Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 57
________________ સામાયિક-વિધિ-વિચાર ૧. આત્માની સ્વાભાવિક સ્થિતિને પામવી, તેમાં તલ્લીન થવું એ જ સામાયિક છે. સામાયિકથી સમતાયોગ સધાય. સામાયિક દ્વારા સમતાનો આંશિક આસ્વાદ પામી શકાય છે. ૨. સંસાર પાપમય છે. પાપમય સંસારમાં જેટલો સમય સામાયિકમાં રહેવાય તેટલો સમય પાપથી બચી શકાય છે. ૩. સામાયિક મન-વચન-કાયાને નિષ્પાપ બનાવવા માટે છે. સામાયિકમાં કદાચ મનને સ્થિર ન રાખી શકાય તોપણ મૌન પાળવા દ્વારા શરીરને પણ સ્થિર રાખી શકાય છે. એનો લાભ પણ ઘણો છે. ભાવપૂર્વક સામાયિક કરવાથી અનંત કમની નિર્જરા થાય છે. ૪. પૂજા, પ્રતિક્રમણ વગેરે ધમાં અમુક જ સમયે થઈ શકે છે, જયારે સામાયિક એક એવો ધર્મ છે કે જે ગમે ત્યારે થઈ શકે છે. ક્રિયા રૂપે ઘણા કલાકો સુધી અને ભાવ રૂપે ચોવીસેય કલાક કરી શકાય છે. ૫. શ્રુતસામાયિક, સમ્યક્તસામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિક – આમ ચાર પ્રકારનાં સામાયિક છે. ૬. ગૃહસ્થોએ તીર્થંકર-પરમાત્માના મહાચારિત્રના અનુકરણ રૂપે નમૂના રૂપે દેશવિરતિસ્વરૂપ બે ઘડીનું પણ, ઓછામાં ઓછું એક સામાયિક તો રોજ અવશ્ય કરવું જોઈએ. ૩ર દોષરહિત સામાયિક શુદ્ધ સામાયિક કહેવાય. સામાયિકમાં શ્રાવક સાધુ સમાન બને છે. ૭. સામાયિક રાગ-દ્વેષને હણવા માટે છે. ઘર રાગદ્વેષનાં નિમિત્તોથી ભરપૂર છે. ઘરનું વાતાવરણ મોહમય હોય તેથી ચિત્ત ઘરના અને સંસારના વિચારોમાં જ રહ્યા કરે, માટે ઘરમાં બેસીને સામાયિક સારી રીતે થઈ શકે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76