________________
પ્રભુજી સમક્ષ બોલવાની સ્તુતિઓ દર્શન દેવદેવસ્ય, દર્શને પાપ-નાશનમ્; દર્શન સ્વર્ગ-સોપાન, દર્શન મોક્ષ-સાધનમ્. છે પ્રતિમા મનોહારિણી દુખહરી, શ્રી વીર નિણંદની, ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચાંદની; આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસો ગાય છે. પામી સઘળાં સુખ તે જગતનાં, મુક્તિ ભણી જાય છે. (૨) દેખી મૂર્તિ શ્રી પાર્શ્વ જિનની, નેત્ર મારી ઠરે છે, ને હૈયું આ ફરી ફરી પ્રભુ, ધ્યાન તારું ધરે છે; આત્મા મારો પ્રભુ ! તુજ કને, આવવા ઉલ્લસે છે, આપો એવું બળ હૃદયમાં, માહરી આશ એ છે. (૩) જે દૃષ્ટિ પ્રભુદર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે; પીએ મુદા વાણી સુધા, તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામમંત્ર વિશદ ધરે, તે હૃદયને નિત્ય ધન્ય છે. (૪) તારાથી ન અન્ય સમર્થ દીનનો, ઉદ્ધારનારો પ્રભુ ! મારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતાં જડે હે વિભુ ! મુક્તિમંગલ સ્થાન તોય મુજને, ઇચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યગુરત્ન શ્યામ જીવને, તો તૃપ્તિ થાયે ઘણી. (૫) સુણ્યા હશે પૂજ્યા હશે, નિરખ્યા હશે પણ કો ક્ષણે, હે જગતબંધુ ! ચિત્તમાં, ધાર્યા નહિ ભક્તિપણે; જન્મ્યો પ્રભુ ! તે કારણે, દુઃખપાત્ર હું સંસારમાં, હા ! ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શૂન્યાચારમાં. (૭) આવ્યો શરણે તમારા, જિનવર કરજો આશ પૂરી અમારી, નાવ્યો ભવપાર મારો, તુમ વિણ જગમાં સાર લે કોણ મારી?; ગાયો જિનરાજ આજે, હર્ષ અધિકથી પરમ આનંદકારી, પાયો તુમ દર્શ નાસે, ભવભયભ્રમણા નાથ ! સર્વે હમારી. (૮)
१४ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org