________________
૪૦ કે સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર
ઉપાશ્રયનું વાતાવરણ રાગદ્વેષનાં નિમિત્તોથી રહિત અને સમતા સાધવામાં અનુકૂળ હોય છે, માટે સામાયિક ઉપાશ્રયે જઈને કરવું જોઈએ.
૮. સામાયિકમાં મુખ, શરીર, વસ્ત્રો, ઉપકરણો અને ભૂમિની શુદ્ધિ અવશ્ય હોવી જોઈએ તથા ભાવની શુદ્ધિ પણ જાળવવી જોઈએ.
૯. ધર્મક્રિયામાં સાંધ્યા-સીવ્યા વગરના વસ્ત્રની મહત્તા છે. દુનિયામાં જેમ પોલીસ વગેરેના ગણવેશનો પ્રભાવ હોય છે, તેમ ધર્મક્રિયાના વેશનો પણ જબરો પ્રભાવ હોય છે.
ધર્મક્રિયાનો વેશ આપણને આચારની મર્યાદામાં જકડી રાખનાર છે, તેથી તેની ઉપેક્ષા કરાય નહિ. ભગવાને ધર્મક્રિયામાં બતાવેલા વેશની મર્યાદા, આપણી અનુકૂળતા ખાતર તોડવી હિતકર નથી.
પુરુષોએ ધોતિયું પહેરીને સામાયિક કરવું જોઈએ. સીવેલું વસ્ત્ર પહેરીને સામાયિક કરાય નહિ.
૧૦. સામાયિકમાં પહેરવાનું ધોતિયું સુંદર, સ્વચ્છ, અખંડ અને શુદ્ધ જ હોવું જોઈએ. મેલુંઘેલું, ફાટેલું, સાંધેલું કે બળેલું વસ્ત્ર પહેરીને સામાયિક કરાય નહિ.
નવું ધોતિયું વાપરવા કાઢવાનું હોય ત્યારે તેની શુભ શરૂઆત સામાયિક-પ્રતિક્રમણથી કરવી જોઈએ.
૧૧. જે વસ્ત્ર પહેરીને ખાધું પીધું હોય, લઘુશંકા(એક) કરી હોય અથવા બીજી કોઈ પણ રીતે અપવિ થયેલું હોય એવું વસ્ત્ર પહેરીને સામાયિક કરાય નહિ.
૧૨. સામાયિક-પ્રતિક્રમણ કરતી વખતે ધોતિયું કાછડી મારીને અને પાટલી વાળીને જ પહેરવું જોઈએ. ગમે તેટલી ઉતાવળ હોય તો પણ કેડ ફરતું વીંટાળી દઈને લુંગીની જેમ પહેરાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org