________________
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર × ૪૧ ૧૩. શિયાળામાં ઠંડી સહન થઈ શકતી ન હોય ત્યારે ઉપરના ભાગે ખેસ કે કામળી (સીવ્યા વગરનું વસ્ત્ર) ઓઢી શકાય, પણ ગંજી, ખમીસ, ઝભ્ભો, બુશકોટ, જાંઘિયો વગેરે સીવેલાં વસ્ત્રો પહેરીને તેમ જ માથા ઉપર મફલર વીંટાળીને કે કાનટોપી પહેરીને અથવા કાનનો પટ્ટો બાંધીને સામાયિક કરાય નહિ.
૧૪. કટાસણું, મુહપત્તી અને ચરવળો—આ બધાં ઉપકરણો શુદ્ધ, સ્વચ્છ અને અખંડ હોવાં જોઈએ. ધાર્મિક ઉપકરણો મેલાં-ઘેલાં, ફાટેલાં, સાંધેલાં, બળેલાં કે ખંડિત ન હોવાં જોઈએ.
૧૫. સામાયિક કરતી વખતે ખુલ્લી ફરસ (લાદી-જમીન) ઉપર નહિ, પણ ઊનના કટાસણા ઉપર બેસવાનું કારણ એ છે કે, ‘હું સામાયિકમાં છું' એવો પોતાને ઉપયોગ (સાવધાની) રહે, વળી અન્ય લોકો પણ સમજે કે, ‘અત્યારે તેઓ ધર્મક્રિયામાં છે, માટે એમને કોઈ પણ જાતનો વિક્ષેપ કરાય નહિ.'
૧૬. કટાસણું શુદ્ધ ઊનનું રાખવાનું કારણ તે જીવજંતુને ઝટ બાધક બનતું નથી, તેથી જયણા પળાય છે. વળી તેનાથી પોતાને પણ અપ્રમાદ રહે છે. આસન સુંવાળું હોય તો પ્રમાદ કરાવે. અપ્રમાદ અને અહિંસા ધર્મના પાલનમાં ઊનનું કટાસણું ખૂબ ઉપયોગી છે.
ઊનના કટાસણામાં અશુભપણાને દૂર કરવાની અને શુભપણાને ગ્રહણ કરવાની શક્તિ હોય છે.
પૃથ્વીમાં ઊર્જા (વીજળી) વહેતી હોય છે. આપણે આરાધના, સાધના, જાપ, ધ્યાન વગેરે કરીએ છીએ ત્યારે આપણું તેજસ્ અર્થાત્ વિદ્યુત શરીર સક્રિય બને છે. એનાથી પેદા થતી ઊર્જાને ધરતીમાં વહેતી ઊર્જા ખેંચી ન લે તે માટેના અવરોધક તત્ત્વરૂપે ઊનનું કટાસણું છે. આ કારણથી પણ કટાસણું ઊનનું વાપરવાનું વિધાન હોય એમ સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org