________________
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર * ૧૭ ૩. વિસલ્લી : આમાંના જોડાક્ષર ‘લ્લી' (વ્ + લી)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘સ’ ઉપર ભાર આવે એ રીતે ‘વિ-સ' બોલ્યા પછી તરત ‘લી’ બોલવું. (વિ-સન્- લી) ‘વિસલી’ એવું અશુદ્ધ બોલવું નહિ.
૪. કમ્માણું : આમાંના જોડાક્ષર મ્મા' (મ્ + મા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ક્’ ઉપર ભાર દઈને ‘કમ્' બોલ્યા પછી તરત ‘માણં' બોલવું. (કમ્ - માણમ્)
૫. નિગ્માયણાએ ઃ આમાં ‘ગ્વા' (ગ્ + ઘા) અને ‘ટ્ટા' (ટ્ + ઠા) આ બે જોડાક્ષરો છે. પ્રથમના જોડાક્ષર ‘ગ્વા’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘નિ’ ઉપર ભાર દઈને ‘નિગ્’ બોલ્યા પછી તરત ‘ઘા' બોલવું. ત્યાર પછી જોડાક્ષર ‘ટ્ટા'ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ણ’ ઉપર ભાર આવે એ રીતે ‘યણ' બોલીને તરત ‘ઠાએ’ બોલવું. (નિ-ઘા-યણ-ઠાએ) ‘નિગ્ધા - યણટ્ટાએ’ એવા ખોટા વિભાગ પાડીને આ શબ્દ બોલવો નહિ. આખો શબ્દ એક સાથે જ બોલવો.
૬. કાઉસ્સગ્ગ : આમાં ‘સ્સ’ (સ્ + સ) અને ‘ગં’ (ગ્ + ગં) આ બે જોડાક્ષરો છે. પ્રથમના જોડાક્ષર ‘સ્સ’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ઉ’ ઉપર ભાર આવે એ રીતે ‘કા-ઉસ્' બોલીને જોડાક્ષર ‘ગ્’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘સ’ ઉપર ભાર દઈને ‘સગ્' બોલવું અને પછી તરત ‘ગં' બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (કા - ઉસ્ - સર્ - ગમ્)
અંકન ગ્રાફિક્સવાળા શ્રી મનીષભાઈ ગજ્જરના સુંદર સહકારથી આ પુસ્તકનું લખાણ બિલકુલ અશુદ્ધિ વગરનું-શુદ્ધ છપાયું છે.
ફકરા (પેરેગ્રાફ) પણ આંખને ગમી જાય તેમજ અભ્યાસકોને વાંચવા-શીખવાની અનુકૂળતા રહે એવી સુંદર રીતે ગોઠવાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org