________________
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૪૫ ૨૮. સામાયિક લેવા માટે દર્શન-જ્ઞાન-ચારિત્રના કોઈ પણ ઉપકરણની સ્થાપના થઈ શકે છે.
૨૯. ગુરુમહારાજનો યોગ હોય તો સામાયિકદંડક ગુરુમહારાજ પાસે વિવેકપૂર્વક ઉચ્ચરવું જોઈએ. ગુરુમહારાજનો યોગ ન હોય તો પૌષધમાં રહેલા શ્રાવક પાસે ઉચ્ચરવું જોઈએ. પૌષધવાળા શ્રાવકનો પણ યોગ ન હોય તો સામાયિકમાં રહેલા વડીલ શ્રાવક પાસે ઉચ્ચારવું જોઈએ. તેવો પણ યોગ ન હોય તો સામાયિકમાં રહેલા અન્યની પાસે ઉચ્ચરવું જોઈએ. ઉપર જણાવેલામાંથી કોઈ જ ન હોય તો (ન આવડતું હોય તો ચોપડીમાં જોઈને પણ) પોતાની જાતે ઉચ્ચરવું જોઈએ, પણ સામાયિકમાં ન હોય તેવા શ્રાવક પાસે, સાધ્વીજી મહારાજ પાસે કે અન્ય કોઈ સ્ત્રી પાસે પુરુષોએ સામાયિકદંડક ઉચ્ચારાય નહિ.
૩૦. વ્યાખ્યાનસભા વગેરે સ્ત્રીઓવાળી સભામાં સામાયિક લઈને બેસનારે ખેસ ધારણ કરીને બેસવું જોઈએ. સભામાં ઉઘાડા શરીરે બેસવું યોગ્ય નથી.
૩૧. સામાયિકમાં એક મિનિટ પણ નવરા બેસાય નહિ. સામાયિક લઈને બે ઘડી (૪૮ મિનિટ) સુધી એક જ આસને બેસીને ધર્મધ્યાન કરવાનું છે.
સામાયિકમાં શરીરને સ્થિર રાખવાનું છે. તેવી શક્તિના અભાવે નછૂટકે પગ ઊંચો-નીચો કરવાની જરૂર પડે ત્યારે શરીરનો અધોભાગ અને ભૂમિનું પ્રમાર્જન કરવા દ્વારા જયણા પાળવા ચરવળાનો ઉપયોગ કરવાનો છે. માટે સામાયિકમાં ચરવળો અવશ્ય રાખવો જોઈએ.
ચરવળો વિના કારણે ઊભા થવા માટે કે ઊભા થઈને ફરવા માટે નથી. સામાયિકમાં આરાધનાના પ્રયોજન વિના ઉઠાય પણ નહિ અને ફરાય પણ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org