________________
૪૨ * સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર
કટાસણું સફેદ હોવું જોઈએ. શ્વેતવર્ણના આલંબનથી આરાધનામાં જરૂરી એવી સાત્ત્વિકતા આપણામાં પ્રગટે છે.
આપણા શરીરની ગરમીથી સૂક્ષ્મ ત્રસ જીવોની વિરાધના થવાનો સંભવ હોવાથી, કટાસણા વિના જમીન ઉપર બેસાય નહિ.
કટાસણું પોત-પોતાના હાથ પ્રમાણે ૧|| હાથ લાંબું અને ૧॥ હાથ પહોળું હોવું જોઈએ. એના ઉપર બેઠાં પછી આપણા શરીરનો કોઈ ભાગ જમીનને અડે નહિ એવું હોવું જોઈએ. કટાસણું પોતાના શરીરના માપથી નાનું પણ ન હોવું જોઈએ અને મોટું પણ ન હોવું જોઈએ.
કટાસણું સારી રીતે જયણા પાળી શકાય એવું સપાટ જ હોવું જોઈએ. ગૂંથેલા મોટાં છિદ્રોવાળા કટાસણામાં જીવોની જયણા પાળી શકાતી નથી માટે એવુ કટાસણું વપરાય નહિ.
કટાસણા ઉપર અક્ષરો લખાય નહિ. અક્ષરો ઉપર પગ પડે છે, તેથી જ્ઞાનની આશાતના થાય છે અને જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે. પોતાનું કટાસણું ઓળખાય તે માટે તેના ઉપર કોઈ પણ ડિઝાઈન (ભાત) કરી શકાય છે.
૧૭. મુહપત્તી સફેદ વસ્ત્રની, ભરત ભર્યા વગરની, પોત-પોતાના હાથની ૧ વેંત ૪ આંગળ લાંબી-પહોળી, સમચોરસ પ્રમાણવાળી જોઈએ. તેના ત્રણ છેડા રેસાવાળા (ઓટેલા નહિ) અને એક છેડો બાંધેલી કિનારવાળો જોઈએ. તેની ગડી પણ વિધિ મુજબ પાડવી જોઈએ. મુહપત્તી મેલી રખાય નહિ, મેલી રાખવાથી દોષ લાગે.
૧૮. ૨૪ આંગળની દાંડી અને ૮ આંગળની દશી સહિત પોતપોતાના હાથના (આડા) આંગળ પ્રમાણે કુલ ૩૨ આંગળનો ચરવળો હોવો જોઈએ. દાંડી અને દશીનો ગુચ્છો સહેજ ઓછા-વત્તા પ્રમાણમાં હોય તોપણ બંનેનું મળીને ૩૨ આંગળનું માપ હોવું જોઈએ. આ માપથી નાનો ચરવળો વપરાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org