________________
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૨૩૭ ૪. જત્તિયા : આમાંના જોડાક્ષર ‘ત્તિ' (ત્ + તિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘જ' ઉપર ભાર દઈને ‘જત્' બોલ્યા પછી તરત ‘તિયા' બોલવું. (જતુ - તિયા)
૫. સામાઇયમ્મિ ઃ આમાંના જોડાક્ષર ‘સ્મિ' (મ્ + મિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે પ્રથમ ‘સામાઇ’ બોલ્યા પછી ‘ય’ ઉપર ભાર દઈને ‘યમ્’ બોલવું અને પછી તરત ‘મિ’ બોલવું. (સામાઇ-યકિંમ)
૬. ઉ કએ : આમાં બે શબ્દો છે તે બંને અલગ જ બોલવા. બંને શબ્દોને જોડી દઈને ‘ઉકએ' બોલવું નહિ.
૭. જમ્યા : આમાંના જોડાક્ષર ‘મ્હા' (મ્ + હા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે જ' ઉપર ભાર દઈને ‘જમ્' બોલ્યા પછી તરત ‘હા' બોલવો. (જમ્મુ-હા)
૮. એએણ કારણેણું : ‘એએણ' ને બદલે ‘એએણં' એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી જરૂરી છે. ૯. કુંજ્જા : આમાંના જોડાક્ષર ‘જ્જા' (જ્ + જા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘કુ' ઉપર ભાર દઈને ‘કુ' બોલ્યા પછી તરત ‘જા' બોલવું. (કુજ્- જા)
૧૦. સવિહુ : આમાં છેલ્લો અક્ષર (માથે મીંડા વગરનો) ‘હુ’ છે, પણ (માથે મીંડાવાળો) ‘હું' નથી તે ધ્યાનમાં રાખવું.
ધાર્મિક સૂત્રોના શુદ્ધ ઉચ્ચારણ કરવા અંગેનું સંપૂર્ણ લખાણ જોયું. આ પુસ્તકમાં અપાયેલા માર્ગદર્શન પ્રમાણે ધાર્મિક શિક્ષકો પાઠશાળાનાં બાળકોને શુદ્ધ ઉચ્ચારણ શીખવવાનો પ્રયત્ન કરે તો દરેક બાળકના ઉચ્ચારો એટલા શુદ્ધ બની જાય કે એના મુખે બોલાયેલાં સૂત્રો સાંભળનારને સાનંદ પૂછવાનું મન થઈ જાય કે ‘તમે આવા શુદ્ધ ઉચ્ચારપૂર્વક સૂત્રો બોલતાં કોની પાસે શીખ્યા છો ?'
આચાર્ય વિજય મુક્તિપ્રભસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org