Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad
View full book text
________________
૩૬ *
સામાઇયવય-જુત્તો (સામાયિક પારવાનું) સૂત્ર
સામાઇયવય-જુત્તો, જાવ મણે હોઇ, નિયમ-સંજુત્તો । છિન્નઇ અસુરૂં કર્માં, સામાઇય જત્તિયા વારા || ૧ || સામાઇયમ્મિ ઉ કએ, સમણો ઇવ સાવઓ હવઇ જા । એએણ કારણેણં, બહુસો સામાઈયં કુ ॥ ૨ ॥
સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્યું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
દશ મનના, દેશ વચનના, બાર કાયાના એ બત્રીસ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન
૧. સંજુત્તો : આમાંના જોડાક્ષર ‘ત્તો' (ત્ + તો)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘જુ' ઉપર ભાર આવે એ રીતે ‘સં-જુ' બોલ્યા પછી તરત ‘તો' બોલવો. (સઞ- જુત-તો)
W
૨. છિન્નઈ : આમાંના જોડાક્ષર ‘ન' (ન્ + ન)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘છિ' ઉપર ભાર દઈને ‘છિન્' બોલ્યા પછી તરત ‘નઇ’ બોલવું. (છિન - નઇ)
૩. કમ્મ : આમાંના જોડાક્ષર ‘મં’ (મ્ + મં)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ક' ઉપર ભાર દઈને ‘કમ્’ બોલ્યા પછી તરત ‘મં' બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (કમ્-મમ્)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/77c4e4befaaf06197f5f2c6ecc4db18c3e86fa93303320dfa5042c6cca00c5e7.jpg)
Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76