________________
શિક્ષકે પણ શીખીને શીખવવું પડે એવું પ્રકાશન ! આજથી થોડાં વરસ પહેલાં આપણી પાઠશાળાઓનાં શિરે બાળકોને માત્ર ધાર્મિક સૂત્રો કંઠસ્થ કરાવવાની એક જ મુખ્ય જવાબદારી હતી, કેમ કે ત્યારે નિશાળોમાં અપાતું વ્યાવહારિક શિક્ષણ આજના જેટલું કથળેલું નહોતું. એ કાળમાં બાળકોને નિશાળોમાંથી ભાષાકીય શુદ્ધ લેખન-ઉચ્ચારણવિષયક સારું એવું શિક્ષણ મળી રહેતું. હ્રસ્વ-દીર્ઘ સ્વરો, વ્યંજનો અને જોડાક્ષરો અંગેની જાણકારી પણ એ કાળમાં ઘણી સારી રીતે અપાતી. એથી પાઠશાળામાં ભણવા આવતાં આપણાં બાળકો સહેલાઈથી જોડાક્ષરવાળા શબ્દોના શુદ્ધ ઉચ્ચારણપૂર્વક ધાર્મિક સૂત્રો કંઠસ્થ કરી લેતાં, પરંતુ ધીમેધીમે શિક્ષણનું સ્તર એટલું બધું નીચે ઊતરી ગયું કે મોટી ઉંમરના વિદ્યાર્થીઓ પણ “ઘ-ધ” જેવા અક્ષરોના ભેદ પારખી શકે નહિ અને જોડાક્ષરોને પણ સારી રીતે લખી-વાંચી શકે નહિ. જોડાક્ષરવાળા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ એમને માટે ઘણું મુશ્કેલ બન્યું. પરિણામે મોટા ભાગનાં બાળકોનાં ધાર્મિક સૂત્રો ઘણાં અશુદ્ધ ઉચ્ચારણવાળાં બન્યાં. તેથી ધાર્મિક સૂત્રોનો પાઠ આપતાં પહેલાં એમને કેટલાક અક્ષરો અને જોડાક્ષરો પાઠશાળામાં જ સારી રીતે સમજાવવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. એ કારણથી પાઠશાળાના શિક્ષકો પોતે પણ અક્ષર-જોડાક્ષરોને સારી રીતે ઓળખી શકે તેમ જ બાળકોને પણ ઓળખાવી શકે, તેમજ જોડાક્ષરવાળા શબ્દોના શુદ્ધ ઉચ્ચારણની કળા શીખી લઈને બાળકોને પણ એ કળા શીખવી શકે એવા એક પુસ્તકની જરૂરિયાત ઊભી થઈ.
આ વાતને લક્ષમાં લઈ મુનિશ્રી હિતવિજયજીએ ઘણી મહેનતે સુંદર રીતે તૈયાર કરેલું “સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર” નામનું આ પ્રકાશન ખૂબ જ મહત્ત્વનું બની રહે છે, કેમ કે આમાં મહત્ત્વના અક્ષર અને જોડાક્ષરોની સરળ શૈલીમાં સમજ આપવા સાથે શુદ્ધ ઉચ્ચારણની સુંદર કળા પણ બતાવવામાં આવી છે. શુદ્ધ ઉચ્ચારણના વિષયમાં મુનિશ્રી હિતવિજયજીની વિદ્વત્તા ગુજરાતભરમાં વિખ્યાત છે. થોડા સમય પૂર્વે જ એમના સંયોજન-લેખન તળે પ્રગટ થયેલાં
જોડાક્ષર-વિચાર', “સંયુક્ત વ્યંજનો', “ગુજરાતી લિપિ' નામનાં મૂલ્યવાન ' પ્રકાશનોને અજૈન વિદ્વાનો દ્વારા પણ જે અંતરનો આવકાર મળ્યો છે, એ પણ મુનિશ્રીની વિદ્વત્તા અને વિખ્યાતિની ઝાંખી કરાવનારો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org