________________
વ્યાવહારિક શિક્ષણની વાત તો બાજુ પર રહી, પરંતુ આજના આપણા પાઠશાળાના શિક્ષણની દશા પણ કાંઈ ઓછી શોચનીય નથી ! એની શોચનીયતાના થોડા પ્રકારો વિચારી લઈએ :
બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાની જવાબદારી વાલીઓની પોતાની જ છે. આમ છતાં આજે તો એ વાત જ સાવ ભુલાઈ ગઈ છે. એથી એ જવાબદારી સંઘે ઉઠાવી લીધી હોવા છતાં એમાં આર્થિક સહયોગ આપવાની વાત તો એક બાજુ રાખીએ, પરંતુ પોતાનાં સંતાનોને પાઠશાળામાં નિયમિત ભણવા મોકલવા પૂરતો સહયોગ આપવાની વાત પણ મોટા ભાગના વાલીઓ વીસરી ગયા છે.
- પાઠશાળાનું સંચાલન કરવા અંગેનો સંઘસમક્ષ રહેલો આર્થિક પ્રશ્ન પણ નાનો-સૂનો નથી ! અણઉકેલાયેલા આ પ્રશ્નને કારણે સારી રીતે ભણી-ગણીને તૈયાર થયેલા તેમ જ બાળકોનું સર્વાગીણ ઘડતર કરી શકે અને જેમને લીધે બાળકો હોંશે - હોંશે પાઠશાળામાં ભણવા દોડી આવે એવા ઉત્તમ શિક્ષકોને પાઠશાળામાં પ્રવેશ અપાવી શકાતો નથી. શાળાકીય શિક્ષણનો બોજ ને ટી.વી. આદિની મોજથી મુક્ત થઈને જે થોડા-ઘણાં બાળકો પાઠશાળામાં પ્રવેશે છે, તેમને શુદ્ધ ધર્મશિક્ષણ આપી શકે એવા શિક્ષકોની સંખ્યા પણ સમાજમાં કેટલી? આવી શોચનીય સ્થિતિ પર ઊંડાણથી વિચારીએ તો બીજા પણ અનેક પ્રકારો આમાં ઉમેરી શકાય.
આ બધી પરિસ્થિતિને નજર સમક્ષ રાખીને મુનિશ્રી હિતવિજયજીએ “સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર'નું શાબ્દિક ઘડતર કર્યું છે. એથી આ પ્રકાશન શિક્ષકની સાથે સાથે શિક્ષણની અને શિક્ષણની સાથે સાથે નિઃશંકપણે શિક્ષકની ગરજ સારનારું બની રહેશે. બાળકો માટેનું હોવા છતાં આ એક એવું પ્રકાશન છે કે જેના દ્વારા પ્રથમ તો શિક્ષકે જ શિક્ષણ લેવાનું છે અને પછી જ એ શિક્ષણને બાળકોમાં વિસ્તારવાનું છે. એથી જ શિક્ષકોએ પણ શીખીને શીખવવું પડે, એવા પાયાના એક પ્રકાશન તરીકે સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર”ને અવશ્ય બિરદાવી શકાય.
આ પુસ્તક પાઠશાળામાં જ નહિ, ઘર-ઘરમાં ઉપયોગી છે. એના વાચન, મનન, અધ્યયન દ્વારા ઘર-ઘરમાં અને ઘટ-ઘટમાં “સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર'નો નાદ ગુંજી ઊઠે એ જ શુભાભિલાષા. અક્ષયતૃતીયા, વિ.સં. ૨૦૬૧,
– આચાર્ય વિજય પૂર્ણચન્દ્રસૂરિ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, ભૂલેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૪
9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org