Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ ૨૦ * સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૯. અંગસંચાલેહિં : વર્ગીય વ્યંજન પૂર્વે તે તે વર્ગના અનુનાસિક વ્યંજન સ્પષ્ટ થાય તે રીતે આ શબ્દની અંદરના બે અનુસ્વાર સ્પષ્ટ બોલવા. (અગ- સખ્યાલેહિમ્) છેલ્લે બે હોઠ ભેગા કરવા. ૧૦. દિટ્ટિસંચાલેહિં ઃ આમાંના જોડાક્ષર ‘ટ્ઠિ' (ટ્ + ઠિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘દિ' ઉપર ભાર દઈને ‘દિ' બોલ્યા પછી તરત ‘ઠિ’ બોલવો. (દિક્ - ઠિ - સખ્યાલેહિમ્) ૧૧. એવામાઇએહિં આગારેહિં : એવમાઇ-એહિં-આગારેહિં’ આ પ્રમાણે વિભાગ પાડીને આ શબ્દો બોલવા અને વચ્ચેનો ‘એહિં' શબ્દ બોલવાનો રહી ન જાય એની સાવધાની રાખવી. ૧૨. અભગ્ગો : આમાંના જોડાક્ષર ‘ગો’(ગ્ + ગો)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ભ' ઉપર ભાર આવે એ રીતે ‘અ-ભગ્’ બોલ્યા પછી તરત ‘ગો’ બોલવો. (અ-ભગ- ગો) ૧૩. હુજ્જુ આમાંના જોડાક્ષર ‘જ્જ' (જ્ + જ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘હુ' ઉપર ભાર દઈને ‘હુજ્' બોલ્યા પછી તરત ‘જ’ બોલવો. (હુજ્-જ) 6 ૧૪. કાઉસ્સગ્ગો : આમાં સ’ (સ્ + સ) અને ગો’ (ગ્+ ગો) આ બે જોડાક્ષર છે. પ્રથમના જોડાક્ષર ‘સ્સ’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ઉ’ ઉપર ભાર આવે એ રીતે ‘કા-ઉસ્' બોલ્યા પછી જોડાક્ષર ‘ગો’ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘સ’ ઉપર ભાર દઈને ‘સગ્’ બોલવું અને પછી તરત ‘ગો' બોલવો. (કા - ઉસ્← સન્- ગો) ૧૫. નમુક્કારેણું : આમાંના જોડાક્ષર ‘ક્કા' (ક્ + કા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘મુ’ ઉપર ભાર આવે એ રીતે ‘ન-મુક્' બોલ્યા પછી તરત ‘કારેણું' બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (ન-મુક્કારેણમ્) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76