ + ત)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ઉ' ઉપર ભાર દઈને ‘ઉત્' બોલ્યા પછી તરત ‘તમા’ બોલવું. (ઉત્ - તમા )
૨૨. સિદ્ધા : આમાંના જોડાક્ષર ‘દ્વા' (વ્ + ધા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘સિ’ ઉપર ભાર દઈને ‘સિ ્’ (સિદ્) બોલ્યા પછી તરત ‘ધા’ બોલવો. (સિ ્- ધા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org