________________
૪૪ * સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર
૨૨. સ્ત્રીથી પુરુષનો વેશ પહેરીને અને માથું ઉઘાડું રાખીને સામાયિક કરાય નહિ.
૨૩. વસ્ત્ર, શરીર કે માથાના વાળ કાચા પાણીવાળા હોય ત્યારે તે સુકાય નહિ ત્યાં સુધી સામાયિક લેવાય નહિ.
૨૪. મિથ્યાત્વપોષક માદળિયું વગેરે પહેરીને તથા પાવરવાળી કે ચાવીવાળી ઘડિયાળ પહેરીને સામાયિક કરાય નહિ. પાવરવાળી કોઈ પણ વસ્તુનો ઉપયોગ સામાયિકમાં થઈ શકે નહિ.
૨૫. સામાયિક રાગ-દ્વેષને મંદ પાડીને સમતા સાધવા માટે છે, માટે રાગદ્વેષનાં નિમિત્તોથી દૂર રહેવું જોઈએ.
પુરુષને માટે સ્ત્રી અને સ્ત્રીને માટે પુરુષ રાગનું કારણ હોવાથી સ્ત્રી-પુરુષે સાથે બેસીને સામાયિક કરાય નહિ.
અલંકારો(ઘરેણાં) પણ રાગનું કારણ હોવાથી અલંકારો પહેરીને સામાયિક કરાય નહિ.
ધન પણ રાગનું કારણ હોવાથી સામાયિકમાં પૈસાને અડાય નહિ. ૨૬. કામળી-કાળના સમયે ઉઘાડા આકાશવાળી જગ્યામાં બેસીને સામાયિક કરાય નિહ. જેહીમાં અર્થાત્ દીવાના પ્રકાશમાં બેસીને પણ સામાયિક કરાય નહિ.
૨૭. સામાયિક-પ્રતિક્રમણ કરવા માટે કે કરી લીધા પછી જ્યારે પણ વસ્ત્ર બદલવું હોય ત્યારે દીવાલ પાસે જઈને દીવાલ સામે મુખ રાખીને જ બદલવું જોઈએ.
જ્યાં સ્ત્રીઓ રહેલી હોય એવા સ્થાનમાં અથવા ગુરુમહારાજ સામે, સભા કે બારી-બારણાં સામે મુખ રાખીને વસ્ત્ર બદલાય નહિ. એવી રીતે વસ્ર બદલવામાં સભ્યતા જળવાતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org