________________
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર છે ૩ મર્ઝા શબ્દમાં તો જોડાક્ષર “ઝ' પછી “અ” સ્વર આવે છે, પણ જો “ઉ” સ્વર આવતો હોય (દા.ત., “જ્જુ') તો એના ઉચ્ચારણ વખતે જીભ તાળવામાં થોડીક પાછળ ખસે છે. વ્યંજન પછીના સ્વરનો પણ પ્રભાવ વ્યંજનના ઉચ્ચાર ઉપર પડે છે.
“જુ-ઝના ઉચ્ચારણ સ્થાનના ભેદની આ વાત ઉચ્ચારણ શુદ્ધિમાં સહાયક હોવાથી ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
શુદ્ધ ઉચ્ચારો શીખવા-શીખવવા માટે “ઉવજ્ઝાયાણં' એમ ત્રણ વિભાગ કરીને બોલાય, પણ સૂત્ર બોલતી વખતે આખો શબ્દ સાથે જ બોલાય. વાસ્તવમાં એક આખા શબ્દનું અખંડ ઉચ્ચારણ થવું જોઈએ. ૫. સવ્વસાહૂણં : આમાંના જોડાક્ષર “વ' (ત્ + વ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “સ” ઉપર ભાર દઈને “સ” બોલ્યા પછી “વ” બોલવો અને પછી તરત “સાહૂણં' બોલવું. (સવું - વસાહૂણમ)
સાહૂણં” શબ્દના “હૂ'માં દીર્ઘ ઊકાર છે. હૃસ્વ સ્વરની ૧ માત્રા અને દીર્ઘ સ્વરની ૨ માત્રા હોવાથી દીર્ઘ સ્વર સહેજ લંબાવીને બોલાય. સહેજ લંબાવીને હૂ બોલ્યા પછી તરત “ણું” બોલવું. જેમ કે, સાહૂણે. “હૂ’ પછી જે નાની લીટી (ડેશ) છે તે “ણું” અક્ષરને છૂટો પાડવા માટે નથી, પણ દીર્ઘ સ્વરને સહેજ લંબાવીને બોલાય એવું સમજાવવા માટે છે. આ પ્રમાણે આગળ પણ સર્વત્ર સમજી લેવું.
સ્વરમાત્રા એટલે સ્વરના ઉચ્ચારણમાં લાગતો સમય.
સવસાહૂણં” કે “સવસાણાં (બે ‘વ’ને બદલે એક “વ' અને ણે'ને બદલે “માં”) એવું અશુદ્ધ ન બોલાઈ જાય એની સાવધાની રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org