________________
૧૨ * સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર
૧૦. મિચ્છા : આમાંના જોડાક્ષર ‘ચ્છા'ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘મિચ્' બોલ્યા પછી તરત ‘છા’ બોલવો. (મિ ્ - છા)
૧૧. દુક્કડં : આમાંના જોડાક્ષર ‘ક્ક' (ક્ + ક)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘દુ' બોલ્યા પછી તરત ‘ક્યું’ બોલવું. (દુકૢ - કર્ડ)
કેટલુંક વિશેષ
૧. હ્રસ્વ-દીર્ઘ સ્વરોની અને વ્યંજન વગેરેની ભૂલ વિના તેમજ ત્રણ વિભાગપૂર્વક સાચી રીતે ‘મિચ્છા મિ દુક્કડં' આમ જ લખાય. ‘મિચ્છા'ની સાથે ‘મિ'ને જોડી દેવાય નહિ. બંને ‘મિ' આમ હ્રસ્વ ઇ( ) વાળા જ લખાય. ‘મિચ્છામી’ આમ લખાય નહિ. ‘દુક્કડં’માં પ્રાકૃત ભાષાના નિયમ પ્રમાણે ‘ૐ' લખાય, પરંતુ ‘ડમ્’ (દુક્કડમ્) (બોલાય, પણ) લખાય નહિ.
૨. ગુરુવંદનનાં આ ત્રણ સૂત્રો પૈકી પ્રથમ સૂત્રમાં ૨ હાથ, ૨ પગ અને મસ્તક એ પાંચ અંગોને ભૂમિ સાથે અડાડીને વંદન કરાય છે માટે એનું નામ ‘પંચાંગ પ્રણિપાત' સૂત્ર છે. બીજા ‘ઇચ્છકાર' સૂત્રમાં ભક્તિભાવપૂર્વક પરમોપકારી ગુરુમહારાજની સારસંભાળ લેવાની છે અને ત્રીજા ‘અમ્મુઢિઓ' સૂત્ર દ્વારા ગુરુમહારાજ પ્રત્યે જાણતાં-અજાણતાં જે વિનયરહિત વર્તન કરાયું હોય તેની ક્ષમાપના કરાય છે.
“ગુરુમહારાજ પ્રત્યે વિનય-બહુમાનયુક્ત હાર્દિક ભક્તિભાવ રાખવો. યથાશક્તિ એમની સેવા-ચાકરી કરવી. એમનાથી નીચા આસને બેસવું. વાતચીતમાં વચ્ચે બોલવું નહિ. એમની સામે આપણી હોશિયારી બતાવવી નહિ. એમને અપ્રીતિ થાય એવું કાંઈ કરવું નહિ. એઓ પ્રસન્ન રહે એમ કરવું. પોતાની નાની-મોટી કોઈ ભૂલ થાય તો પશ્ચાત્તાપપૂર્વક એમની ક્ષમા માગવી. ઉપકારી ગુરુમહારાજ પ્રત્યેની ૩૩ આશાતનાઓ પ્રયત્નપૂર્વક વર્ણવી.'
-
– પં. પ્ર. બે પારેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org